Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 1146
________________ નવેસરથી બંધાવવામાં આવેલ. આ જિનાલયને જીર્ણોદ્ધાર તથા અઠ્ઠાઈ મહેત્સવ શેઠ શ્રી મુલજી જીવરાજ લોડાયાના સહકારથી થયું. વાલગિરિ ? આ સ્થળ કુમઠાથી પાંચ માઈલ પર આવેલ છે. ૬૫ વરસ પહેલા કમઠા તથા મુંબઈના ક. દ. ઓ. જ્ઞાતિજનોએ આ સ્થળે શાંતિનાથ પ્રભજીનું શિખર બંધ જિનાલય બંધાવેલ. પ્રતિમાજી સંમતિ રાજાના વખતના છે. અહીં ખૂબજ શાંત વાતાવરણ છે. ઘુગુર : કુમઠાથી આઠ માઈલ પર આવેલ છે. ખાના ખેતરોની વચ્ચેથી માગ છે. અહીં સુંદર સ્થળ પર શ્રી આદીશ્વર પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજી સંમતિ રાજાના સમયના છે. આ ત્રણે દેરાસરીની વહીવટ શ્રી અનંતનાથજી દેરાસર ટ્રસ્ટ હરતક છે. અલપાઈ: સં. ૧૯૬૦ માં કચ્છ માંડવીના અચલગચ્છીય શ્રેષ્ઠિશ્રી મલચંદ પાનાચંદ પદમશી એ ઉપાશ્રય હોલ સહિત જિનાલય અર્પણ કરેલ છે. સં. ૧૯૮૫ માં નરશી નાથા ચે. ટસ્ટ પાસેથી વગર નકરે શ્રી વાસુપૂજ્ય સ્વામી વિ. ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. સ. જતીન છેડા પરિશિષ્ટ-૧૩ શ્રી આ. ૨. જૈન ત. વિદ્યાપીઠ સંચાલિત પૂ. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્ર અને શ્રી આયંરક્ષિત જૈન યુવક પરિષદ ની આછી ઝલક સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્રના ગે જ અનંતાનંત આત્માઓ સર્વ દુઃખ અને સર્વ કર્મોથી મુકત બની મેક્ષ મંદિરમાં શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરી શકાય છે. આવી પવિત્ર શ્રદ્ધાના યોગે યુગ પ્રભાવક અચલગચ્છાધિપતિ પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સાહેબ કચ્છી જૈન સમાજમાં પરમતારક શ્રી જિનશાસન અને તેના પવિત્ર સિદ્ધાંતે તરફની શ્રદ્ધામાં વધતી જતી ઉણપતા જોઈ સતત ચિંતીત રહેવા લાગ્યા પોતે જે શાસનના અણગાર છે જે સમાજના ધર્મનેતા છે...અને જે ગચ્છના નાયક છે. તે જૈન શાસન, કરછી સમાજ અને અચલગચ્છના અનુયાયીઓના હૃદયમાં ધમને ધબકત જવા પૂજ્યશ્રી સતત પુરૂષાર્થ કરતા રહ્યા. જેના ફળ સ્વરૂપે પૂ. અચલગચ્છાધિપતિશ્રી એ કચ્છની અવની પર બાળકે માટે શ્રી આરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ તથા બાલિકાએ વિધવા અને ત્યકતા બ્લેને માટે શ્રી કલ્યાણ ગૌતમ–નીતિ જૈન તત્વજ્ઞાન શ્રાવિકા વિદ્યાપીઠની અનુક્રમે સં. ૨૦૧૭, સં. ૨૦૩૦ માં સ્થાપના કરી. આ બન્ને જ્ઞાનગંગોત્રીઓ દ્વારા સમાજ અને ગછની ખરેખર રોનક બદલાઈ ગઈ. આ વિદ્યાપીઠમાંથી સમ્યગ જ્ઞાન લઈ અનેક શાસન પ્રભાવક મુનિરાજે, સાવીઓ, ધમનિષ્ઠ યુવાનો શ્રાવકો અને આદર્શ શ્રાવિકાઓ વિ. ધર્માત્માઓ તૈયાર થયા. આ વિદ્યાપીઠ સંસ્થા દ્વારા દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્ર, મી આયરક્ષિત જૈન યુવક પરિષદ, શ્રી આયુરક્ષિત સમયથી જૈન કન્યા પરિષદ, દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્ર અને શ્રી અચલગચ્છ જૈન ધાર્મિક શિક્ષણ એજ્યુકેશન બોર્ડ વિગેરે વિવિધ સાંસ્કૃતિક ઉત્થાનની પ્રવૃતિઓનું સંચાલન થાય છે. અહીં અમે જ્ઞાનસત્રો અને યુવક પરિષદની કેટલીક પ્રવૃતિઓને ઉલ્લેખ કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160