________________
L
3
5 Jesusbstostestostestadosos toshdoste dostatsbosbestodastestosteste stedosb dostostestostestostecostosos dados dadodestestostest osastosta sastostadostestestet
બાંધકામની આજ્ઞા આપી. આચાર્યદેવ ધમમૂર્તિસૂરિનું ચાતુર્માસ જામનગરમાં હોય અને તેમની પાસે મંગલ મુહૂત જેવડાવીને કામ શરૂ થાય, તે અત્યંત મંગલદાયી બને તેમ શું આશ્ચર્ય ? ઉત્તમ મુહૂતે કામને પ્રારંભ કરવામાં આવ્યો અને મુહૂતને દિન શહેરભરના તમામ લોકોએ અને શ્રાવકોએ ખૂબ ધામધૂમથી ઊજ.
વિ. સં. ૧૯૨૩ માં શ્રી તેજસિંહ શાહે આચાર્યદેવ શ્રી ધમમૂર્તિસૂરિને જામનગર ચાતુર્માસ કરવાની વિનંતી કરી. આચાર્ય મહારાજે વિનંતિ સ્વીકારી અને તે ચાતુર્માસ જામનગરમાં કરવા નકકી કર્યું.
પૂજ્ય આચાર્ય ભગવંત ધમમૂર્તિસૂરિ જ્યારે નવાનગરમાં (જામનગરમાં) પ્રવેશ કરવાના હતા, ત્યારે એ ભવ્ય અવસરને દિને નગરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. તેમને નગર પ્રવેશ એટલો ધામધૂમપૂર્વક કરાવવામાં આવ્યું હતું કે, જાણે કઈ ચક્રવર્તી રાજાધિરાજની પધરામણી ન થઈ હોય ?
આચાર્ય ભગવંતના આશીર્વાદથી વિ. સં. ૧૬૧૩ માં દહેરાસરના બાંધકામનો પ્રારંભ કરવામાં આવ્યું હતું. તે પૂર્ણ થયું વિ. સં. ૧૫૨૪ માં. આ જૈન દહેરાસરની પ્રતિષ્ઠા શેઠ શ્રી તેજસિંહના કરકમલે પોષ સુદિ આઠમ (૧૬૨૪) ના શુભ દિને થવા પામેલ હતી. આ દહેરાસર જેને આજે લેકે શ્રી શાંતિનાથજીના દહેરાસર તરીકે ઓળખે છે, તે દહેરાસર. આ દહેરાસરના બાંધકામમાં બે લાખ સુવર્ણમુદ્રાઓને ખચ કરવામાં આવ્યા હિતે. તે મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજી રહ્યા છે. એ શિખરબંધ જૈન દહેરાસરના પ્રતિષ્ઠા દિને બીજી એકાવન જિનપ્રતિમાઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી.
વિ. સં. ૧૬૪૪ માં તેજસિંહ શાહે ગુરુદેવના આશીર્વાદથી ( ત્યારે આચાર્યદેવ જામનગર ચાતુર્માસ કરવા તેમની વિનંતિથી પધારેલા હતા.) શત્રુંજય તીર્થનાં દર્શન લાભ સકળ સંઘને, પાંચ લાખ મુદ્રિકાઓ ખચી જાત્રાસંઘ કાઢીને આપેલો હતો.
વિ. સં. ૧૬૪૮ માં મોગલ બાદશાહ અકબરના સુબા ખાન આઝમે, મુજફરની વતી સૈન્ય લઈને નગર ઉપર ચડાઈ કરી હતી અને નગરને ભાંગ્યું હતું. આમાં તેણે નગરને, જામનગરને ખૂબખૂબ નુકસાન પહોંચાડયું. ખાન આઝમના લશ્કરના ત્રાસ અને ભયથી નગરના ઘણા બધા નાગરિકેને નગર છોડી હિજરત કરી ગયા. તેમાં તેજસિંહ શાહનો પણ સમાવેશ થતો હતો. તેજસિંહ શાહ કચ્છમાં આવેલા પોતાના ગામ માંડવીમાં પહોંચી ગયા. ત્યાં આગળ તેમને સમાચાર મળ્યા કે, મોગલ લશ્કરે તેમણે બંધાવેલા શ્રી શાંતિનાથ
રહી ન આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ મિલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org