________________
જગતની અધિકરણ ક્રિયા
ત્યારે અધિકરણ ક્રિયા સંપૂર્ણ બંધ થઇ જાય અને આવતા ભવ માટેનો નવો ‘પ્રતિષ્ઠિત આત્મા’ ના બંધાય; પછી જે પાછલી બનેગારી પદનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ લાવેલા હોઇએ તેનો સમભાવે નિકાલ કરવાનો રહે છે. નવું ચાર્જ ના થાય. તેથી ડિસ્ચાર્જ થવાનો વખત જ ના આવે.
‘જ્ઞાની પુરુષ' એકલા જ આ અધિકરણ ક્રિયાને સીલ મારી શકે. ‘જ્ઞાની પુરુષ' ભ્રાંતિરસ ઓગાળી નાંખે અને ‘શુદ્ધાત્મા’ અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ બન્નેને છૂટા પાડી આપે. બેઉ વચ્ચે લાઇન ઓફ ડીમાર્કશન નાખી આપે. એટલે બેઉ નિરંતર છુટા ને છૂટા જ રહે, શય-જ્ઞાતા સંબંધમાં જ રહે. ‘પ્રતિષ્ઠિત આત્મા’ને જે શેય સ્વરૂપે જાણે છે તે “શુદ્ધાત્મા” છે. ‘શુદ્ધાત્મા’ એ સ્વ-પર પ્રકાશક છે અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ પરપ્રકાશક છે. ઇન્દ્રિયગમ્ય જ્ઞાન તે ‘પ્રતિષ્ઠિત આત્મા’ છે અને અતીન્દ્રિયગમ્ય જ્ઞાન તે શુદ્ધાત્મા” છે. આ બધી ક્રિયા જે દેખાય છે તે ‘પ્રતિષ્ઠિત આત્મા’ની છે. ‘શુદ્ધાત્મા'ની આમાંની કોઇ પણ ક્રિયા નથી. ‘શુદ્ધાત્મા’ની તો કેવળ જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા છે અને પરમાનંદ એ એનો મૂળ સ્વભાવ જ છે.
આ હું છું અને ‘આ મારું છે, એ જે પ્રતિષ્ઠા થયા કરે છે એનાથી પ્રતિષ્ઠિત આત્મા’ બંધાય છે. “હું” અને “મારું” ગયાં તો ‘પ્રતિષ્ઠિત આત્મા’ની નવી પ્રતિષ્ઠા ના થાય, નવાં કોઝીઝ ઉત્પન્ન ના થાય. નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો ના થાય. પછી જે રહે તે કેવળ ઇફેક્ટસ્ બાકી રહે અને તે સર્વ ઇફેક્ટસ્ ઇફેક્ટ-સ્વરૂપે ભોગવાઇ જાય, પછી બાકી શું રહે ? “કેવળ આત્મા” !
ધર્મ સ્વરૂપ ધર્મ કોને કહેવાય ?
જે ધર્મ થઈને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને (ક્રોધ-માન-માયા-લોભ) ઓછા કરે.
કષાય ભાવ ઓછા થાય એવા નથી, વધે એવા છે. એ પોતાની મેળે ઓછા કરવાથી થાય નહીં, પણ ધર્મથી જ ઓછા થાય. ધર્મ ક્યાંથી પ્રાપ્ત થવો જોઇએ ? ‘જ્ઞાની પુરુષ' પાસેથી; સહી-સિક્કાવાળો ધર્મ હોવો જોઈએ. ‘જ્ઞાની પુરુષ'ના પછી બે શબ્દો વાપરવા માંડ્યા કે જે શબ્દો વચનબળવાળા હોય, મહીં બળ આપનારા હોય, જાગૃતિ રખાવનારા હોય; તે શબ્દો આવરણો ભેદીને મહીંની શક્તિઓ પ્રગટ કરે.
પરિણામ પામે તે ધર્મ અને પરિણામ ના પામે તે અધર્મ.
પરિણામ શું પામે ? તો કે કષાય ભાવોને હળવા કરે, ઓછા કરે. હલકા-પાતળા કરે અને જેમ તે કષાય ભાવો ઓછા થતા જાય તેમ પોતાની શક્તિ, આનંદ વધતાં જાય. પોતાની બધી શક્તિ માલૂમ પડે કે ઓહોહો મહીં પોતાની કેવી શક્તિ છે ! આટલી બધી પોતામાં શક્તિ ક્યાંથી આવી ? એટલે ધર્મ એનું નામ કહેવાય. નહીં તો આ ભમરડો તો એવો ને એવો જ હોય, નાનપણથી તે ઠેઠ નનામી કાઢે ત્યાં સુધી એવો ને એવો જ હોય. તો એને ધર્મ શી રીતે કહેવાય ?
ધર્મ થઇને પરિણામ પામે. ત્યારે, પરિણામ શું પામવાનું ? વ્રત, નિયમ, તપ કરતાં શીખે એ ? ના, એ ન હોય પરિણામ, ક્રોધ, માન, માયા, લોભનું-કષાયોનું નિવારણ કરે એનું નામ ધર્મ અને અધર્મ તો કષાયો વધારે. ત્યારે કેટલાક કહે છે ને કે રોજ સામાયિક, પ્રવચન, ધ્યાન