Book Title: Aptavani 02 Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 8
________________ મોક્ષે જવા કોઇ મનાઇ હુકમ નથી, માત્ર ‘પોતાને' પોતાનું ભાન થવું જોઇએ. કોઇ ત્યાગી પ્રકૃતિ હોય, કોઇ તપની પ્રકૃતિ હોય, કોઇ વિલાસી પ્રકૃતિ હોય, જે હોય તે, મોક્ષે જવા માટે માત્ર પ્રકૃતિ ખપાવવાની હોય ‘પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે અને પોતે અપૂરણ-અગલન સ્વભાવનો છે.” - દાદાશ્રી વીતરાગો નિરંતર પોતાની પ્રકૃતિને જ જો જો કરતા હતા. પ્રકૃતિનો ‘પોતે’ જ્ઞાતા-દ્રષ્ટા રહે તો તે ઓગળે. ‘કેવળજ્ઞાનની છેલ્લી નિશાની એ જ છે કે, પોતાની જ પ્રકૃતિને જો જો કરે.' - દાદાશ્રી પ્રકૃતિનો સ્વભાવ કેવો છે ? પ્રકૃતિ બાળક જેવી છે. પ્રકૃતિ પાસેથી કામ કઢાવી લેવું હોય તો બાળકને જેમ સમજાવી-પટાવીને, ફોસલાવીને કામ કાઢી લેવાનું છે. બાળકને સમજાવવું એ સહેલી વસ્તુ છે, પણ જો એના સામાવડિયા થાવ તો પ્રકૃતિ વીફરે તેવી છે. માટે ગમે તેમ કરીને, છેવટે ‘લોલીપોપ' આપીને પણ એને પટાવીને આપણું કામ કાઢી લેવાનું કરું, જૂઠું ના બોલું, પ્રપંચ ના કરું, વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના કરું તો સરસ્વતી દેવી પ્રસન્ન થાય, પરિણામ સ્વરૂપે ગજબનું વચનબળ ઉત્પન્ન થાય ! ‘જ્ઞાની પુરુષ'ની વાણી સાક્ષાત્ સરસ્વતી ગણાય, કારણ કે તે પ્રગટ પરમાત્માને સ્પર્શીને નીકળે છે ! લક્ષ્મીજીના કાયદા શા છે ? ‘મન, વચન, કાયાએ કરીને ક્યારેય પણ ચોરી નહીં કરું', એ જ એક મોટો લક્ષ્મીજીનો કાયદો છે. લક્ષ્મીજીની પાછળ પડવાનું ના હોય કે તેમને આંતરવાના ના હોય, તેમ જ લક્ષ્મીજીને તરછોડવાનું પણ ના હોય. ‘જ્ઞાની પુરુષલક્ષ્મીજી સામાં મળે ત્યારે હારતોરા પહેરાવે ન જાય ત્યારે પણ હારતોરા પહેરાવે ! લક્ષ્મીની ઇચ્છા કરે તેને ત્યાં લક્ષ્મીજી મોડાં પહોંચે ને ઇચ્છા ના કરે તેને ત્યાં સમયસર આવી પહોંચે. લક્ષ્મી શી રીતે કમાય છે ? મહેનતથી ? બુદ્ધિથી ? ના. એ તો પુણ્યથી કમાય છે. આ ભેદ જાણે નહીં તે કમાય તો કહે, ‘હું કમાયો, મારી બુદ્ધિથી કમાયો.” એ ખોટો અહંકાર છે. મનના ભાવ સુધરે તો લક્ષ્મીજી આવે. વ્યભિચારી વિચારોથી સાચી લક્ષ્મી ક્યારેય પણ ના આવે. સાચી લક્ષ્મી જ શાંતિ આપે. આ ભ્રષ્ટાચારથી કમાયેલું કાળું નાણું આવે તે તો જવાનું જ, પણ જતી વખતે રોમે રોમ સો સો વીછીંના સામટા ડંખની જેમ કરડીને જાય ! લક્ષ્મીજી આવવી કે ના આવવી એ પરસત્તામાં છે. મનુષ્ય તો માત્ર નૈમિત્તિક ક્રિયા જ કરવાની હોય, પ્રયત્નો કરવાના હોય. લક્ષ્મીજી માટે નિઃસ્પૃહ ના થઇ જવાય, તેમને તરછોડ ના મરાય. તરછોડ મારે તો કંઇ કેટલાંય અવતાર લક્ષ્મીજી વગર વલખાં મારવાં પડે તેમ છે. 0 દાદા ભગવાન જગતને નવું સૂત્ર આપે છે. જૂનાં સૂત્રોને લોકો તો હવે ઘોળીને પી ગયા છે. ‘ડીસઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ ફૂલિશનેસ.' - દાદાશ્રી જેને મોક્ષે જવું હોય તેણે નો લૉ-લૉમાં આવવું પડશે. નો લૉ-લૉમાં રકો તે સહજ પ્રકૃતિમાં આવી ગયો ગણાય. જ્યાં જ્યાં લૉ બેસાડી કંટ્રોલ કરવા જાય ત્યાં જ તે લૉ પ્રત્યે અભાવ આવે અને પ્રકૃતિ વિશેષ ઉછાળો મારી ડિકંટ્રોલ થઇ જાય ! “આ વર્લ્ડને એક દહાડો બધા જ કાયદા કાઢી નાખવા પડશે ! સૌથી કેટલાક આત્માને નિર્ગુણ કહે છે, પણ તે યથાર્થ નથી. પ્રકૃતિના ગુણે કરીને આત્મા નિર્ગુણ છે અને પોતાના સ્વગુણો થકી આત્મા ભરપૂર છે. આત્માના અનંત ગુણો છે. દાદાશ્રીનું સૂત્ર છે કે, “પ્રકૃતિનો એક પણ ગુણ ‘શુદ્ધચેતનમાં નથી અને 'શુદ્ધચેતન'નો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી.” 0 પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અને આત્મા સહજ થાય તો પ્રકૃતિ સહજ થાય.’ - દાદાશ્રી અંબામાતા, દુર્ગામાતા, એ બધી માતાજી આદ્યશક્તિ છે અને તે સહજ-પ્રાકત શક્તિસૂચક છે. દરેક દેવીઓના કાયદા હોય છે અને તે કાયદા પાળનાર પર તે દેવી ખુશ રહે. અંબામાં પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો સહજતા રહે તો અંબામા રાજી રહે. સરસ્વતી દેવીને રાજી કરવા માટે કયા કાયદા પાળવા જોઇએ ? વાણીનો ક્યારેય પણ દુરુપયોગ ના 13Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 249