Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 3
________________ અથવા તે જ રસોઈ થતું કે આગા ય ' પુરવચન વિ. સં. ૨૦૩૨ ની સાલના શેષકાળમાં અમદાવાદમાં છે. પ્ર. સંસ્કૃતિભવનમાં લાલબાગ ચાર માસ સુધી લગભગ એકસે વીસ પસંદગી કરાએલા યુવાન સમક્ષ અષ્ટાફ્રિકા-વ્યાખ્યાના આધારે જે વાચનાઓ થઈ તેને આ ગ્રન્થમાં અક્ષરદેહ આપવામાં આવે છે. જ્યાં પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવતે ચાતુર્માસ ન હોય ત્યાં આ ગ્રન્થનું વાંચન ઉચિત રીતે ગૃહસ્થ કરી શકે. બેશક. વ્યાખ્યાનકારની અદાથી સામે બેસવાને બદલે સહુની સાથે બેસવું જોઈએ, સામાયિક લઈને બેસવું જોઈએ અને તમામ પ્રકારના ઔચિત્યના પાલક બનવું જોઈએ. કદાચ સવારના ત્રણ જ પ્રવચનમાં પૂર્ણ કરવામાં આ ગ્રન્થનું કદ ડુંક મોટું પડી જવાનો સંભવ છે, પરંતુ આ ત્રણ દિવસમાં સવારની જેમ બપોરે પણ વાંચન કરાય તે આ આખે કે અન્ય ત્રણ દિવસમાં છ કટકે જરૂર પૂરો કરી શકાશે. વિશ્વકલ્યાણુકર પ્રભુ—શાસનના મહાસત્યમય પદાર્થો જગના જીવમાં સજજડ રીતે બેસાડી દેવાની એક માત્ર શુભ લાગણીને કારણે ક્યાંક નવા દષ્ટાન્ત કે તકે આપવાને લાભ હું કાબૂમાં રાખી શકયો નથી. તેમાં કયાંય પણ જિનમતિ વિરૂદ્ધ નિરૂપણ થયું હોય તે તેનું અંતઃકરણથી “મિચ્છામિ દુક્કડ' માગું છું.. વિદ્યાશાળા વિ. સં. ૨૦૩૨, ચૈત્રી પૂર્ણિમા. ગુરુપાદ્રપદ્રરેણુ મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી [૩]

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 172