Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

Previous | Next

Page 1150
________________ પરિશિષ્ટ નં. ૧૪ - સંકલન; મુનિશ્રી સૂર્યોદયસાગરજી કેટલીક સંસ્થાઓને પરિચય (૧) શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતાંબર જૈન સંઘઃ- આ સંસ્થા અખિલ ભારતના અચલગચ્છ જૈન સમાજ અને તેના અનુયાયીઓ શ્રાવકશ્રાવિકારૂપ સંધની પ્રતિનિધિ સંસ્થા છે. અચલગચ્છાધિપતિ ૫. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી તેઓશ્રીની અધ્યક્ષતામાં શ્રી અચલગચ્છ ઉત્કર્ષ સાધક સમિતિના ઉપક્રમે સં. ૨૦૨૪ માં ભદ્રેશ્વર મહાતીર્થના પટાંગણમાં શ્રી ચતુવિધ સંધનું સર્વ પ્રથમ અધિવેશન ભરાયેલ. ત્યારે આ સંરથાની સ્થાપના કરવામાં આવેલ. આ સંસ્થાના શ્રાવક-શ્રાવિકા સંઘના પ્રમુખ તરીકે કરછ વરાડીઆના શ્રેષ્ઠિ શ્રી નારાણજી સામજી મોમાયાને નિયુક્ત કરવામાં આવેલા. દરમ્યાન સંધના ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ. પૂ. અચલગચ્છાધિપતિશ્રી મુંબઈ પધારતાં તેઓશ્રીની અધ્યક્ષતામાં ચતુવિધ સંધનું દ્વિતીય અધિવેશન મુંબઈ દેસ મેદાન મધે ભરાયું. તે વખતે આ સંસ્થાના શ્રાવક-શ્રાવિકા સંઘના પ્રમુખ તરીકે સંઘરત્ન શ્રેષ્ઠિ શ્રી વિશનજી લખમશી સાવલા કરછ દગપરવાલાની નિયુક્ત કરવામાં આવેલ છે. તાજેતરમાં આ સંસ્થા તરફથી નીચે મુજબની શુભ પ્રવૃત્તિઓ પ્રારંભવામાં આવેલ છે. (૧) અચલગચ્છ ધાર્મિક પાઠયક્રમ શ્રેણ, (૨) સમૂહ વરસીતપ પારણું મહોત્સવ, (૩) ધાર્મિક-સાધર્મિક ઉત્કર્ષ ફંડ પેટી જના, (૪) સાધર્મિક–તબીબી રાહત હોમીઓપેથી દવાખાના, (૫) દીક્ષા મહોત્સવ અને દીક્ષાર્થીઓનું બહુમાન (૬) પૂ. અચલગચ્છાધિપતિશ્રીને ૬૮ વરસ થતાં ૬૮ માસ ધાર્મિક ઉત્કર્ષ ફંડ, (૭) સાધુ-સાધ્વી શિક્ષણ ફંડ, (૮) સંસ્થાનું સ્વતંત્ર–નૂતન ઓફિસ મકાન, (૯) ધાર્મિક સૂત્ર ઈનામી યોજના, (૧) પૂ. અચલગચ્છાધિપતિશ્રીને સૂરિપદ રજત મહામહોત્સવ, (૧૧) પ્રાચીન સાહિત્ય પ્રાપ્તિ, (૧૨) નૂતન ગ્રંથ પ્રકાશન (૧૩) શત્રુંજય તીર્થના મૂળનાયકની ટુંકમાં પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ ચરણે પાદુકા ગુરૂમંદિરને જીર્ણોદ્ધાર, (૧૪) ભદ્રેશ્વર તીર્થની ભમતીમાં કલ્યાણસાગરસૂરિ ગુરૂમંદિરનો જીર્ણોદ્ધાર, (૧૫) અચલગચ્છ પૂજા તાલીમ હરીફાઈ, આ સંસ્થા તરફથી અન્ય નીચે મુજબની પ્રવૃત્તિઓ ચાલુ છે, (૧૬) અચલગચ્છીય તિથિ પત્રિકા પ્રકાશન, (૧૭) સં. ૨૦૩૦ થી વીતરાગ સંદેશ માસિકનું પ્રકાશન (૧૮) ૫. સાધુ-સાધ્વીજીઓની યથાયોગ્ય હૈયાવચ્ચ અને તેના દવાઆદિ ખચને લાભ, (૧૯) અચલગરછ કલ્યાણ કેન્દ્ર દ્વારા દુષ્કાળ દરમ્યાન માનવ રાહત, (૨૦) વિદ્યાપીઠના સંસ્કૃતના ઉચ્ચ અભ્યાસીઓને સ્કોલરશીપ, (૨૧) સાધર્મિક રહેઠાણ યોજના, (૨૧) પાવાગઢમાં તીર્થ–ઉપાશ્રય-ધર્મશાળાની વિચારણા. (૨) શ્રી યશોધનવર્ધમાન બહુતેર જિનાલય કસ્ટ: યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ પ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી કચ્છ માંડવી તાલુકાના કોડાય તલવાણાના ભૂજ હાઈવે પર શ્રી શત્રુંજયાવતાર આદીશ્વર બહુતેર જિનાલય મહાતીર્થનું નિર્માણ થનાર છે. સં. ૨૦૩૯ ના કા. વદ ૫ ના આ તીર્થની ભૂમિ પર મંગલ ખાતમુહૂર્ત વિ. થયેલ છે. અનેક ધર્મપ્રેમી ઉદારદીલ શ્રાવકે સુંદર લાભ લઈ રહ્યા છે. (૩) શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) પૂ. અચલગચ્છાધિપતિશ્રીના આશીવાથી અને પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની પ્રેરણાથી પરમાત્મા શ્રી મહાવીરદેવની ૨૫૦૦ મી નિર્વાણુ સંવત્સરી તથા પૂ. ગુરૂદેવોની સ્મૃતિ નિમિતે પ્રાચીન અર્વાચીન સાહિત્યના પ્રકાશન, સંરક્ષણ અને ઉધરણના પવિત્ર ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160