________________
(૧૨)
હોય કે ન હોય પરંતુ એટલું તો કહી શકાય કે ઋષભનું વ્યક્તિત્વ એવું હતું કે જે વૈદિકોને પણ આકર્ષિત કરતું હતું અને તેમની પ્રાચીનકાળથી એવી પ્રસિદ્ધિ રહી કે જેની ઉપેક્ષા કરવી સંભવિત ન હતી. આથી ઋષભચરિતે એક અથવા બીજા પ્રસંગમાં વેદોથી માંડી પુરાણો અને અંતમાં શ્રીમદ્ ભાગવતમાં પણ વિશિષ્ટ અવતારોનાં વર્ણનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી જ ડૉ. જેકોબીએ પણ જૈનોની આ પરંપરામાં કે જૈન ધર્મનો પ્રારંભ ઋષભદેવથી થયો છે – સત્યની સંભાવના માની છે.'
ડૉ. રાધાકૃષ્ણને યજુર્વેદમાં ઋષભ, અજિતનાથ અને અરિષ્ટનેમિનો ઉલ્લેખ હોવાની વાત કરી છે પરંતુ ડૉ. શુબિંગ માને છે કે તેવી કોઈ સૂચના તેમાં નથી. પં. શ્રી કૈલાશચંદ્ર ડૉ. રાધાકૃષ્ણનનું સમર્થન કર્યું છે. પરંતુ આ વિષયના નિર્ણય માટે અધિક સંશોધનની આવશ્યકતા છે.
એક એવી પણ માન્યતા વિદ્વાનોમાં પ્રચલિત છે કે જૈનોએ પોતાના ૨૪ તીર્થકરોની નામાવલિની પૂર્તિ પ્રાચીનકાળમાં ભારતમાં પ્રસિદ્ધ તે મહાપુરુષોના નામો લઈને કરી છે કે જેઓ જૈન ધર્મને અપનાવનારા વિભિન્ન વર્ગોના લોકોમાં માન્ય હતા. આ વિષયમાં અમે તેટલું જ કહેવા માગીએ છીએ કે આ મહાપુરુષો યજ્ઞોની - હિંસક યજ્ઞોની પ્રતિષ્ઠા કરનારા ન હતા પરંતુ કરુણાની અને ત્યાગ-તપસ્યાની તથા આધ્યાત્મિક સાધનાની પ્રતિષ્ઠા કરનારા હતા – એમ માનવામાં આવે તો આમાં આપત્તિનો કોઈ પ્રશ્ન ઉઠતો નથી.
જૈન પરંપરામાં ઋષભથી માંડી ભગવાન મહાવીર સુધી ૨૪ તીર્થકર માનવામાં આવે છે. તેમાંના કેટલાકનો જ નિર્દેશ જૈનેતર શાસ્ત્રોમાં છે. તીર્થકરોની જે કથાઓ જૈન પુરાણોમાં આપવામાં આવી છે તેમાં એવી કથાઓ પણ છે જે અન્યત્ર પણ પ્રસિદ્ધ છે પરંતુ નામાંતરથી. આથી તેમના પર વિશેષ વિચાર ન કરતાં અહીં તે જ તીર્થકરો પર વિશેષ વિચાર કરવાનો છે કે જેમનું નામસામ્ય અન્યત્ર ઉપલબ્ધ છે અથવા જેમના વિષયમાં વિના નામે પણ નિશ્ચિત પ્રમાણો મળી શકે છે.
બૌદ્ધ અંગુત્તરનિકાયમાં પૂર્વકાળે થનારા સાત શાસ્તા વીતરાગ તીર્થકરોની વાત ભગવાન બુદ્ધ કરી છે – ૧. 4. સા. ૬. પૂ, પૃ. 4. 2. Doctrine of the Jainas, p. 28, fn 2. ૩. વૈ. સ. રૂ. ૫, પૃ. ૨૦૮. 8. Doctrine of the Jainas, p. 28.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org