________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯ર
શ્રી આત્માનંદ પ્રકાશ.
સંબંધી મનમાં વિચાર પણ ઉત્પન્ન થતો નથી. એ કેટલી મુઢતા ? એક સાધારણ મુસાફરી કરવી હોય છે, તે અગાઉથી પત્ર કે તારથી ખબર આપીએ છીએ કે ફલાણા દીવસે ફલાણ વખતે હું એકલો અથવા આટલા માણસે સાથે આવવાનો છું. અને અમુક અમુક તેયારી કરી રાખજે કે હરકત પડે નહી. તેની સાથે મુસાફરીમાં હરકત પડે નહી તે માટે કપડાં, ભાથું. પાથરણાની જોગવાઈ (બેડીંગ) નોકર, રસોઈયા વગેરેની જોગવાઈ કરી મુસાફરી સુખરૂપ નિવડે તેના માટે બનતી કાળજી રાખીએ છીએ. છતાં આપણે ભવિષ્યના અનંતકાળમાં લાંબી મુસાફરીએ જવાનું છે, તે સંબંધી મનમાં કઈ વખત કાંઈ પ્રશ્ન પણ ઊભું થતું નથી. એ અજ્ઞાનતા શિવાય બીજું શું સૂચવે છે ?
૧૨ ખરેખર આ દ્રવ્ય દિશા અને ભાવ દિશાની વિચારણા વિના આટલી ઉમર પસાર કરી તેના માટે હવે ઘણેજ પ્રશ્ચાતાપ થાય છે.
૧૯ પરમપકારી નિષ્કારણ જગતના બંધુ તુલ્ય ગીતાર્થ મુનિ મહારાજાઓએ પોપકાર બુદ્ધિથી આ સબંધી ઉપદેશ આપી આ દ્રવ્ય દિશા અને ભાવ દિશાનું સ્વરૂપ સમજાવ્યું, ત્યારથી આ પ્રશ્ન મનમાં ઉદ્દભવ પામ્યા છે. પણ વિશિષ્ટ જ્ઞાનીઓના સમાગમ શિવાય એ સબંધી સ્પષ્ટ નિરાકરણ થાય તેમ નથી. પણ એક વાત ધ્યાનમાં આવી છે. તે એવી છે કે, નરક અને તિર્યંચ ગતિના બંધના જે કારણે અને આર્ત તથા રોદ્ર એ બે ધ્યાનનું જે સ્વરૂપ બતાવ્યું છે, તેનું સેવન થાય તે એ બે ગતિને બંધ પડતે અટકાવવાને શક્તિમાન થઈ શકું. પણ અનાદિકાળથી આ માહારા જીવને એ કારણે અને ધ્યાનને અભ્યાસ પડેલા હોવાથી હું તેને રોકવાનો પ્રયત્ન કરું છું તો પણ તે વારંવાર મહારી પાસેથી ખસતા નથી. અને તેથી હું વખતેવખત નિરાશ થઈ જાઉં છું. પણ એટલાથી નિરાશ થઈ બેસી રહેવાથી તે ઉલટી નુકશાની થશે. જે એ આર્ત અને રોદ્ર સ્થાનને અટકાવવા હોય અને નરક અને તિર્યંચગતિમાં જવાના કારણે સેવનથી બચવું છે, એવી અંતઃકરણમાં તીવ્ર લાગણું હોય તો એક જ ઉપાય છે, તે એ કે તેના પ્રતિ પક્ષી ધ્યાન ધર્મ અને શુકલ ધ્યાનનું સ્વરૂપ સમજવું જોઈએ. અને મનુષ્ય તથા દેવગતિ લાયકના અનેક કારણેની સેવનાનો અભ્યાસ કરવો જોઈએ.
શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથજીના સ્તવનમાં
અપ્રસ્તતારે ટાળી પ્રશસ્તા; કરતાં આશ્રાવનાશેજી”
સંવર વાધેરે સાધે નિર્જરા આતમ ભાવ પ્રકાશે” આપણા આત્માને ઊંચકેટીમાં લઈ જવાની ભાવના હોય તે ગીતાર્થ પુર્વાચાએ પિતાના અપૂર્વ જ્ઞાનના અભ્યારાના અનુભવનો જે ઉપદેશ આપણને આપી
For Private And Personal Use Only