Book Title: Angul Sittari Ane Swopagna Namaskar Stava
Author(s): Munichandrasuri, Jinkirtisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ (પ્રકાશકીય) પ્રસ્તુત અંગુલસત્તરી તથા સ્વોપજ્ઞનમસ્કારસ્તવવૃત્તિ) ગ્રંથરત્નોના પુન:સંપાદનયુક્ત પ્રકાશન અવસરે આનંદની ઉર્મિ અનુભવીએ છીએ. અંગુલસત્તરી આજથી ૯૦ વર્ષ પૂર્વે શ્રી મહાવીર જૈન સભા-ખંભાત તરફથી પ્રકાશીત થયેલ તથા સ્વોપજ્ઞનમસ્કારસ્તવવૃત્તિ પણ પૂર્વે આગમોદય સમિતિ તરફથી પ્રકાશિત થયેલ. પ્રતાકાર બંને ગ્રંથો આજે શુદ્ધ સંપાદન થઇ પુસ્તિકા રૂપે પ્રગટ થઇ રહ્યા છે. આ પ્રસંગે પૂર્વપ્રકાશક તથા સંપાદકનો હાર્દિક આભાર માનીએ છીએ. - પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અમીદ્રષ્ટિ અને શ્રુતસરિતવાણી દ્વારા સતત સિંચાતું આ શ્રુતરક્ષાનું અભિયાન નવ નવા આદર્શો સર કરી રહ્યું છે. આજ સુધીમાં ૩૦૦ થી પણ અધિક જીર્ણ-શીર્ણ પુસ્તક-પ્રતોના પુનર્મુદ્રણ કરી ભારતભરના સંઘોને ભેટ મોકલી સંઘની સુંદર સેવાનો અમને લાભ મળ્યો છે. આ કાર્ય હજી પણ ચાલુ જ છે. જે માટે મા સરસ્વતી દેવીની સહાયની પ્રાર્થના કરીએ છીએ. લી. શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમારભાઈ બાબુલાલ જરીવાલા લલિત કુમાર રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54