Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

Previous | Next

Page 1132
________________ ૧૩૦ મંડાહ, ૧૩૧ આબુ, ૧૩૨ બિકિરાણ, ૧૩૩ ઇડરગઢ, ૧૩૪ વીસલનગર, ૧૩૫ અણહિપુર પાટણ, ૧૩૬ સ્મહદિ, ૧૩૭ લાલપુર, ૧૩૮ સિદ્ધપુર, ૧૩૯ મહેસાણા, ૧૪૦ ગટાણા, ૧૪૧, વીરમગામ, ૧૪૨ શંખેશ્વર, ૧૪૩, માંડલ, ૧૪૪ અધાર, ૧૪૫ પાટડી, ૧૪૬ બજાણું, ૧૪૭ લેલાડ, ૧૪૮ ધોળકા, ૧૪૯ ધંધુકા ૧૫૦ વીરપુર, ૧૫૧ અમદાવાદ, ૧૫ર તારાપુર, ૧૫૩ માતર, ૧૫૪ વડોદરા, ૧૫૫ બમરિ, ૧૫૬ હાંસુર, ૧૫૭ સૂરત, ૧૫૮ બુરહાનપુર, ૧૫૯ જાલણ, ૧૬૦ કડી, ૧૬૧ બીજાપુર, ૧૬૨ ખડકી, ૧૬૩ માંડવગઢ, ૧૬૪ દીવનગર, ૧૬૫ ઘેધા, ૧૬૬ સરવા, ૧૬૭ પાલીતાણા, ૧૬૮ જૂનાગઢ, ૧૬૯ દેવકાપાટણ, ૧૭૦ ઊના, ૧૭૧ દેલવાડા, ૧૭૨ માંગરોળ, ૧૭૩ કૃતિ આણું, ૧૭૪ રાણાવાવ, ૧૭૫ પુર–રિબંદર, ૧૭૬ મીંઆણુ, ૧૭૬ ભાણવડ, ૧૭૮ રાણપર, ૧૭૯ ભણગર, ૧૮• ખંભાલિયા, ૧૮૧ વીસોત્તરી, ૧૮૨ માંઢા, ૧૮૩ ઝાંખરેિ ૧૮૪ છીકારી, ૧૮૫ મહિમાણે, ૧૮૬ હાલીહર, ૧૮૭ ઉસવીર, ૧૮૮ તસૂએ, ૧૮૯ ગઢકાને, ૧૯૦ તીકાવાહ, ૧૯૧ કાલાવડ, ૧૯૨ મજૂઆ, ૧૯૩ હીણમતી, ૧૯૪ ભણસારણિ. - આમાં કેટલાક સ્થળોના નામ વાચકને નવા લાગે પણ એ ભારતના વિવિધ દેશોના ગામ-શહેરેના નામે છે. નગરપારકર વિ. સિંધ પ્રદેશના નામે પણ ઉપરોક્ત નંધમાં છે. મારવાડ અને મેવાડમાં અચલગચ્છને કેવો પ્રભાવ હતો તે જાણવા આ જ સ્મૃતિ ગ્રંથના હિન્દી વિભાગમાં (પૃ. ૫૩) પ્રકાશિત “અંચલગચ્છ દ્વારા મેવાડ રાજ્યમેં જેને ધમકા ઉત્કષ” આ લેખ ખાસ વાંચવા જેવું છે. એક વખત અચલગરછને ચોમેર અપૂવ પ્રભાવ હતો. પણ લગભગ ૧૮ મી સદીથી વીસમી સદીના પૂર્વાધ સુધીમાં એટલે ૨૦૦ થી ૨૫ વરસના સમયમાં આ ગરછનો કેન્દ્રસ્થાન કરછ (ગુજરાત રાજ્યને એક ભામ) જ રહ્યો. જે પ્રદેશમાં આ મરછનો ઉદય થયેલ ત્યાં માત્ર પ્રાચીન શિલાલેખો વિ. જ રહ્યા. જે ગુજરાતભરમાં આ ગછનો પ્રભાવ હતો ત્યાં પણ માંડલ જામનગરને બાદ કરતાં કાલક્રમે મર્યાદિત થત ઓસરવા લાગ્યો. ગુજરાતના પ્રત્યેક શહેર અને ગામોમાં પણ ગુજરાતી અચલગચ્છીય અનુયાયીઓની ખૂબ જ વસ્તી હતી. કચ્છના કંઠી અને વાગડ પ્રદેશમાં પણ અચલગચ્છના ત્યાગી સાધુ-સાધ્વી વર્ગના વિહારદિના અભાવે સ્થાનકવાસી આદિ સાધુ-સાધ્વીજીઓના વિહાર અને ચાતુર્માસ વિગેરેથી અચલગરછની વિસ્મૃતિ થતી આવી. કચ્છના કંઠી-વાગડ વિ. પ્રદેશમાં દેઢીષા, ગાલા, સાવલા, નીશર વિ. અનેક એડકેવાળા શ્રાવકે મૂળ અચલગરના હતા. મારવાડ રાજસ્થાન માં પણ અચલગચ્છના ત્યાગી સાધુ-સાધ્વીઓના વિહાર ના અભાવે ત્યાંના અનુયાયીઓ સ્થાનકવાસી અને તેરાપંથી બની ગયા. કચ્છમાં અચલગરછની અનેક પિશાળા હતી. પણ તેના માલિક ગોરજીઓ, યતિઓ એક જ સ્થળે રહી મંત્ર, તંત્ર, ઔષધ, જોતિષ વિગેરે દ્વારા પિતાની આજીવિકા ચલાવવા લાગ્યા. આ શિથીલાચારાના યોગે અચલગચ્છના આધ્યાત્મિક વિકાસને જબર ફટકો લાગ્યો. રાજસ્થાન કેશરી, અચલગચ્છાધિપતિ પૂ. દાદા શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સાહેબ તિરછ–પણાનો ત્યાગ કરી ક્રિયા કરી નાશ પામતા અચલગચ્છને બચાવી લીધો. પિતે તપ-ત્યાગના કઠોર માગે ચાલી શુન્યમાંથી સેંકડો સાધુ–સાવીને દીક્ષા આપી અચલગચ્છના અનુયાયી માં આધ્યાત્મિકતાને પણ સંચાર કર્યો. તેના પ્રતાપી પટ્ટધર અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સાહેબે પણ પિતાના ગ૭, ગુરૂના ગૌરવમાં ચાર ચાંદ લગાવ્યા છે. અવિરત શ્રમ કરી ગરછનો વિસ્તાર કર્યો છે. વિદ્યાપીઠ દ્વારા ગરછના બાળકામાં ધર્મના સંસ્કાર રેલાવ્યા. તપ-ત્યાગ અને સાહિત્ય સર્જન દ્વારા સાધુ-સાધ્વી સમુદાયમાં શાસન નિછા પ્રગટાવી છે. તેમજ કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મુંબઈમાં ઉગ્ર વિહારે અને ચાતુમસો કરવા દ્વારા અપૂર્વ શાસન પ્રભાવના કરી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1130 1131 1132 1133 1134 1135 1136 1137 1138 1139 1140 1141 1142 1143 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160