Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 10
________________ 0 સામાન્ય રીતે વ્યવહારિક ‘સુખદુઃખ'ની જે સમજ છે તે હકીકતમાં સુખદુ:ખ નથી, એ તો શાતા કે અશાતા વેદનીય કર્મ છે એમ ભગવાને કલાં છે. આ શાતા કે અશાતા વેદનીય મુદતી હોય છે, ટેમ્પરરી હોય છે. કારણ કે આ અવસ્થા છે. અવસ્થાનો અર્થ જ ટેમ્પરરી છે. હવે જે સામાન્ય સમજ પ્રમાણે આ વેદનીય કર્મને કાયમી માની મોટું સ્વરૂપ આપવામાં આવે તો તેનાથી પોતાને ઘણું વેઠવું પડે છે. સંસારનાં સર્વ સુખદુ:ખો અંતવાળા છે. પોતાનું “સ્વસુખ’ જ અનંત છે અને તે જ પ્રાપ્ત કરી લેવા જેવું છે. અને પ્રગટ ‘જ્ઞાની પુરુષ' મૂળ ઉપાદાન સંયોગી છે ! ‘મારી ભૂલ્લ નથી' એમ કલાં એ જ મોટામાં મોટી ભૂલ છે, ભૂલ ઉપર ગાઢ આવરણ આવી જાય છે. કૃપાળુદેવ કહી ગયા છે : ‘હું તો દોષ અનંતનું ભાન છું ક@ાળ.' જયાં અનંત દોષનું ભાજન છે, ડગલે ને પગલે ભૂલો જ છે. અરે, અહીં આ જગતમાં આપણે વિદ્યમાન છીએ એ જ મોટામાં મોટી શું ભૂલ નથી ? મૂળ જ જ્યાં પોતે જ ભૂલથી ભરેલો છે ત્યાં બીજાને ક્યાં દોષ દેવો ? અને બીજાને દોષ દેવો એના જેવું અવગાઢ મિથ્યાત્વ આ જગતમાં બીજું કોઇ જ નથી. ‘પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય.’ - દાદાશ્રી ‘આ વર્લ્ડમાં કોઇ તમારો ઉપરી નથી. તેની હું તમને ગેરેન્ટી આપું છું. કોઇ બાપોય તમારો ઉપરી નથી. તમારી ભૂલો એ જ તમારો ઉપરી - દાદાશ્રી પોતે કોણ છે તે જાણે તો બધી ભૂલો ભાંગવાનો રસ્તો કપાવા માંડે અને છેવટે ‘પરમાત્મા’ થાય ! 1 જગતનો નિયમ કેવો છે કે કોઇ તમને કંઇ ખરાબ કહી જાય કે તમારું કોઇ ખરાબ કરી જાય તો તમે સામાની ભૂગ્લ જોશો અને ‘મને આમ કેમ કળાં ?” એમ કરી પોતાના માટે અન્યાય થયો છે તેમ માની લેશો. હકીકતમાં ‘ન્યાય' જોવાનો હોય જ નહીં. આ સામેથી જે પણ કાંઇ અનુકૂળ કે પ્રતિકૂળ તમને પ્રાપ્ત થયું તે તમારા પોતાના લઇ આવેલા ‘વ્યવહાર’ના હિસાબે જ પ્રાપ્ત થાય છે, એમાં પછી ‘ન્યાય’ જોવાનો ક્યાં રહે છે ? દરેકનો ‘વ્યવહાર’ જેવો પોતે લાવેલા હોય છે તે તો ઉકેલાયા જ કરે છે, પાછો મળે છે તે હિસાબે હિસાબથી જ મળે છે, એમાં ‘ન્યાય” જે ખોળવા જાય છે કે કુદરતી વ્યવહારને અમાન્ય કરે છે, તેને એનો માર પડ્યા વગર શી રીતે રહે ? ‘આ મારી ભૂલ છે' એ સમજાય છે, એ સ્ટેજ સુધી જે પહોંચેલો છે એને એની ભૂલ ભાંગવા માટે “ન્યાય’ છે અને જેને ‘મારી ભૂલ થતી નથી’ એને સમજવા માટે ‘વ્યવહાર’ છે. સામાન્ય સમજથી જે સુખદુ:ખની કલ્પના કરીને જે ભયંકર કર્મબંધનો બંધાઇ જાય છે તે કલ્પનાની સ્થાને દાદાશ્રીએ બહુ જ સુંદર સહજ રીતે યથાર્થ ‘જ્ઞાન દર્શન’ પ્રદાન કર્યું છે અને તેની ‘ગેડ’ બેસી જાય તેવું સરળ કર્યું છે અને એક વાર એની ગેડ બેસી જાય તો વ્યવહારિક સુખદુઃખ સ્પર્શ તેમ નથી ! ‘કંટાળો એટલે કાંટાની પથારીમાં સૂઇને ત્યારે જે દશા થાય - દાદાશ્રી - હવે આ કંટાળાનો અનુભવ ના કર્યો હોય એવો ભાગ્યશાળી કોણ હોઇ શકે ? ભલભલા આચાર્યો, મહારાજો, સાધુ-સન્યાસી ને મોટા મોટા મહાત્માઓ પણ કંટાળાથી વંચિત રહી ના શકે. એ તો એક ‘જ્ઞાની પુરુષ'ને કંટાળા જેવી વસ્તુ જ અનુભવવાની ના હોય ! હવે આ કંટાળો જેને આવે તેણે તેને સમતાભાવે સહન કરી લેવાનો હોય, પણ તેમ ન કરતાં કંટાળો દૂર કરવાના ઉપાયો આદરવામાં આવે. અરે, સિનેમા, નાટક કે એથી પણ નીચે ઘસડી જાય તેવા ઉપાયો કરવામાં આવે છે, પણ હકીકતમાં કંટાળો દૂર થતો નથી, માત્ર થોડા સમય માટે તે આગળ ધકેલાય છે, તે ફરી પાછો બમણા જોરથી ફરી વળે છે. કારણ કે એ ઉદયકર્મ કંઇ છોડે નહીં, એ પૂરું ભોગવ્યે જ છૂટકો. 0 ‘રાગદ્વેષ’ની સામાન્ય સમજ અને વીતરાગોની યથાર્થ સમજમાં છાશ અને દૂધ જેટલો તફાવત છે. ‘હું ચંદુલાલ છું' એ જ રાગ. જ્યાં પોતે નથી ત્યાં ‘હું ’ એવો જે આરોપ કરે છે એ જ રાગ છે અને જેને ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષ નિરંતર છે તેના સર્વ રાગ તૂટી ગયા છે. 11 18

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 249