Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ શ્રી આત્માનંદ પ્રકાશ. જીવ દયાને સ્તુત્ય પ્રયાસ. પુણે જીલ્લાના શિસુફળ ગામમાં વૈશાક શુદ ૪ ની દેવીની યાત્રાનાં દિવસે હજારો બકરા એનો ત્રાસ ઉપજે તેવી રીતે ભાગ અપાય છે જેથી તે બંધ કરાવવા ત્યાંના “ જીવદયા પ્રસારક મંડલે” ઉપદેશ આપી હાથે પગે લાગી આ વખતે તે ભાગ આપતો બંધ કરાવ્યો છે આઠમાસથી આ મંડળ તે પ્રયત્ન કરે છે. આ જીલ્લામાં ઘણે સ્થળે તેવા ત્રાસ દાયક ભાગ ધર્મના બહાને અપાય છે જેથી બે ચાર મુનિ મહારાજ વિહાર કરી અત્રે પધારી ઉપદેશ આપી આ મંડળને મદદ કરે તો ઘણું જીવોને ભોગ અપાતું બંધ થશે તે વખતે પટેલ કેળી અને અન્ય કે એ ઘણી જ મહેનત બંધ કરાવી લીધી છે તો ગુજરાત કાઠીયાવાડમાં જ માત્ર વિચરનારા કે એકજ સ્થળે લાંબો વખત રહેનારા કે જીવદયાને વહાલી ગણનારા હે મુનિ મહારાજ અંગે પધારો તમારો તે ધર્મ સંભાળા ઉપદેશ આપી અમારા કામને જલદી મદદ.આપ એવી રીતે અમને બારામતીના રહીશ શેઠ કસ્તુરચંદ રાયચંદ લખી જણાવે છે, ' શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગરનો વાર્ષિક મહોત્સવ. તથા શ્રીમાન વિજયાનંદસૂરી આત્મારામજી મહારાજની જયંતી. ચાલતા માસ જેઠ સુદી ૭ ના રોજ ભાવનગરમાં આ સભાની વર્ષગાંઠ નિમિત્તે અને જે શુદી આઠમના રોજ શ્રી સિદ્ધાચળ ઉપર સ્વર્ગસ્થ મહામા શ્રીમદ્ વિજયામંદસૂરિ (આત્મારામજી મહારાજ ) ની સ્વર્ગવાસ તિથિ નિમિતે નીચે મુજબ મહાવો કરવામાં આવ્યા હતા. ૧ શ્રી જૈન આત્માનંદ સભાને સ્થાપન થયાં પચીસ વર્ષ પુરા થઈ જવીસમું વર્ષ શરૂ થવાથી આ માસની શુદી ૭ ને રાજ સભાની વાર ગાંઠ હોવાથી આ ઉત્તમ પ્રસંગને માટે પ્રથમ આમંત્રણ પત્રીકાઓ છપાવી બહાર ગામના મેમ્બરને મોકલવામાં આવી હતી. - જેઠ સુદી ૭ ના રોજ દરવર્ષ મુજબ વાક મહોત્સવ સભાના મકાનને ધ્યાનપતાકા તરણથી શણગારી તેમાં પ્રથમ સ્વર્ગવાસી પૂજ્યપાદ ગુરૂરાજશ્રીની છબી પધરાવી મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ કૃત શ્રી રૂપીમંડલની પૂજા ભણાવવામાં આવી હતી, જે વખતે મેમ્બરે ઉપરાંત અન્ય ગૃહસ્થોએ પણ સારી સંખ્યામાં હાજરી આપી હતી. અને સ્વામીવાત્સલ્ય પણ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદ તરફથી કરવામાં આવેલ હતું. ત્યાર બાદ જેઠ શુદી ૭ ના રોજ સાંજની ટ્રેનમાં આ સભાના સભાસદે શ્રી સિદ્ધાચલજી ગયા હતા. ૨ જેઠ સુદી ૮ ના રોજ સવારના શ્રી સિદ્ધાચલજીના ડુંગર ઉપર મોટી ટુંકમાં જયાં સ્વર્ગવાસી ઉકત મહાત્માની મૂર્તિ સ્થાપન કરવામાં આવેલી છે ત્યાં ગિરિરાજ ઉપર શ્રી આદિશ્વર ભગવાન, શ્રી પુંડરિકજ મહારાજ શ્રી શાંતિનાથજી મહારાજ, પાદુકા અને શ્રી આત્મારામજી મહારાજની મૂતિને સુંદર આંગી રચવામાં આવી હતી. અને યાત્રા, પૂજા, ભાવના વગેરે ઉત્તમ કાર્યો કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી નવાણું પ્રકારી પૂજા (મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ કત ) ભણાવવામાં આવી હતી અને સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવ્યું હતું. એ રીતે ગુરૂરાજની જયંતી ઉજવવામાં આવી હતી. આ જેઠ સુદી ૮ ની જયંતીનો સઘળો ખર્ચ આ સભાના શ્રી જામનગર નીવાસી માનવંતા લાઈફ મેમ્બર શેઠ મોતીચંદભાઈ હેમરાજ ઝવેરીએ ઉદારતાથી આપ્યો હતો. ભાવનગરમાં થયેલ સભાની આ વર્ષગાંઠ વખતે ગુરૂભક્તિના કાર્યમાં અત્ર બીરાજમાન પ્રવર્તક મહારાજ શ્રી કાંતિજિયજી મહારાજ વગેરે મુનિ મહારાળાઓએ પણ ભાગ લ: ગુરૂભક્તિ કરી હતી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30