________________
‘સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને
દાદાશ્રી
પરાધીન છે.’
પંચેન્દ્રિયથી અનુભવી શકાય તે બધા જ સંયોગો તે સ્થૂળ સંયોગો છે ; મનના, બુદ્ધિના, ચિત્તના, અહંકારના વગેરે સંયોગો સૂક્ષ્મ સંયોગો છે અને વાણીના સંયોગો કે જે સ્થૂળ- સૂક્ષ્મ છે એ બધા પર છે ને પાછા પરાધીન છે. વાણી એ રેકર્ડ છે, ફીઝિકલ છે. આત્માને અને વાણીને કંઇ જ લાગતું વળગતું નથી. આત્મા અવાચ્ય છે. હા, વાણી કેવી નીકળે છે, ક્યાં ભૂલ થાય છે વગેરેનો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. સંયોગો વિનાશી છે. જો સંયોગોમાં મુકામ કરે તો પોતે વિનાશી છે ને અવિનાશી એવા આત્મામાં મુકામ કરે તો પોતે અવિનાશી જ છે. મહાવીર ભગવાને એક આત્મા સિવાય બીજું જે પણ કંઇ છે તે બધું જ સંયોગ વિજ્ઞાન છે એમ કહ્યું છે. આ સર્વ સંયોગોના સંગથી મુક્ત એવો પોતે અસંગ શુદ્ધાત્મા છે. n તપ બે પ્રકારનાં છે : એક બાળા તપ અને બીજું આંતર તપ. બાળા તપ એટલે બીજાને ખબર પડી જાય તે અને આંતર તપની કોઇનેય ખબર ના પડે, પોતે પોતાની જ મહીં તપ કર્યા કરે તે. બાજ્ઞા તપનું ફળ સંસાર છે ને આંતર તપનું ફળ છે મોક્ષ ! બાલા તપથી તો હર કોઇ વિદિત છે જ, પણ આંતર તપ એક ‘જ્ઞાની પુરુષ’ પાસેથી જ પ્રાપ્ત થાય એવું છે. ‘આત્મા અને અનાત્માના સાંધીને એક થવા ના દે તે ખરૂં તપ.' દાદાશ્રી
હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે પોતામાં-સ્વમાં આત્મામાં જ રહેવું અને ફોરેન ડિપાર્ટમેન્ટ એટલે કે આત્મા સિવાય અન્યમાં-પુદ્ગલમાં ન રહેવું અને તે માટે જે તપ કરવું પડે છે તે આંતર તપ છે. આ બાળા તપ જે કરવામાં આવે છે તેમાં જે કરવાપણું આવે છે તે અહંકાર છે. ભગવાને પ્રાપ્ત તપને સમતા ભાવે સહન કરી લેવાનું કહ્યું છે, નહીં કે ખેંચીતાણીને અહંકાર કરી ને તપ તપવાનું કહ્યું છે ! અત્યારે જે પણ સ્થૂળ તપ કરવામાં આવે છે તે બધાં જ પ્રકૃતિ કરાવે છે, એમાં શો પુરુષાર્થ ? પુરુષાર્થ તો આંતર તપમાં ‘પુરુષ’ થયા પછી જ શરૂ થાય છે. પ્રકૃતિ પરાણે તપ કરાવે છે ને અહંકાર કરે છે કે ‘મેં તપ કર્યું !’ જે પણ કંઇ તપ થાય છે તે પ્રકૃતિને આધીન થાય છે. આમાં ‘પોતે’ કંઇ જ કરતો નથી એવો સતત
21
ખ્યાલ રહે તો તપના રીએકશન રૂપે અહંકાર ઊભો ના થાય, નહીં તો તપનું રીએકશન ક્રોધ, માન ને અહંકાર છે.
m
ત્યાગ કોને કહેવાય ? સહજ વર્તનમાં વર્તાયેલો હોય તે ત્યાગ કહેવાય. બીજો બધો ત્યાગ અહંકાર કરીને કરેલો કહેવાય. ત્યાગે સો આગે’! જેનો જેનો ત્યાગ અહંકારે કરીને કર્યો હોય તે સો ગણું થઇને આગળ ઉપર મળે. ‘મોક્ષમાર્ગમાં ત્યાગનીય શરત નથી અને અત્યાગનીય શરત નથી !' શાસ્ત્રો સ્વયં વદે છે કે જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે નહીં. જે પ્રકૃતિમાં રમણતા કરે છે તે જે પણ કંઇ ત્યાગ કરે છે તે પ્રકૃતિ જ કરાવે છે ને ખાલી અહંકાર કરે છે કે ‘મેં ત્યાગ્યું !' અને જે નિરંતર આત્મ-રમણતામાં છે અને ત્યાગાત્યાગ સંભવે જ નહીં. આત્માનો ત્યાગ કે ગ્રહણ કરવાનો સ્વભાવ જ નથી. જો તેમ હોત તો તો સિદ્ધક્ષેત્રે બિરાજેલા સિદ્ધ ભગવંતો પણ ત્યાગ કે ગ્રહણ કરતા બેઠા હોત ! તો પછી
તેને મોક્ષ કહેવાય જ કેમ ? આ તો પુદ્ગલ ત્યાગે છે ને પુદ્ગલ જ ગ્રહણ કરે છે ને પોતે ખાલી અહંકાર જ કરે છે. ભગવાને વસ્તુનો ત્યાગ કરવાનો કજ્ઞો નથી; પણ વસ્તુની મૂર્છાનો, મોહનો ત્યાગ વર્તવો જોઇએ એમ કહ્યું
છે.
તાદાત્મ્ય અધ્યાસ એ જ રાગ અને તાદાત્મ્ય અધ્યાસ નહીં તે - દાદાશ્રી
ત્યાગ.'
m
અહિંસાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થ જો કોઇ કરી શકે તો તે વીતરાગો જ કરી શકે. જેને આ જગતમાં કોઇ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુ:ખ નથી દેવું એવો નિરંતર ભાવ છે અને તે વર્તનમાં છે એ જ વીતરાગ છે! કોઇ જીવ કોઇ જીવને મારી જ ના શકે તેમ જ કોઇ જીવ કોઇ જીવને બચાવી ના શકે. ચંદુભાઇએ કોઇ જીવને મારવાનો ભાવ કરેલો અને જ્યારે કોઇ જીવને મરવાનો ટાઇમિંગ આવી જાય ત્યારે એ ચંદુભાઇના નિમિત્તે મરે. મરણકાળ પહેલાં કોઇ જીવ મરી શકે જ નહીં. આ તો મારવાના જે ભાવ કરે છે તેનાથી ભાવમરણ થાય છે. ભગવાને સ્થૂળ હિંસા ના કરશો એમ નથી કહ્યું, ભાવહિંસા ના કરશો એમ કહ્યું છે, એટલે ઓટોમેટિક બધી જ અહિંસા આવી જાય છે. કોઇ જીવને બચાવવા માટે દયા રાખવાની નથી, પણ જીવને મારવાનો જે ભાવ થયો તે ભાવમરણ માટે દયા રાખવાની છે!
22