________________
શ્રી જયશેખરસૂરિજી કૃત | દ્વિતીય નેમિનાથ ફાગુ’ – ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા M. A; Ph. D.
[ સં. ૧૪૬૨માં પ્રબોધ ચિંતામણિ” નામે રૂપક ગ્રંથિ સંસ્કૃતમાં રચનાર અને ત્યારપછી તેની રૂપરેખામાં જૂજ ફેરફાર કરીને “ત્રિભુવન દીપક પ્રબંધ' નામે ઉત્તમ ગુજરાતી કાવ્ય રચનાર જયશેખરસૂર પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના જૈન કવિ તરીકે પ્રસિદ્ધ છે. ‘એ કાવ્યના બંધની સરળતા, વાણીને પ્રસાદ અને કવિતાની ધમક જોતાં સુરીશ્વરે બીજાં ગુજરાતની કાવ્યો રચ્યાં હોવાં જોઈએ.’ એવું શ્રી કેશવલાલ ધ્રુવે ચાળીસેક વર્ષ પહેલાં કરેલું અનુમાન સાચું પડ્યું છે. (જુઓ. “પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય.” પ્રસ્તાવના પૃ. ૨૩ )
જિણિ જગિ જીતઉ શમરસિ, અમર શિરોમણિ કામ;
વિલસઈ સિદ્ધ સયંબર, સંવર ગુણિ અભિરામુ. એ પંક્તિઓથી શરૂ થતી શ્રી જયશેખરસૂરિ કૃત એક નેમિનાથ ફાગુ' તાજેતરમાં “ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ “ગુર્જર રાસાવલિ'માં છપાયો છે. ત્યાર પછી ચાણસ્માના જ્ઞાન ભંડાર માંથી જયશેખરસૂરિ કૃત વિવિધ ગુજરાતી રચનાઓની ૨૧ પત્રની એક હસ્તલિખિત પોથી પૂ. પં. રમણીકવિજયજીના સૌજન્યથી મળી છે, એનાં પત્ર ૧૭-૧૮ ઉપર જયશેખરસૂરિને આ બીજો “નેમિનાથ કાગ' લખાયેલું છે. અર્થાત કણપીય જયસિંહરિની જેમ જયશેખરસૂરિજીએ બે નેમિનાથ ફાગ રમ્યા છે, પણ જયસિંહસૂરિના બે ફાગુ વિભિન્ન પ્રકારના છંબંધમાં છે. જયશેખરસૂરિને પહેલે ફાગ સાધંત આંતર યમકવાળા દુહામાં છે, જયારે બીજા ફાગની પહેલી ૨૪ કડી આંતર ચમકવાળા દુહામાં છે. પંરતુ બાકીના કાવ્યને બંધ અનુકમે એક દુહો અને ત્રણ કે ચાર રોળા છંદની બનેલી કુલ ૬ ‘ભાસ” નો છે. ચાણમાની હસ્તપ્રત પુપિકાઓમાં ‘જિણિ જગિ જીતઉથી આરંભાતા પહેલા ફાગુને “નેમિનાથ ફાગ' કડ્યો છે, જયારે બીજા કાણુને “ શ્રી નેમિનાથસ્ય ફાગુ બંધન સ્તુતિ :' એ નિદેશ કર્યો છે.
આ હસ્તપ્રતમાંની જયશેખરસુરિ કૃત વિવિધ પ્રકીર્ણ કૃતિઓમાંથી કોઈમાં રચના વર્ષ નથી. એક ય કતિની પુપિકામાં નકલ કર્યાનું વર્ષ નથી, પણ લિપિ અને ભાષા જોતાં વિક્રમના પંદરમા શતકથી અર્વાચીન આ પ્રત નથી.
ચાણસ્માની હસ્તપ્રતને આધારે પ્રસ્તુત દ્વિતીય નેમિનાથ ફાગુ' ને પાઠ અહીં આપ્યો છે.
મૂળ હસ્તપ્રતમાં કડી ૩૫, ૩૬ અને ૩૭ ખંડિત અને અવ્યવસ્થિત છે. કડી ૩૫ નું બીજુ ચરણ પડી ગયું છે. કડી ૩૬ ને બીજા ચરણને ઉત્તરાર્ધ અને ચોથું ચરણ નથી. ૩૭ મી કડીના પહેલા ચરણને પૂર્વાર્ધ અને આખું યે બીજુ ચરણ નથી. ખૂટતાં અંશે ઉમેરવા માટેના સૂચક ચિહ્ન હસ્તપ્રતમાં છે, પણ હાંસિયામાં કયાંય એ ખૂટતા અંશે લખેલા નથી. ]
આ ગ્રઆર્ય ક યાણlોતમ સ્મૃતિરાંથી કઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org