Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 1116
________________ ૩૭ આપણા કરછી જૈન સમાજમાં ધાર્મિક જ્ઞાન સંપૂર્ણ ધરાવનારા બહુ ઓછા મળશે. તે બાકી રહેલા સ્થળેએ પર્વના દિવસોમાં ધાર્મિક આરાધના કેણ કરાવશે ? આ પ્રશ્નને હલ કરનાર છે આપણી વિદ્યાપીઠના છાત્રો. આ સંસ્થાના શાસ્ત્રી થયેલ વિદ્યાર્થીઓ ત્યાંનાં જૈન સંધના આમંત્રણને માન આપી ત્યાં જઈ સદર આરાધના કરાવે છે, તેથી ત્યાંના સંધના મળેલા સમાન પત્ર પણ સંસ્થાના ગૌરવને વધારનારા બને છે. આદ્ય વિદ્યાર્થીઓ પોતાના ઋણને આમ કાંઈક અદા કરે છે અને સાથોસાથ સંસ્થાને ચિર સ્થાયી કરવા ભંડોળ પણ સારે એ કરી આવે છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ કલકત્તા-તીરૂપુર-જબલપુર–ખંડવા–બાગલકેટ-ચીંચર– નાલાસોપારા વસઈ ઉપરાંત બૃહદ મુંબઈમાં કેટલાક રથળાએ તથા કચ્છમાં તેરા-સુજાપુર વાડીયા-લાલા–સાંયરા-વાંક ભીંસરા–પુનડી—ચનડી-તુંબડી–દેઢીયા—ખાડા-નાગ્રેચા–મથાળા-મંજલ વિગેરે સ્થળોએ પર્વની અંદર આરાધના કરાવવા જાય છે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ : આદ્ય વિદ્યાર્થીઓમાં સીતારા સમાન પ્રેમચંદ જગશી બૌઆ એ “કાવ્ય કુસુમાંજલી” રચી કવિ તરીકેની ગણના પ્રાપ્ત કરી છે. અને તેમના આકાશવાણી ” ભુજ કેન્દ્રથી રજુ થતા કચ્છી વાર્તાલાપે એ આ સંસ્થાની સરકારી હારે પણ શાન વધારી છે. તથા સંગીતકાર સમાજમાં કચ્છી જૈન યુવાન તરીકે પ્રથમ જ ચાંગડાઈના જાણીતા ધર્મપ્રેમી દીપક આર. ગાલા પણ આ સંસ્થાના આદ્ય વિદ્યાર્થી જ છે, તથા સંસ્કૃત સાહિત્ય રત્નનો અભ્યાસ કરી ત્યારબાદ વૈદકીય અભ્યાસ કરી ડોકટર બનેલા શાહ ભરત નાથાલાલ (માંડવીના) હાલે નળીયા (તા. અબડાસા) માં સફળ રીતે તબીબી રહે આગળ વધી રહ્યા છે તે પણ સંસ્થાને ગૌરવ પાત્ર બનેલ છે. સંસ્થામાં શાસ્ત્રી થયેલા વિદ્યાર્થીઓને સત્કારવા મુંબઈ મો (વસતા) રહેતા શાસ્ત્રીઓ માટે મુંબઈમાં અને કચ્છ મે વસતા શાસ્ત્રીઓનો કચ્છમાં સત્કાર સમારંભ યોજાયેલ. આ બને સમારંભોમાં પુષ્કળ માનવ મેદની એકત્રીત થયેલ. શાસ્ત્રી થયેલા વિદ્યાર્થીઓને યોગ્યતા માટેના પ્રમાણ પત્ર અને ગરમ સાલ પ્રોત્સાહન રૂપે અપાઈ હતી. આ સંસ્થાના છાત્રોએ એક પંચતિથી (અબડાસાની) છરી પાળાને નવ દિવસને ધાર્મિક યાત્રા પ્રવાસ ૧૯૭૧ના તા. ૨૦મી ઓકટોમ્બરમાં યોજાયેલ હતો. આ યત્રા પ્રવાસમાં મેરાઉ, લાયજા, દેઢીઆ, સાભરાઈ, હાલાપર, વઢ, ડુમરા, સાંધાણ, સુથરી, સાંયરા, કઠારા, વાંકુ, વાડાપધર, પરજાઉ, લાલા, જખૌ, નલીયા, તેરા આદિ ગામોનો સમાવેશ થતો હતો. અબડાસાના દરેક ગામના આગેવાનો છાત્રોનાં સુસંસ્કાર જોઈ હર્ષ વિભોર થતાં હતાં. આ આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિના પંથે પ્રયાણ કરતી જ રહી છે. આ સંસ્થા એના વીસેક વર્ષ સુધીના સમયમાં પૂર્ણ વિકાસ સાધતી જ રહી છે. નાગલપુર ખાતે વિદ્યાપીઠ: હજી આ “શ્રી આય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ” સંસ્થા કેમ જલદી આગળ વધે ? કેમ સમાજને ઉપયોગી થાય ? એ અનુલક્ષીને મેરાઉમાં જગ્યાની સંકળાશ થવાના કારણે પ. પૂ. અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી અને સંસ્થાના કાર્યવાહકેએ આ સંસ્થાને નાગલપુર ખાતે ખસેડી. જે ભૂજ માંડવી હાઈવે રસ્તાથી થોડે દૂર ( ગાઉ અંદર) નાગલપુર ગામની નદીના કિનારા પર ભાટીયા ગુલાબસિંહ ચત્રભૂજની વાડી સંસ્થાએ રૂ. ૧,૮૫,૦૦૦ માં લઈને તા. ૧૦-૬-૧૯૭૪ ના સવારના આ સંસ્થાને ચાલું કરવા મકાનની ઉદ્ધાટન વિધિ સારી રીતે યોજાઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1114 1115 1116 1117 1118 1119 1120 1121 1122 1123 1124 1125 1126 1127 1128 1129 1130 1131 1132 1133 1134 1135 1136 1137 1138 1139 1140 1141 1142 1143 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160