________________
tells toystolleges....
.lovt. of•••••] »l»l
[s>si stoshool followsletsfessomses ofesleshootoshoul૨૪૫
ખુલ્લી મૂકી દીધી હતી. ત્રીજા પુત્ર તેજશી શાહ ઘણું પુણ્યવાન, રૂપવાન, અને તેજસ્વી હતા. તેઓને તેજલદે તથા વૈજલદે નામની બે પત્નીઓ હતી. પ્રથમ તેજલદેથી ચાંપશી નામનો પુત્ર થયે. બીજી વૈજલદે જે ઘણી ગુણવાન, મિઠ અને પતિપરાયણ હતી, તેની કુક્ષિથી સંવત ૧૬૨૪ ના માગશર વદી ૧૧ ના દિવસે શુભ લક્ષણયુક્ત પુત્રને જન્મ થયે. જ્યોતિષીઓએ તે પુત્રનું જન્મ લગ્ન જઈને કહ્યું: “આ બાળક જગતનો પાલનહાર થશે.” તે બાળકનું નામ રાજસી પાડવામાં આવ્યું. રાજસીને સજલદે નામની ગુણવાન પત્ની હતી. તે સજલદેથી રામ નામનો પુત્ર છે.”
રાજસી શાહનાં સુકૃત્યેની નોંધ ઉપરોક્ત “અંચલગચ્છ દિગ્દર્શનમાં પાન ૪ર૭ થી ૪૩૬ માં વિસ્તારથી આપેલી છે, તે વાંચકને જોઈ જવા મારી ભલામણ છે.
પૂજય કલ્યાણસાગરસૂરિજી માટે પણ આ ગ્રંથમાં ખૂબ વિસ્તારથી માહિતી આપેલી છે. અહીં તે આ પ્રતને ઉપયોગી વસ્તુઓની ટૂંક નોંધ આપવામાં આવી છે.
સંવત ૧૬૫ર માં રાયશી શાહની વિનંતિથી શ્રી કલ્યાણસાગરજી જામનગર પધાર્યાનો ઉલ્લેખ પણ આ ગ્રંથમાં છે. અને તે જ વરસમાં રાયસી શાહની વિનંતિથી જામનગરમાં ચાતુર્માસ કર્યું હતું અને તે ચાતુર્માસ દરમ્યાન જ સંવત ૧૬૫ર માં જ આ અદ્વિતીય કલાસમૃદ્ધિ વાળી સુવર્ણકારી કલ્પસૂત્રની હસ્તપ્રત પિતાના ભંડારમાંથી રાયસી શાહ તથા તેમના પુત્ર રામસિહે સન્માનપૂર્વક વહોરાવ્યાનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો જ છે.
ઉપર આપેલી માહિતી ઉપરથી અને ટૂંકમાં પ્રસંગે માત્રનો ઉલ્લેખ કરીને, શ્રી અંચલગચ્છીય જૈન શ્રમણ તથા જૈન શ્રેષ્ઠીઓનું હું ધ્યાન દોરવા માગું છું. આવી અમૂલ્ય કલાસમૃદ્ધિનું રસપાન કલારસિકોને કરાવવા માટે જે કટિબદ્ધ થશે, તે અંચલ ગચ્છીય યુગપુરુષ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી તથા દાનવીર રાયશી શાહનું નામ પણ જગતભરના કલારસિકમાં પ્રસિદ્ધ થશે.
આ હસ્તપ્રતનું પ્રથમ દર્શન અને હાલના સેવાભાવી વહીવટદાર શ્રીયુત નગીનદાસ સોમચંદ શાહની સહાનુભૂતિથી તા. ૨૮-૧૧-૧૯૭૩ ના રાતના ૯ થી ૧૧-૩૦ સુધી કરાવવામાં આવ્યું હતું. અને મુંબઈ બિરાજતા મુનિ શ્રી કલાપ્રભસાગરજીએ મને પત્ર લખીને આ પત્ર શ્રી રાયશી શાહે પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને વહોરાવ્યાને ઉલ્લેખ આ પ્રતમાં હોવાનો નિર્દેશ મને ઘાટકોપરથી ૧૯૭૭ ના નવેમ્બર માસમાં પત્ર દ્વારા કરવાથી, મેં જાતે જામનગર જઈને ફરીથી તા. ૧-૧૨-૧૯૭૭ ના આ કલાસમૃદ્ધિનાં દર્શન કર્યા અને આ ને તૈયાર કરી. આ માટે પૂજ્ય શ્રી કલાપ્રભસાગરજીનો આભાર માનું છું.
(૨) અંચલચ્છિીય શ્રી ધર્મ પ્રસૂરિજીએ વિ. સં. ૧૩૮૯ માં પ્રાકૃત ભાષામાં રચેલી
ચી શ્રી આર્ય કથાઘગૌતમસ્મૃતિગ્રંથ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org