Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમયને સદુપયેગ. ૨૮૭ - હવે પ્રશ્ન એ રહ્યો કે કયા ઉપાયથી અમૂલ્ય વખત વ્યર્થ જવા ન પામે ? તેના જવાબમાં એટલું જ કહેવું પડશે કે જે મનુષ્યના પ્રત્યેક કાર્ય માટે સમય અને પ્રત્યેક સમય માટે કાર્ય ” નિમિત રહે છે તેની એક ક્ષણ પણ વ્યર્થ જવા પામતી નથી. આ વાત કહેવા સાંભળવામાં જેટલી સરલતા છે તેટલી અથવા તેથી અધિક કઠિનતા તે પ્રમાણે કરવામાં રહેલી છે. ઘણા લોકેથી આ નિયમિતતાને પાઠ શીખવાનું બની શકતું નથી. એ પાઠ કઠિન છે, પરંતુ સમયના સદુપયોગને આધાર કેવળ એ તત્વપજ રહેલો છે. એટલા માટે હજારે મુશ્કેલીઓ અથવા બાધાઓ આવી પડે તો પણ એ પાઠ અવશ્ય ભણવો પડશે. મારા એકજ કાર્ય કરે, પરંતુ તે તેના ઉચિત અને નિયમ સમયે કરવાની ટેવ રાખે. જે મનુષ્ય નિયત સમયે સર્વ કાર્યો કરવાની ટેવ રાખે છે તેને માટે સદાચારી બનવાની અધિક સંભાવના રહે છે, એ મનુષ્ય પોતાની પ્રતિજ્ઞાને કદી પણ ભંગ કરતું નથી. નિયત સમયે કાર્ય કરનાર મનુષ્યને હમેશાં સુખ-શાંતિ મળે છે, એટલા માટે પ્રત્યેક સમય માટે કાંઈ ને કાંઈ ઉપગી કાર્ય નિયત કરી રાખે. જ્યારે તમારા ચોવીસ કલાક યથાક્રમ વ્યતીત થશે ત્યારે તમારા મનને ખરાબ વાતે તરફ દેડવાને અવસર મળશે નહિ, તેમજ તમારે દુઃખિત અથવા લજિજત થવું પડે એવાં કાર્યો કરવા સમય મળશે નહિ. પરંતુ એક વાત છે; તમારે સમયની સારી રીતે વહેંચણી કરવી પડશે. તેની વ્યવસ્થા પૂર્ણ અને સમુચિત રીતે કરવી પડશે. વેગથી ફરનારૂં ચક્ર એક મહાન યંત્રને ચલાવી શકે છે, પરંતુ તે ચક્રમાં જરા પણ તુટી પડે છે તે તે ચક્ર તેમજ યંત્ર તદ્દન નિરૂપયેગી થઈ પડે છે. એવી જ રીતે નિયત સમયે કાર્ય કરનાર માણસ જે એક પણ મિનિટ વ્યર્થ ગુમાવે છે, તેના આખાં કાર્યરૂપી યંત્રને ક્રમ તદન બગડી જાય છે. મનુષ્યના સુખદુ:ખનું કારણ એનું મન છે એ વાત સત્ય છે. આપણું મસ્તિષ્કને સ્વાભાવિક ધર્મ છે કે કોઈને કોઈ કાર્ય કરતાં રહેવું. આપણા ઉપર કેવળ એટલુંજ નિર્ભર છે કે આપણા મનને સદ્વિચારે કે અસદ્વિચારે તરફ દોડાવવું. જે બાજુની લગામ ઢીલી મૂકવામાં આવે છે તે તરફ એ મનરૂપી ઘોડે કે છે. આપણાં શરીર–રક્ષણની ખાતર તેને સારા માર્ગે ચલાવવું એ આપણું કામ છે, ઘણે ભાગે અવકાશના સમયમાં અનેક માનસિક વિકારે ઉસન્ન થયાં કરે છે, એટલા માટે તે સમયને પણ કઈ રીતે ઉપયોગમાં લેવા જોઈએ, એ સમયમાં આપણે ચાહીએ તે કઇ સન્મિત્રની મુલાકાત લઈ શકીએ છીએ, કોઈ મનોરંજક રમત ગમત કરી શકીએ છીએ, કઈ પ્રાકૃતિક દશ્યનું સુખ અનુભવી શકીએ છીએ, કે ઉપયોગી પુસ્તક વાંચી શકીએ છીએ અથવા કુર્તિ અને સ્વાસ્ય જનક કોઈ શારીરિક કાર્ય પણ કરી શકીએ છીએ. પ્રાયઃ જોવામાં આવે છે કે એવા સમયમાં For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30