________________
1
5
sastadastasadaske dastedastes deste destesbadedastasesbestosedaseste deste stedestestes de dades
desses de dadosados de deceslasastadestas
ઉપરાઉપર ત્રણ ચૌમુખજી બાંધ્યા છે નાગડા વંશમાં થયેલા શેઠ મુંજા શાહે નગર પારકરમાં પાર્શ્વનાથ પ્રભુનું વિશાળ જિનાલય બંધાવ્યું. આ વંશમાં “ચેરવાડીઆ” નામક ગેત્ર પણ થયેલું છે. “ચોરવાડીઆ’ અચલગચ્છીય શ્રાવકે હતા. તેઓ પછીથી પ્રભાસપાટણમાં આવી વસ્યા હતા, અને ઉદ્દેશીને પરિવાર કરછમાં આવી વસ્યો હતે. શ્રી જયસિંહસૂરિ અચલ રહ્યા, માટે ગચ્છનું નામ “અચલગચ્છ :
એક વાર કઈ પરગચ્છના ઈર્ષાળુ શ્રાવકએ રાજા કુમારપાળના કાન ભંભેર્યા : “આપણે ભાદરવા સુદ ૪ ના દિવસે સાંવત્સરિક પર્વનું આરાધન કરીએ છીએ પરંતુ આપણું નગરમાં કેટલાક સાધુએ એવા છે કે, જેઓ ભાદરવા સુદ ૫ ના દિવસે સાંવત્સરિક પર્વ આરાધે છે. આ ધર્મભેદ આ નગરમાં શોભે નહીં.” રાજાએ લાંબો વિચ ર કર્યા વિના તરત જ આદેશ કર્યો : “ભા. સુ ૫ ને દિવસે સાંવત્સરિક પર્વની આરાધના કરનાર સાધુઓ આ નગરમાંથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા જાય.”
રાજાનો આ સંદેશે મળતાં પાંચમના દિને સંવત્સરી કરનાર જુદા જુદા ગચ્છના સાધુઓ ત્યાંથી વિહાર કરી ગયા. આ વખતે શ્રી જયસિંહસૂરિ પણ પાટણમાં બિરાજમાન હતા. સૂરિજીએ એક શ્રદ્ધાળુ શ્રાવક દ્વારા રાજાને પુછાવ્યું : “અમારા ગુરુ પાંચમના દિવસે સંવત્સરી કરી આરાધના કરે છે. હાલમાં તેઓ વ્યાખ્યાનમાં આવશ્યક સૂત્રના પ્રથમ નવકારમંત્રનું વિવેચન કરી રહ્યા છે. તે સંપૂર્ણ કરીને જાય કે અપૂર્ણ મૂકીને જાય ? ” આ સંદેશથી રાજા સમજી ગયા કે શ્રી સિંહસૂરિ ગીતાર્થ છે અને મહાવાદી છે. કેવળ નવકારમંત્રનું વિવેચન પણ તેઓ બાર વર્ષે પણ પૂરું નહીં કરે. આમ વિચારી તે ઉપાશ્રયે ગયો અને જયસિંહસૂરિ પાસે તેણે ક્ષમા યાચી. આ પ્રસંગે શ્રી જયસિંહસૂરિ પિતાની સમાચારીમાંથી ચલિત ન થયા, પણ અચલ જ રહ્યા. આથી તેઓને પરિવાર “અચલગચ્છ' ના નામે પ્રસિદ્ધ થયો. આ ઘટના વિ. સં. ૧૨૨૮ લગભગમાં બની હતી.
શ્રાવક શ્રી ભીમશી માણેકે “પ્રતિક્રમણ સૂત્રમાં “ગુરુપટાવલી' છપાવી છે. તેમાં પૃ. ૫૦૬ માં આ આ પ્રસંગ આ પ્રમાણે છે :
• .. એવા અતિશયવાન શ્રી સિંહસૂરિ થયા. તે તિડાંથી વિહાર કરી ફરી પણ કાલાંતરે પીરાણ પાટણે આવી ચોમાસું રહ્યા. તિહાં હેમાચાય કુમારપાલને પ્રતિબોધ્યો છે. તેથી કુમારપાલ રાજાને કહ્યું કે તમારા દેશમાં શ્રી જિનધર્મને વિષે બે માર્ગ મ્યા હોય ? જે માટે કેટલાક સાધુ તે થનું પંજેસણુ અને ચૌદશની પાખી માને અને કેટલાક સાધુ પંચમીની સંવત્સરી અને પૂનમે તથા અમાવાસ્યાની પાખી માને; માટે જે ચોથ-ચૌદશ ન માને તેને પાટણમાંથી કાઢવા જોઈએ. તે વારે રાજયે પણ તેમ જ સર્વ ઉપાસરે કહેવરાવી કહ્યું. તે વારે જે જે ગરછવાલા પાંચમ ને પૂનમ માનતા હતા તે સર્વ ગચ્છોના સાધુએ ચાલી નીકળ્યા. પણ જેણે ચોથ-ચૌ શ મ
શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ છે
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org