________________
પરિશિષ્ટ-૩
જર્મન વિદ્વાનોએ ‘સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ' ગ્રંથમાળા અંતર્ગત તથા અન્યરૂપે આચારાંગ, સૂત્રકૃતાંગ, નિશીથ, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન વગેરે મૂળ અથવા અનુવાદરૂપે પ્રકાશિત કર્યાં. સ્થાનકવાસી પરંપરાના જીવરાજ ઘેલાભાઈ નામે ગૃહસ્થે જર્મન વિદ્વાનો દ્વારા મુદ્રિત રોમન લિપિના આગમો નાગરી લિપિમાં પ્રકાશિત કરાવ્યાં. તે પછી સ્વ. આનંદસાગરસૂરિજીએ આગમોદય સમિતિની સ્થાપના કરી એક પછી એક તમામ આગમો પ્રકાશિત કર્યાં. સૂરિજીનો પુરુષાર્થ અને પરિશ્રમ અભિનંદનીય હોવા છતાં પણ સાધનોની અલ્પતા અને સહયોગના અભાવને કારણે આ કામ જેટલું સારું થવું જોઈએ તેટલું સારું થયું નહિ. તે દરમિયાન પ્રસ્તુત લેખકે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ— ભગવતીસૂત્રના બે મોટા મોટા ભાગો મૂળ, ટીકા, અનુવાદ (મૂળ અને ટીકા બંનેનો) તથા ટિપ્પણીઓ સહિત શ્રી જિનાગમ પ્રકાશન સભાની સહાયતાથી પ્રકાશિત કર્યા. આ પ્રકાશનને કારણે જૈન સમાજમાં ભારે ઉહાપોહ થયો. ત્યારબાદ જૈન સંઘના અગ્રણી કુંવરજીભાઈ આણંદજીની અધ્યક્ષતામાં ચાલતી જૈન ધર્મ પ્રસારક સભાએ પણ કેટલાંક આગમોનું અનુવાદ સાથે પ્રકાશન કર્યું. આ રીતે આગમપ્રકાશનનો માર્ગ પ્રશસ્ત થતો ચાલ્યો. હવે તો ક્યાંય વિરોધનું નામ પણ દેખાતું નથી.
આ બાજુ સ્થાનકવાસી મુનિ અમોલક ઋષિજીએ પણ હૈદરાબાદના એક જૈન આગેવાનની સહાયથી ૩૨ આગમો હિંદી અનુવાદ સાથે પ્રકાશિત કર્યાં. ઋષિજીએ આ માટે અત્યંત શ્રમ કર્યો જે પ્રશંસનીય છે, પરંતુ સંશોધનની ખામીના કારણે આ પ્રકાશનમાં અનેક સ્થળે ત્રુટિઓ રહી ગઈ છે. હવે તો તેરાપંથી મુનિઓ પણ આ કામમાં રસ લેવા લાગ્યા છે. પંજાબી મુનિ સ્વ. આત્મારામજી મહારાજે પણ અનુવાદસહિત કેટલાક આગમોનું પ્રકાશન કર્યું છે. મુનિ ફૂલચંદજી ‘ભિક્ષુ’એ ૩૨ આગમો બે ભાગમાં પ્રકાશિત કર્યાં છે. તેમાં ભિક્ષુજીએ અનેક પાઠો બદલી નાખ્યા છે. વયોવૃદ્ધ મુનિ ઘાસીલાલજીએ પણ આગમ-પ્રકાશનનું કાર્ય કર્યું છે. તેઓએ જૈન પરંપરાના આચાર-વિચારને બરાબર નહિ જાણનારા બ્રાહ્મણ પંડિતો દ્વારા આગમો પર વિવેચનો લખાવ્યાં છે. આથી તેમાં ઘણી અવ્યવસ્થા થઈ છે.
૨૮૫
આ તરફ આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજીએ આગમોના પ્રકાશનનું કાર્ય પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના નેજા નીચે શરૂ કર્યું છે. આ પ્રકાશન આધુનિક શૈલીએ ક૨વામાં આવશે. આમાં મૂળ પાઠ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ તેમ જ વૃત્તિનો યથાવસર સમાવેશ કરવામાં આવશે. આવશ્યકતા અનુસાર પાઠાંતરો પણ આપવામાં આવશે. વિષયસૂચિ, શબ્દાનુક્રમણિકા, પરિશિષ્ટ, પ્રસ્તાવના વગેરે પણ રહેશે. આ રીતે આ પ્રકાશન નિઃશંકપણે આધુનિક પદ્ધતિનું એક શ્રેષ્ઠ પ્રકાશન બનશે તેવી અપેક્ષા અને આશા છે. મહાવીર જૈન વિદ્યાલય પણ મૂળ આગમોના પ્રકાશન માટે પ્રયત્નશીલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org