________________
દ્વાદશ પ્રકરણ
વિપાકસૂત્ર
વિપાકસૂત્રના પ્રારંભમાં જ ભગવાન મહાવીરના શિષ્ય સુધર્માસ્વામી અને તેમના શિષ્ય જંબૂસ્વામીનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. સાથે સાથે જ એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ભગવાન મહાવીરે દસમા અંગ પ્રશ્નવ્યાકરણમાં અમુક અમુક વાતો બતાવી છે તો આ અગિયારમા અંગ વિપાકસૂત્રમાં કઈ કઈ વાતો બતાવી છે? તેનો ઉત્તર આપતાં સુધર્માસ્વામી કહે છે કે ભગવાન મહાવીરે આ શ્રુતના બે શ્રુતસ્કંધ બતાવ્યા છે. એક દુઃખવિપાક અને બીજો સુખવિપાક. દુઃખવિપાકનાં દસ પ્રકરણો છે. એ જ રીતે સુખવિપાકનાં પણ દસ પ્રકરણો છે. અહીં આ બધાં પ્રકરણોનાં નામો પણ બતાવ્યાં છે. તેમાં આવતી કથાઓનાં અધ્યયનથી તત્કાલીન સામાજિક પરિસ્થિતિ, રીતિરિવાજ, જીવનવ્યવસ્થા વગેરેની જાણ થાય છે.
પ્રારંભમાં આવતું સુધર્મા અને જંબૂનું વર્ણન આ બંને મહાનુભાવો સિવાયના કોઈ ત્રીજા જ પુરુષે લખેલું જણાય છે. તેનાથી એમ ફલિત થાય છે કે આ ઉપોદુધાત અંશના કર્તા ન તો સુધર્મા છે કે ન જેબૂ. આ બંને સિવાયના કોઈ ત્રીજી જ વ્યક્તિ તેની કર્તા છે. ૧. (અ) અભયદેવ કૃત વૃત્તિ સહિત – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૨૦;
ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ.૧૮૭૬; મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા,
ઈ.સ.૧૯૨૦. (આ) પ્રસ્તાવના વગેરે સાથે–પી.એલ. વૈદ્ય, પૂના, ઈ.સ.૧૯૩૩. (ઇ) ગુજરાતી અનુવાદ સહિત–જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર, વિ.સં.૧૯૮૭. (ઈ) હિંદી અનુવાદ સહિત –મુનિ આનંદસાગર, હિંદી જૈનાગમ પ્રકાશક સુમતિ
કાર્યાલય, કોટા, ઈ.સ. ૧૯૩૫; અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬. (ઉ) હિંદી ટીકા સહિત – જ્ઞાનમુનિ, જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લુધિયાણા, વિ. સં.
૨૦૧૦. (ઉ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૯. (8) ગુજરાતી છાયાનુવાદ–ગોપાળદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન
સમિતિ, અમદાવાદ, ઈ.સ.૧૯૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org