________________
ઊંચામાં ઊંચી ભક્તિ કઇ ?
‘કેવળજ્ઞાન પ્રભાવી આત્માનું લક્ષ બેસીને તેની જાગૃતિરૂપના જ્ઞાનમાં રહેવું તે ઊંચામાં ઊંચી અને છેલ્લી ભક્તિ છે.'
“જ્ઞાનીઓનો પ્રતિષ્ઠિત આત્મા’ ભક્તિમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે. પોતે શુદ્ધાત્મામાં રહે અને પ્રતિષ્ઠિત આત્મા પાસે એના પોતાનાં શુદ્ધાત્માની અને આ દાદાની ભક્તિ કરાવે ! એ ઊંચામાં ઊંચી છેલ્લી ભક્તિ છે !'
- દાદાશ્રી 2 “મોક્ષ' એટલે શું ?
મોક્ષ એટલે મુક્ત ભાવ, સર્વ બંધનોથી મુક્તિ, સર્વ દુઃખોથી મુક્તિ. અને તેનો અહીં જ અનુભવ થાય, ત્યાર પછી પેલો સિદ્ધનો મોક્ષ સામો આવે ! મોક્ષ કષ્ટ કરીને ક્યારેય પણ પ્રાપ્ત ના થાય. આત્માનો પોતાનો સ્વભાવે જ મોક્ષ સ્વરૂપ છે, પણ તેનું ભાન નથી માટે બંધન અનુભવે છે. એ મુક્ત ભાવ ક્યારે અનુભવાય ? જ્યારે જ્ઞાની પુરુષ પોતાની અનંત શક્તિથી, અનંત સિદ્ધિથી આપણા આત્માને ઢંઢોળીને જગાડે ત્યારે. જે પોતે મુક્ત છે તે જ અન્યને મુક્તિ આપી શકે. જ્ઞાની પુરુષ પોતે પ્રગટ મૂર્તામૂર્ત મોક્ષસ્વરૂપ છે અને એક કલાકમાં આપણને સ્વરૂપનું જ્ઞાન અર્થાત્ આત્માનુભૂતિ કરાવે છે !! આ જ અક્રમ માર્ગની સિદ્ધિ છે !!!
કેટલાક એમ માની બેઠા છે કે, આ કાળમાં મોક્ષમાર્ગ બંધ છે અને એમ માનીને બેસી રહ્યા છે હકીકતમાં મોક્ષમાર્ગ તો ચાલુ જ છે, ઠેઠ મોક્ષના દરવાજા સુધી પહોંચી શકાય તેમ છે, અને તે પુરવાર થયેલું છે. જો કે લાખનો ચેક આ કાળમાં પ્રાપ્ત નથી થઇ શકતો, પણ દાદાશ્રી નવ્વાણું હજાર, નવસો નવાણું ને નવાણું પૈસા સુધીનો ચેક આપે છે, અને અનેકોએ તે પ્રાપ્ત કર્યો છે !! આમાં કેટલી ખોટ ? એક પૈસાની જ ને ? પણ એના બદલામાં લાખનું પરચૂરણ મળે છે ને ?
“મોક્ષમાર્ગ' ખુલ્લો છે, ખોળી કાઢવાની વાર છે.
‘જેને છૂટવું જ છે એને કોઇ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઇ છોડી શકે નહીં.”
- દાદાશ્રી બંધન શેનું છે ? અજ્ઞાનથી બંધાય છે, તે જ્ઞાનથી જ છૂટી શકે.
બંધનનું મૂળ કારણ અજ્ઞાન છે.
દાદાશ્રીએ યથાર્થ મોક્ષમાર્ગ ખુલ્લો કરી આપ્યો છે. જ્યાં જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ હોય ત્યાં કોઇ શાસ્ત્રની કે ક્રિયાની જરૂર નથી, ત્યાં તો આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ જ તપ છે. ભગવાન મહાવીરે કરવું છે ને કે, ‘આણાએ ધુમ્મો આણાએ તપ્યો.”
ભગવાને એમ પણ કહ્યું છે કે, ૨૫00 વર્ષ પૂરાં થયાં પછી ભસ્મકગ્રહની અસર પૂરી થશે ને ફરીથી યથાર્થ વીતરાગ ધર્મ ઉદયમાં આવશે, અને તે ૨૫૦૦ વર્ષ આજે પૂરાં થાય છે. ‘જ્ઞાની પુરુષ' જ્યાં પ્રગટ્યા છે ત્યાં વીતરાગ ધર્મને શી આંચ આવવાની છે હવે ? પોતે સંપૂર્ણ નિષ્પક્ષપાતી થાય, પોતાની જાત માટે પણ નિષ્પક્ષપાતી થાય ત્યારે મોક્ષ સામો આવે !
0 ‘રમણતા’ બે પ્રકારની : એક પૌદગલિક અને બીજી આત્મ. જેને પૌગલિક રમણતા પરમાણુ માત્રમાં પણ ના હોય તેને આત્મરમણતા પ્રાપ્ત થયે જ છૂટકો. જ્યાં સુધી કિંચિત્ માત્ર પૌદ્ગલિક રમણતા હોય
ત્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થઇ શકે, મનુષ્ય જન્મ્યો ત્યારથી મરે ત્યાં સુધી પૌગલિક રમણતામાં જ રહે છે. અરે, શાસ્ત્રો વાંચે, માળા ફેરવે, સામાયિક, પ્રતિક્રમણ કરે કે વ્યાખ્યાન કરે તે બધી જ પૌદ્ગલિક રમણતા છે. સ્વને રમાડે તો જ મોક્ષ પ્રાપ્ત થાય ! જેને સ્વરમણતા ઉત્પન્ન થઇ ગઇ હોય તે સર્વ પરિગ્રહોના સંગમાં હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી-અસંગ છે ! અને જેને સ્વરમણતા પ્રાપ્ત થઇ નથી તેણે સર્વપરિગ્રહના સંગનો ત્યાગ કર્યો હોય છતાંય તે સંપૂર્ણ પરિગ્રહી છે, કારણ કે રમણતા શેમાં છે ? ત્યારે કહે, પુદ્ગલમાં જ. એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઇ ગયો વીતરાગ !'
- દાદાશ્રી - ડૉ. નીરુબેન અમીન