________________
ર૩ર.
અંગઆગમ
પ્રાવૃઋતુમાં અર્થાત્ શ્રાવણ-ભાદરવામાં તથા વર્ષાઋતુમાં અર્થાત્ આસો-કારતકમાં વનસ્પતિકાયિક જીવો અધિકમાં અધિક આહાર લે છે. શરદ ઋતુ, હેમંત ઋતુ, વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુમાં તેમનો આહાર ઉત્તરોત્તર ઓછો થતો જાય છે અર્થાત્ ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિકાયિક જીવો ઓછામાં ઓછો આહાર લે છે. આ કથને વર્તમાન વિજ્ઞાનની દૃષ્ટિએ વિચારણીય છે. આ જ ઉદ્દેશકમાં આગળ બતાવવામાં આવ્યું છે કે બટાટા વગેરે અનંત જીવવાળા વનસ્પતિકાયિકો છે. અહીં મૂળમાં “આલુઅ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ આલૂ અથવા આલુક નામે વનસ્પતિ વર્તમાનમાં પ્રચલિત આલુ એટલે કે બટાટાને મળતી આવતી કોઈ જુદી જાતની વનસ્પતિ જણાય છે, કેમ કે તે સમયે ભારતમાં બટાટાની ખેતી થતી હતી કે નહિ તે નિશ્ચિત નથી. પ્રસંગવશ એ કહેવું પણ અનુચિત નહિ થાય કે બટાટા પણ મગફળીની જ જેમ ડાળીઓ પર લાગવાને લીધે કંદમૂળમાં ગણી શકાય નહિ. ભગવાન ઋષભદેવના જમાનામાં યુગલિક લોકો કંદાહારી-મૂલાહારી હતા છતાં પણ તેઓ સ્વર્ગમાં જતા હતા.શું તે કંદો અને મૂળો વર્તમાન કંદ અને મૂળથી જુદી જાતનાં હતાં? ખરી રીતે સદ્ગતિનો સંબંધ મૂલ ગુણોના પાલન સાથે અર્થાત્ જીવનશુદ્ધિ સાથે છે, નહિ કે કંદ વગેરેના ભક્ષણ કે અભક્ષણ સાથે. જીવની સમાનતાઃ
સાતમા શતકના આઠમા ઉદ્દેશકમાં ભગવાને બતાવ્યું છે કે હાથી અને કુંથુનો જીવ સમાન છે. વધુ વર્ણન માટે સૂત્રકારે રાયપલેણ ઇજ્જ સૂત્ર જોવાની સૂચના આપી છે. રાયપણઇન્જમાં કેશીકુમાર શ્રમણે રાજા પએસીની સાથે આત્માનાં સ્વતંત્ર અસ્તિત્વ વિષયમાં ચર્ચા કરી છે. તે પ્રસંગે એક પ્રશ્નના ઉત્તરમાં દીપકના પ્રકાશનું ઉદાહરણ આપીને હાથી અને કુંથુના જીવની સમાનતા સમજાવવામાં આવી છે. આનાથી જીવની સંકુચન-પ્રસારણશીલતા સિદ્ધ થાય છે. કેવલીઃ
છઠ્ઠા શતકના દસમા ઉદેશકમાં એક પ્રશ્ન છે કે શું કેવલી ઇન્દ્રિયો દ્વારા જાણે છે, જુએ છે? ઉત્તરમાં બતાવવામાં આવ્યું છે કે નહિ, એવું નથી થતું. અઢારમા શતકના સાતમા ઉદ્દેશકમાં એક પ્રશ્ન છે કે જ્યારે કેવલીના શરીરમાં યક્ષનો આવેશ આવે છે ત્યારે શું તે અન્યતીથિકોના કથન અનુસાર બે ભાષાઓ–અસત્ય અને સત્યાસત્ય બોલે છે ? તેનો ઉત્તર આપતાં બતાવવામાં આવ્યું છે કે અન્યતીર્થિકોનું આ કથન મિથ્યા છે. કેવલીના શરીરમાં યક્ષનો આવેશ આવતો નથી, આથી યક્ષના આવેશથી ઘેરાઈને તે આ પ્રકારની બે ભાષાઓ બોલતો નથી. કેવલી હંમેશા સત્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org