________________
૧૩૮
અંગઆગમ કેટલાક લોકો કહે છે કે અમે અણગાર છીએ એવું વાક્ય આવે છે. પોતાને અણગાર કહેનારા આ લોકો પૃથ્વી વગેરેનું આલંબન અર્થાત્ હિંસા કરતા ખચકાતા નથી. આ અણગારો કયા છે? તેનું સ્પષ્ટીકરણ કરતાં ચૂર્ણિકાર કહે છે કે આ અણગારો બૌદ્ધ પરંપરાના શ્રમણો છે. તે લોકો ગ્રામ વગેરે દાનમાં સ્વીકાર કરે છે અને ગ્રામદાન વગેરે સ્વીકારીને ત્યાંની જમીનને સરખી કરવા માટે હળ, કોદાળી વગેરેનો પ્રયોગ કરે છે તથા પૃથ્વીનો અને પૃથ્વીમાં રહેલાં જીવજંતુઓનો નાશ કરે છે. આ રીતે કેટલાક અણગારો એવા છે જે સ્નાન વગેરે દ્વારા જળની અને જળમાં રહેલા જીવોની હિંસા કરે છે. સ્નાન નહિ કરનારા આજીવિકો તથા અન્ય સરજક શ્રમણો સ્નાનાદિ પ્રવૃત્તિ નિમિત્તે પાણીની હિંસા નથી કરતા પરંતુ પીવા માટે તો કરે જ છે. બૌદ્ધ શ્રમણો (તળિયા) નહાવા અને પીવા બંનેને માટે પાણીની હિંસા કરે છે. કેટલાક બ્રાહ્મણો
સ્નાનપાન ઉપરાંત યજ્ઞના વાસણો તથા અન્ય ઉપકરણો ધોવા માટે પણ પાણીની હિસા કરે છે. એ રીતે આજીવિક શ્રમણો, સરસ્ક શ્રમણો, બૌદ્ધ શ્રમણો અને બ્રાહ્મણ શ્રમણો કોઈને કોઈ પ્રકારે પાણીનું આલંબન–હિંસા કરે છે. મૂળસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે “દં ર હતુ મો IIM ૩યં નવા વિવાદિયા' એટલે કે જ્ઞાતપુત્રીય અણગારોનાં પ્રવચનમાં જ જળને જીવરૂપ કહેવામાં આવ્યું છે, “ર મસિ’ (ચૂર્ણિ) અર્થાત્ બીજાના પ્રવચનમાં નહિ. અહીં “બીજા”નો અર્થ બૌદ્ધ શ્રમણો લેવો જોઈએ. વૈદિક પરંપરામાં તો જળને જીવરૂપ જ માનવામાં આવેલ છે, તે આ પહેલાં કહેવાઈ ચૂક્યું છે. માત્ર બૌદ્ધ પરંપરા જ એવી છે જે પાણીને જીવરૂપ માનતી નથી. આ વિષયમાં મિલિંદપ૩માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પાણીમાં જીવ નથી સત્ત્વ નથી: “ર દિમદારન! उदकं जीवति, नत्थि उदके जीवो वा सत्तो वा।।
દ્વિતીય અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો એમ માને છે કે અમારી પાસે દેવોનું બળ છે, શ્રમણોનું બળ છે. એવું સમજીને તેઓ અનેક હિંસામય આચરણ કરતાં અચકાતા નથી. તેઓ એવું સમજે છે કે બ્રાહ્મણોને ખવડાવીશું તો પરલોકમાં સુખ મળશે. આ જ દૃષ્ટિએ તેઓ યજ્ઞ પણ કરે છે. બકરાં, પાડા, ત્યાં સુધી કે મનુષ્યોના વધ દ્વારા પણ ચંડિકા વગેરે દેવીઓનો યજ્ઞ કરે છે અને ચરક વગેરે બ્રાહ્મણોને દાન આપીશું તો ધન મળશે, કીર્તિ પ્રાપ્ત થશે અને ધર્મ સધાશે, એમ સમજીને અનેક આલંબન-સમાલંભન કરતાં રહે છે. આ ઉલ્લેખમાં ભગવાન મહાવીરના સમયમાં ધર્મના નામે ચાલનારી હિંસક પ્રવૃત્તિનો સ્પષ્ટ નિર્દેશ છે. ચતુર્થ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે આ જગતમાં કેટલાક શ્રમણો અને બ્રાહ્મણો ૧. પૃ. ૨૫૩-૨૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org