Book Title: Aptavani 02 Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 7
________________ ‘દાદાશ્રી'એ મૂર્તિધર્મ અને અમૂર્તધર્મનો સુંદર ફોડ આપ્યો છે. કેટલાક લોકો અણસમજણથી ભગવાનની મૂર્તિને માનતા નથી, ધિક્કારે છે. તો તે ભયંકર ભૂલ છે. મૂર્તિની ભજના ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી અમૂર્તધર્મને, આત્મધર્મને, આત્મજ્ઞાનને પામ્યા ના હોય. જ્યાં સુધી આત્મા જાણ્યો નથી ત્યાં સુધી ચિત્તની એકાગ્રતા માટે કંઇક સાધન તો જોઇએ ને? અને જ્યાં વીતરાગ ભગવાનોની હજારો લોકોએ સ્થાપના કરી છે, એ મૂર્તિને તરછોડ કેમ મરાય ? અને જે યથાર્થ આત્મજ્ઞાની છે એ તો તરછોડ તો શું પણ કિંચિત્ માત્ર કોઇ પણ જીવને પ્રાપ્ત મન, વચન, કાયાએ કરીને દુ:ખે ન દે. 0 મૂર્તિધર્મ એ તો ભારતનું સાયન્સ છે, અમુક સ્ટાન્ડર્ડ સુધીના લોકો માટેનું ધર્મનું અવલંબન છે. એ અવલંબનને ખોટું કેમ કહેવાય ? અને જેને મૂર્તિધર્મની જરૂર ના હોય, જે એ સ્ટાન્ડર્ડની આગળ નીકળી ગયા હોય, સંપૂર્ણ આત્મજ્ઞાની, સર્વ કલુષિત ભાવો રહિત થઇ નીકળી ગયા હોય, અને કેવળ અમૂર્તની જ રમણામાં હોય, એ મૂર્તિધર્મને ના સ્વીકારે તો તે યોગ્ય છે. પણ આવી દશાએ જે પહોંચેલા હોય તેમને જગતમાં સ્વીકારવાનું કે ના સ્વીકારવાનું કશું જ હોતું નથી, તેઓ તો સર્વના વ્યુ પોઇન્ટને જાણી કોઇનું પણ પ્રમાણ કિંચિત્ માત્ર ના દુભાય તે રીતે વર્તતા હોય છે ! મૂર્તિમાં યથાર્થ પ્રાણપ્રતિષ્ઠા કોણ કરી શકે ? એક ‘જ્ઞાની પુરુષ' જ યથાર્થ પ્રાણપ્રતિષ્ઠા કરી શકે. 0 મોક્ષે જવાના બે માર્ગ છે : એક ક્રમિક માર્ગ અને બીજો અક્રમ માર્ગ. આ અક્રમ માર્ગ એ અપવાદ માર્ગ છે, આર્ય માર્ગ છે ! દર દસ લાખ વરસે એકાદ વાર પ્રગટ થાય છે ! ઋષભદેવ ભગવાન પાસેથી એકલા ભરત ચક્રવર્તીને જે પ્રાપ્ત થયો હતો તે જ આ અક્રમ માર્ગ આજે ‘દાદાશ્રી’ પાસે પ્રગટ થયો છે અને તે અનેક પુણ્યશાળીઓને પ્રાપ્ત થયો છે !!! અક્રમ શાથી ? ત્યારે કહે, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ચક્રવર્તીઓ જેવાને પણ રાજપાટ, બૈરી-છોકરાં, છોડીને જંગલમાં સદ્દગુરુની પાછળ ચાલી જવું પડતું હતું, છતાં એનું ઠેકાણું પડશે કે નહીં એનું કંઈ જ ઠેકાણું ના હોય, એવો કષ્ટદાયી કમિક માર્ગ જેવો આ માર્ગ નથી. આ તો અક્રમ ! “જ્ઞાની પુરુષ'ની જે કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરી જાય તે એક કલાકમાં જ સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જાય છે !!! અને પછી ગ્રહણ-ત્યાગને સ્થાન જ નથી રહેતું. ગ્રહણ-ત્યાગ રૂપી સાધનો સાધ્ય વસ્તુ-આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બિનજરૂરી બની રહે છે. પછી તો ‘જ્ઞાની'ની આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ. ભગવાન મહાવીરે પણ તેમ જ કદાં છે, ‘આણાએ ધમ્મો આણાએ તપ્પો.” અને અક્રમ માર્ગની આજ્ઞા કેવળ પાંચ જ છે અને એ એવી છે કે સંસાર-વ્યવહારમાં સહેજ પણ હરકતકર્તા નથી હોતી. ઊલટાનું સંસાર-વ્યવહારમાં પણ અત્યંત ઉપયોગી “માસ્ટર કી' સમાન થઈ પડે છે, કે જેનાથી આ જગતનું એવું કોઇ તાળું નથી કે જે ના ખૂલી શકે ! જો કે આ માન્યામાં ના આવે તેવી વાત છે. આમ છતાં, એ હકીકત છે, એમાં બે મત નથી. કારણ કે અનેક પુણ્યશાળીઓએ ‘દાદાશ્રી' પાસે કલાકમાં જ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે અને અનુભવ્યું છે ! પોતાના સ્વરૂપનું લક્ષ ત્યાર પછી એક ક્ષણ પણ ચુકાતું નથી એવો અનેકોનો અનુભવ છે. ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેન્ક ઇન ધી વર્લ્ડ !” આ બેન્કમાં જેને જે ચેક નાખવો હોય તે નાખી શકે, પણ “સંપૂર્ણ સમજીને નાખે. કારણ કે ઠેઠ મોક્ષની પ્રાપ્તિ સુધીનો ચેક પાસ થાય તેમ છે, પછી રખેને સંસારની વિનાશી ચીજોમાં મૂછિત થઇ અવિનાશી પદ ખોઇ ના બેસે! 0 ‘પ્રકૃતિ’ વિજ્ઞાન પૂરેપૂરું કોણ સમજાવી શકે ? જે પોતે “પુષ’ થયા હોય અને પ્રકૃતિને નિરંતર ભિન્ન જોતા હોય તે જ યથાર્થ પ્રકૃતિ-વિજ્ઞાન સમજી શકે, સમજાવી શકે. બાકી જે પોતે જ પ્રકતિસ્વરૂપ હોય, ‘પુરુષ” થયાં ના હોય તે પ્રકૃતિને શી રીતે ઓળખી શકે ? ને શી રીતે સમજાવી શકે ? એમાં તો ‘જ્ઞાની પુરુષ'નું જ કામ, અનંત આત્માઓ છે ને અનંત પ્રકૃતિઓ છે. જ્યાં સુધી પોતે પુરુષ થયો નથી ત્યાં સુધી તે પ્રકૃતિનો નચાવ્યો નાચે છે. કમિક માર્ગમાં પ્રકૃતિ ક્રમે ક્રમે સહજ થાય ત્યારે અંતે સહજ આત્મા પ્રાપ્ત થાય. જ્યારે અક્રમ માર્ગમાં ‘જ્ઞાની પુરુષ' સીધો જ આત્મા સહજ સ્વભાવમાં લાવી દે છે, પછી પ્રકૃતિને સહન કરવાની રહે છે, અને પ્રકૃતિ સહજ કેવી રીતે થાય ? ત્યારે કહે, જે જે પ્રકૃતિની ‘ફાઇલો’ ઊભી થાય તેનો સમભાવે નિકાલ કરે તો પછી એનાથી મુક્તિ પ્રાપ્ત થઇ જાય તે શેષમાં સહજ પ્રકૃતિ રહે ! 12Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 249