________________
[૧૮] કાકા-કાકી ના કાકાહાહાહાહાહાહાહહહહહહક
વિષય : આ સમરણ એક પ્રકારનું કવય-કવચ સ્તોત્ર છે, અને એ કમલપ્રભસૂરિ કૃત “જિનપંજર સ્તોત્ર'નું સ્મરણ કરાવે છે. તેમાં સંસારી જીવના મસ્તકે રહેલા તીર્થકરે મસ્તકના રક્ષણકર્તા છે, એમ દર્શાવ્યું છે. સિદ્ધોના મુખને અંગેનું મુખપટ-મુખવસ્ત્ર, આચાર્યોને અંગની ઉત્તમ રક્ષા, ઉપાધ્યાયોને બંને હાથનું મજબૂત આયુધ અને સાધુઓને બને ચરણમાં શુભમોચક–પગરખાં કહ્યાં છે.
અનુવાદ : આ સ્મરણ ઉપર સંસ્કૃતમાં કોઈ વૃત્તિ રચાઈ જણાતી નથી, પણ એને ઈ. સ. ૧૯૦૫માં ગુજરાતી અનુવાદ થયો છે. અને તે શ્રાવક શ્રી ભીમસિંહ માણેકે બાકીનાં સ્મરણે અને ગુજરાતી અનુવાદની સાથે સાથે ઉપર્યુક્ત પુસ્તકમાં પ્રસિદ્ધ કર્યો છે.
- સંતુલન : જિનવલ્લભસૂરિએ “બૃહન્નમસ્કાર” રચે છે, તે અદ્યાપિ મારા જોવામાં આવ્યું નથી. એટલે પ્રસ્તુત સ્મરણ સાથે એને સંતુલનનું કાર્ય હાલ તરત તે બાકી રાખવું પડે છે.
[] અજિય સંતિ થય (અજિત શાંતિ સ્તવ) આ સ્મરણમાં પદ્યોની સંખ્યામાં એકવાકયતા નથી. “શ્રી વિધિપક્ષ (અચલ) ગચ્છીય શ્રાવક પંચ પ્રતિકમણ સૂત્ર (વિધિ સહિત)”માં ૪૬ પર છે. તેમાં શ્લેક ૪૩ થી ૪૬ તે સંસ્કૃતમાં છે. એ ખરી રીતે આ સ્મરણના નથી. વિશેષમાં ત્રણ પદ્યને “પ્રક્ષિપ્ત ગણાય છે. આ ત્રણ પદ્યોને ક્રમાંક ૩૮, ૩૯ અને ૪૨ છે. પદ્ય ૪૦ અને ૪૧ તપાગચ્છીય “અજિય સંતિ થયમાં નથી. અહીં એ ઉમેરીશ કે, મારા વર્ણનાત્મક સૂચિપત્ર · Descriptive Catalogue of the Government Collections of Manuscripts' (V ના XVIII, Part 4) માં પ્રસ્તુત કૃતિના પદ્યોની સંખ્યા ૩૯, ૪૦, ૪૨ અને ૪૪ એમ ભિન્ન ભિન્ન જોવાય છે.
વિશેષમાં, પૃ. ૩માં પદ્ય ૪૧-૪૨ છે. તે ઉપર્યુક્ત વિધિપક્ષીય પુસ્તકમાં ૪૦-૪૧ તરીકે જોવાય છે.
પ્રબોધ ટીકા” (ભાગ ૩, પૃ. ૪૩૪)માં એ ઉલ્લેખ છે કે, કેટલીક પ્રતિઓમાં ૪૫, ૪૬ કે ૪૮ ગાથાઓ છે. આ ગાથાઓ એમાં અપાઈ નથી. એટલે આવી પ્રતિઓમાં જે વધારાની ગાથાઓ હોય, તે અપાય, તો કયારે ક્યારે ગાથાઓ ઉમેરાઈ છે, તે નકકી કરવું સુગમ બને. ૧. આ પુસ્તક વિ. સં. ૨૦૨૨ માં પ્રસિદ્ધ થયું છે. ૨. શ્રાવક શ્રીભીમસિંહ માણેકના ઇ. સ. ૧૯૦૫ ના પ્રકાશનમાં જે ૪૬ પડ્યો છે, તે જ આ છે.
CODE એ શ્રઆર્ય કરયાણા ગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org