Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. ૧૦૧ પાપી જનની કથા પણ કરી છતી પાપને વધારે. ૧૦૨ પાપ ઘારું કરીને ઢાંકયું ન રહે–જાહેરમાં આવેજ. ૧૦૩ ચિન્તામણિ પામી સાચવી જાણનારને દારિદ્ર કેમજ રહે? ૧૦૪ પુણ્યાનુબંધી પુણ્ય પણ સેનાની બેડી જેવું કહ્યું. ૧૦૫ દેષરૂપી મળને શુભ ક્રિયારૂપ જળ વડે ટાળ ઘટે. ૧૦૬ પૂર્વ ભવના અભ્યાસથી જ પ્રાયે પ્રાણીઓના અનેક ભાવ વર્તે છે. ૧૦૭ ઉદ્યમ કરનારને અને નહીં કરનારને પૂર્વ ભવમાં જેવું (શુભાશુભ) કર્મ ઉપાજર્યું હોય તેવુંજ પ્રાપ્ત થઈ આવે છે. ૧૦૮ જ્ઞાન અને ક્રિયાયોગેજ ફળ સિદ્ધિ થવા પામે છે. ૧૦૯ હઠ-આગ્રહથી (વગર ઈચ્છાએ) પણ હિત–શ્રેય કરવું જ. ૧૧. બ્રહ્મચર્ય, દયા, દાન, નિસ્પૃહતા, સત્ય, તપ અને ઉદાસીનતા એ સઘળા સત્વની સંશુદ્ધિ કરનારા છે. ૧૧૧ ભારે મારું કામ સાધવા લાગેલાને વચમાં વિઘો પેદા થાય છે.' ૧૧૨ મહાત્માઓ ભક્તિ વડે વશ થઈ જાય છે. ૧૧૩ અહો ! ભાઈઓ ! ઉત્સાહ લાવીને ખરા ધર્મ–માર્ગમાં આદર કરે. ૧૧૪ અહીં જિન આગમને યોગ પામી સુજ્ઞજનેએ શીધ્ર સ્વ મળ શુદ્ધિ ક. ૧૧૫ મહાશયે અન્ય જનના આનંદની વૃદ્ધિ માટે થાય છે. ૧૧૬ મહાપુરૂષના સમાગમથી ઉત્તમ માર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. ૧૧૭ ઈદ્રિ રૂપી ચોરે મનુષ્યોને સઘળો ધર્મ ખજાને ચેરી જાય છે. ૧૧૮ તત્વવેત્તાએ ધન પ્રાપ્ત થયે છતે મૂછ-મમતા અને ગર્વ નજ કરવા પણ સારા પાત્રમાં વિવેકથી દાન દેવું અને ભેગમાં પણ લેવું. ૧૧૯ જે સારું કામ છે તે મૂઢ જ નથી કરતા અને માહુ-ભૂંડ કામ તે વાર્યા છતાં પણ શીધ્ર કરે છે. ૧૨૦ યથા તથા પ્રજા એ જેવું સત્વ તેવા ગુણ. ૧ર૧ નિયતિવશાત જે શુભાશુભ સાંપડે તેમાં હર્ષ ખેદ કરવો નકામે. ૧૨૨ જ્યાં સુધી માણસ નિરૂદ્યમી રહે છે ત્યાં સુધી લક્ષમી વેગળી વસે છે. ૧૨૩ જે માતા જડ આળસુ નસીબ ઉપર વિશ્વાસ રાખી બેસનાર અને સત્વ પરાક્રમ વગરના બાળકને જાણે તેનેજ રેવું રૂદન કરવું પડે. ૧૨૪ જે અહીં ઘરમાં પરાભવ પામ્યુ તે બાર પણ પરાભવ પામે. ૧૨૫ જે કોડે ગમે બાહ્ય શત્રુઓને જીતી શકે તે પણ તત્વજ્ઞાન વગર અંતર શત્રુઓને જીતવા સમર્થ થઈ ન શકે. ૧૨૬ રસના લુબ્ધ બનેલા જીવ કંઈ પણ ચેતી શકતું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30