________________
અંગઆગમ
એવો પાઠ મળે છે. શત અથવા શતકમાં ઉદ્દેશક રૂપે પેટાવિભાગ છે. આવા પેટાવિભાગો કેટલાંક શતકોમાં દસ દસ છે અને કેટલાકમાં તેનાથી પણ વધુ છે. એકતાલીસમા શતકમાં ૧૯૬ ઉદ્દેશકો છે. કેટલાંક શતકોમાં ઉદ્દેશકોને સ્થાને વર્ગ છે, જ્યારે કેટલાંકમાં શત નામક પેટાવિભાગ પણ છે અને તેમની સંખ્યા ૧૧૪ સુધી છે. માત્ર પંદરમા શતકમાં કોઈ પેટાવિભાગ નથી. શત અથવા શતકનો અર્થ સો થાય છે. આ શતકોમાં સોનો કોઈ સંબંધ નજરે પડતો નથી. આ શત અથવા શતક નામ પ્રસ્તુત ગ્રંથમાં રૂઢ છે. કદાચ ક્યારેક આ નામ અન્વર્થ રહ્યું હોય. આ બાબતમાં વૃત્તિકારે કોઈ વધુ સ્પષ્ટીકરણ કર્યું નથી.
મંગલ :
૨૨૪
ભગવતી સિવાય અંગ કે અંગબાહ્ય કોઈ પણ સૂત્રના પ્રારંભમાં મંગલનો કોઈ ખાસ પાઠ મળતો નથી. આ પાંચમા અંગના પ્રારંભમાં ‘નમો અરિહંતાળું’ વગેરે પાંચ પદો આપી શાસ્ત્રકારે મંગલ કર્યું છે. તે પછી ‘નમો વંમીપ્ તિવી’ દ્વારા બ્રાહ્મી લિપિને પણ નમસ્કાર કરેલ છે. ત્યારપછી પ્રસ્તુત અંગના પ્રથમ શતકના ઉદ્દેશકોમાં વર્ણવાયેલ વિષયોનો નિર્દેશ કરનારી એક સંગ્રહ-ગાથા આપવામાં આવી છે. આ ગાથા પછી ‘નમો સુઅસ્સ’ રૂપે એક વધુ મંગલ આવે છે. તેને પ્રથમ શતકનું મંગલ કહી શકીએ. શતકના પ્રારંભમાં ઉપોદ્ઘાત છે જેમાં રાજગૃહ નગર, ગુણશિલક ચૈત્ય, રાજા શ્રેણિક તથા રાણી ચિલ્લણાનો ઉલ્લેખ છે. ત્યારપછી ભગવાન મહાવીર તથા તેમના ગુણોનું વિસ્તૃત વર્ણન છે. ત્યારબાદ ભગવાનના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ, તેમના ગુણો, શરીર વગેરેનો વિસ્તૃત પરિચય છે. ત્યારબાદ ‘ઇન્દ્રભૂતિએ ભગવાનને આમ કહ્યું’ એ પ્રકારના ઉલ્લેખ સાથે આ સૂત્રમાં આવતા પ્રથમ પ્રશ્નની શરૂઆત થાય છે. આમ તો આ સૂત્રમાં અનેક પ્રકારના પ્રશ્નો અને તેમના ઉત્તરો છે પરંતુ વધુ ભાગ સ્વર્ગો, સૂર્યો, ઇન્દ્રો, અસુકુમારો, અસુરકુમા૨ેન્દ્રો, તેમની અગ્રમહિષિઓ, તેમના લોકપાલો, નારકો વગેરે સંબંધી છે. કેટલાક પ્રશ્નો એક જેવા જ છે. તેમના ઉત્તરો પૂર્વવત્ સમજી લેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કેટલાંક સ્થળે પન્નવણા, જીવાભિગમ, નંદી વગેરેની જેમ તે તે વિષયોને સમજી લેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ જોવામાં આવે તો પ્રથમ શતક વિશેષ મહત્ત્વપૂર્ણ છે. પછીના શતકોમાં કોઈ ને કોઈ રૂપે ઘણુંખરું પ્રથમ શતકના વિષયોની જ ચર્ચા કરવામાં આવી છે. કેટલાક સ્થળે અન્યતીર્થિકોના મત આપવામાં આવ્યા છે પરંતુ તેમનું કોઈ વિશેષ નામ દર્શાવાયું નથી. આ અંગમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્યોની ચર્ચા પણ આવે છે. તેમને પાર્સ્થાપત્ય કહેવામાં આવ્યા છે. આમાં શ્રાવકો દ્વારા કરવામાં આવેલી ચર્ચા પણ આવે છે. શ્રાવિકારૂપે તો એકમાત્ર જયંતી શ્રાવિકાની જ ચર્ચા જોવા મળે છે. આ સૂત્રમાં ભગવાન મહાવીરના સમકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org