Book Title: Aptavani 02 Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 6
________________ હોય તો જ તે સોનું કહેવાય, પિત્તળને બર્ફિંગ કરીને મૂકીએ તો તે ક્યારેય પણ સોનું ન થઇ શકે, તેમ વસ્તુ જ્યારે પોતાના સ્વ-ગુણધર્મમાં, સ્વસ્વભાવમાં પરિણામ પામે ત્યારે તે વસ્તુ તેના ગુણધર્મમાં છે, વસ્તુ પોતાના ધર્મમાં છે તેમ કહી શકાય અને વસ્તુ તેના ગુણધર્મથી ક્યારેય ભિન્ન હોઇ ના શકે. આત્મા જ્યારે પોતાના ગુણધર્મમાં જ રહે, પોતાના સ્વભાવમાં આવી જઇને સ્વ-સ્વભાવમાં જ સ્થિત થાય ત્યારે આત્મા આત્મધર્મમાં છે તેમ કહી શકાય. આને જ સર્વજ્ઞ ભગવાને સ્વધર્મ, આત્મધર્મ, રીયલ ધર્મ કો છે. આત્મધર્મ કેફ ઉતા૨ે ને પ્રાકૃતધર્મ કેફ ચઢાવે. પોતે જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતી થાય, અરે ! પોતાની જાત માટે પણ સંપૂર્ણ નિષ્પક્ષપાતી થઇ, પોતાના એકેએક સૂક્ષ્મતમ સુધીનાં દોષો પણ જોઇ શકે તે જ રીયલ ધર્મમાં આવ્યો ગણાય. સંસાર-સ્વરૂપ શું છે ? સંસાર એ રીલેટિવ વસ્તુ છે, ટેમ્પરરી છે. સંસાર આખો દગો છે, એમાં કોઇ આપણો સગો નથી. તમામ શાસ્ત્રોમાંથી પોણા ભાગનાં શાસ્ત્રો સંસારમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તે માટે છે; જ્યારે ‘જ્ઞાની પુરુષ’નાં ચાર જ વાક્યમાં ભલભલાને સંસાર પરથી વૈરાગ્ય આવી જાય ! અલ્યા ભઇ, તેં નનામી જોઇ છે કે નથી જોઇ ? નનામી કાઢે છે ત્યારે બૈરી, છોકરાં, મોટર, બંગલા, જેટલું જેટલું કમાયા તે બધુંય જપ્તીમાં જાય છે કે નહીં ? અને જોડે શું આવે છે ? ત્યારે કહે, જેટલી કલમો કરેલી, ૪૨૦ની, ૩૪૪ની, એ બધી જ જોડે આવે છે અને નવેસરથી કમાણી કરી ભઇને દેવું ચૂકવવાનું હોય છે !' -દાદાશ્રી બીજું, દાદાશ્રી બહુ જ રમૂજથી પણ ગહન જ્ઞાન ગર્ભિત રીતે વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી વાત હંમેશાં કરે છે : n દાદાશ્રી : બેન, કેટલાં છોકરાં છે ? પ્રશ્નકર્તા : ચાર. દાદાશ્રી : તો ગયા અવતારનાં છોકરાં અત્યારે ક્યાં છે ? સંસાર એ મૂળ સંસરણ ઉપરથી આવેલો શબ્દ છે. નિરંતર 9 પરિવર્તનશીલ જે છે તેનું નામ સંસાર, અને દરેક જીવ આ સંસરણ માર્ગ ઉપર નિરંતર ચાલ્યા જ કરે છે અને ઊર્ધ્વતાને પામે છે. એક મનુષ્યગતિમાં આવ્યા પછી જીવને માટે વક્રગતિ પણ ઉત્પન્ન થાય છે, કારણ કે અહીં મનુષ્ય ભવમાં કર્તાભાવ, અસીમિત મન, બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને જોડે એય લાભ છે કે આ મનુષ્યગતિમાંથી જીવ મુક્તિધામને, મોક્ષને પામે છે! સંસારનું વર્ણન ‘જ્ઞાની પુરુષ' સાદી, સુંદર ભાષામાં સિમિલી આપી સમજાવે છે : સંસાર એ ઘોડા જેવો છે. સંસારીઓ ઘોડા ઉપર બેઠેલા મિયાં જેવા છે. ઘોડાને દુર્બળ જાણી મિયાં ઘોડા પર ઊંચે શ્વાસે માથા ઉપર ઘાસનો ભારો લઇને બેસે છે, પણ છેવટે ભાર તો ઘોડા પર જાય છે ! તેમ તમે બધાં તમારો બોજો સંસારરૂપી ઘોડા ઉપર જ નાખો. મગજ ઉપર બોજો શા માટે ? અને સરવાળે એ તો ઘોડા પર જાય છે. સંસારવૃક્ષને નિર્મૂળ કરવા એક ‘જ્ઞાની પુરુષ’ જ સમર્થ છે. તે કઇ રીતે ? બીજા કશાને કિંચિત્ માત્ર પણ સ્પર્શ કર્યા વગર ‘જ્ઞાની પુરુષ’ સંસારવૃક્ષના ધોરી મૂળમાં ચપટીક દવા નાખી દે, જેથી કરીને આપોઆપ વૃક્ષ સુકાઇ ને નિર્મૂળ થઇ જાય. I ‘દેવ’ કોણ ? મંદિર કે દેરાસરમાં મૂર્તિરૂપે મૂકેલા છે તે ? ના. એ તો ‘મહીંવાળા’ એટલે કે મહીં બિરાજેલા પરમાત્મા જ સદૈવ છે. એ પરમાત્માદર્શન ના થાય ત્યાં સુધી મંદિરના કે દેરાસરના સદેવને માન્ય કરવાના. ‘સદ્ગુરુ’ કોણ ? છેલ્લા ગુરુ એ ‘જ્ઞાની પુરુષ’, પણ જ્યાં સુધી એ ના મળ્યા હોય ત્યાં સુધી આપણાથી જે ઊંચા સ્ટેજ ઉપર હોય, બે ડિગ્રીય ઊંચા હોય તે ગુરુ. ‘સધર્મ’ એટલે શું ? ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞા એ જ સદ્ધર્મ, ‘જ્ઞાની પુરુષ’ના શ્રીમુખેથી નીકળેલાં વચનો તે જ સદ્ધર્મ; બાકી શાસ્ત્રો એ સદ્ધર્મ ના હોય. એ રીલેટિવ ધર્મ છે, રીયલ નથી. પણ જ્યાં સુધી સાચાં મોતી ના મળે ત્યાં સુધી કલ્ચર્ડ મોતી તો પહેરવાં પડે ને ? સદેવ, સતગુરુ અને સદ્ધર્મથી મોક્ષ પ્રાપ્ત થાય. ॥ મૂર્તિધર્મ શું છે ? અમૂર્ત ધર્મ શું છે ? 10Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 249