________________
[૯]
»<b>>>>>>>>>>>>>>>>>>>>>hhhhhhhhhhh;
૬૦. શ્રી માંડવગઢ તીના પ્રેરક શ્રી સિદ્ધાંતસાગરસૂરિ :
સેાનપાલના જન્મ:
અણુહિલપુર પાટણના એસવાળ સેાની જાવડ અને તેની પત્ની પૂરલદેના ઘરે સ ૧૫૦૬ માં સેાનપાલ પુત્રના જન્મ થયા હતા.
સં. ૧૫૧૨ માં સેાનપાલે શ્રી જયકેશરીસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી. તેઓ હવે મુનિ સિદ્ધાંતસાગરજી તરીકે પ્રસિદ્ધ થયા. અલ્પ સમયમાં તેએ સિદ્ધાંતસાગરાના ૫.રગામી બન્યા. તેએ ગણિપદ અને ઉપાધ્યાયપદથી અલંકૃત થયા હતા. સ, ૧૫૪૧ માં પેોષ સુદ ૮ ના દિવસે ગચ્છનાયક શ્રી જયકેશરીસૂરિ કાળધર્મ પામતાં એ જ વર્ષે ચતુવિ`ધ સંઘે ફાગણ સુદ ૫ ના દિવસે અમદાવાદમાં તેમને સૂરિપદ અને ગચ્છેશપદે અલંકૃત કર્યાં હતા. આ પ્રસ`ગે શ્રીમાલી હુ'સરાજે ભવ્ય મહાત્સવ કર્યાં હતા.
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ દ્વારા અચલગઢ તીમાં પ્રતિષ્ઠાદિ કાર્યો :
પડાઈયા મડલિક શ્રેષ્ઠીએ સ. ૧૫૪૮ ના વૈશાખ વદ ૧૦ ને દિવસે સાચારમાં શ્રી સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથ-બિ'બની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસ’ગે ઉક્ત શ્રેષ્ઠીએ અગિયાર હજાર પિરોજી ખર્ચી હતી. કાશ્યપગેાત્રીય શ્રેષ્ઠી લાલાએ સૂરિજીના ઉપદેશથી ભિન્નમાલથી શત્રુજય, ગિરનાર અને જીરાવલ્લા તીથ આદિના સંઘ કાઢયા હતા. આ શ્રેષ્ઠીએ આબુ તી પરના અચલગઢના ડુંગર પરના ચૌમુખમાં એ કાઉસગ્ગિયા કરાવી, ત્યાં પ્રતિષ્ઠા કરાવી હતી, જેમાં ખાવીશ હજાર રૂપિયા ખર્ચ્યા હતા.
શ્રી સિદ્ધાંતસાગરસૂરિએ પણ શાસન અને ગચ્છની ઉન્નતિ માટે શ્રી ચક્રેશ્વરી દેવીનુ. આરાધન કર્યું હતું, એવે ઉલેખ પ્રાચીન ગ્રંથામાંથી પ્રાપ્ત થાય છે. શ્રી માંડવગઢ તીર્થની સ્થાપના :
ચરિત્રનાયકશ્રી માંડવગઢ તરફ વિચર્યાં હતા. માંડવગઢમાં તેએશ્રીના ઉપદેશથી અચલગીય સેાની ગેત્રના વંશજોએ ૩૦ ઇંચ મેાટી ધાતુની શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા ઇત્યાદિ નિષિએ ભરાવ્યાં હતાં અને માંડવગઢના જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી હતી. માંડવગઢના મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુનાં પ્રતિમાજી ખૂબ જ ચમત્કારી છે. આ મૂર્તિ સ. ૧૮૯૮ માં ખાદકામ કરતાં ભીલ લેાકેાને મળી આવી હતી. મૂર્તિને ધાર લઈ જવામાં આવતાં માંડવગઢના રસ્તામાં જ દિલ્હી દરવાજા આગળ જિનમૂર્તિને લઈ જતા હાથી અટકી પડયો હતા. પછી સંઘે ત્યાં જ જિનમ'દિરના જિĒદ્ધાર કરાવી તેમાં શ્રી શાંતિનાથ પ્રભુનાં ઉક્ત પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કર્યાં હતા.
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ સમેત અચલગચ્છના આચાર્યાં અને મુનિએના માંડવગઢ પ્રદેશ ઉપર ખૂબ જ ઉપકાર છે. અહી' તેમના ઉપદેશથી શાસનનાં અનેકવિધ કાર્યાં થયાં હતાં.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org