________________
વિપાકસૂત્ર
૨૭૫
પુરુષોચિત કામોપચારો વગેરેમાં નિપુણ હતી; વિવિધ ભાષાઓ અને લિપિઓમાં કુશળ હતી; સંગીત, નાટ્ય, ગાંધર્વ વગેરે વિદ્યાઓમાં પ્રવીણ હતી. તેના ઘર પર ધ્વજ ફરકતો હતો. તેની ફી એક હજાર મુદ્રાઓની હતી. તેને રાજાએ છત્ર, ચામર વગેરે આપેલ હતાં. આ રીતે તે પ્રતિષ્ઠિત ગણિકા હતી. કામધ્વજા ગણિકાને અધીન હજારો ગણિકાઓ હતી. વિજયમિત્ર નામે એક શેઠનો પુત્ર ઉજિઝતક આ ગણિકા સાથે રહેવા લાગ્યો અને માનવીય કામ-ભોગો ભોગવવા લાગ્યો. આ ઉઝિક પૂર્વભવમાં હસ્તિનાપુરનિવાસી ભીમ નામના કૂટગ્રાહ (પ્રાણીઓને ફંદામાં ફસાવનાર)નો ગોત્રાસ નામક પુત્ર હતો. ઉઝિકનો પિતા વિજયમિત્ર વ્યાપાર માટે વિદેશ રવાના થયો. તે માર્ગમાં લવણસમુદ્રમાં ડૂબી ગયો. તેની ભાર્યા સુભદ્રા પણ આ દુર્ઘટનાના આઘાતથી મૃત્યુ પામી. ઉજિઝતક કામધ્વજા સાથે જ રહેતો હતો. તે પાકો શરાબી, જુગારી, ચોર અને વેશ્યાગામી બની ચૂક્યો હતો. દુર્ભાગ્યવશ એ જ સમયે મિત્ર રાજાની ભાર્યા શ્રીરાણીને યોનિશૂળ રોગ થયો. રાજાએ સંભોગ માટે કામધ્વજાને પોતાની ઉપપત્ની બનાવી તેના નિવાસેથી ઉજિઝતકને કાઢી મૂક્યો. રાજાની મનાઈ હોવા છતાં પણ એકવાર ઉઝિતક કામધ્વજાને ત્યાંથી પકડાઈ ગયો. રાજાના નોકરોએ તેને ખૂબ માર્યો, મારી મારી અધમૂઓ કરી નાખ્યો અને પ્રદર્શન માટે આખા ગામમાં ફેરવ્યો. મહાવીરના શિષ્ય ઇન્દ્રભૂતિએ તેને જોયો અને મહાવીરને પૂછ્યું કે આ ઉઝિક મરીને ક્યાં જશે? મહાવીરે મૃગાપુત્રની મરણોત્તર દુર્ગતિની માફક આની પણ દુર્ગતિ બતાવી અને કહ્યું કે અંતમાં તે મહાવિદેહમાં જન્મ લઈ મુક્ત થશે. ઉઝિતકની વેશ્યાગમનને કારણે આ ગતિ થઈ. અભગ્નસેનઃ
ત્રીજી કથામાં અભગ્નસેન નામે ચોરનું વર્ણન છે. તે પૂર્વભવમાં અત્યંત પાપી, માંસાહારી તથા શરાબી હતો. સ્થાનનું નામ પુરિમતાલ (પ્રયાગ) બતાવવામાં આવ્યું છે. આનું ભવિષ્ય પણ મૃગાપુત્રની જેમ જ સમજવું જોઈએ. આ કથામાં ચોરી અને હિંસાના પરિણામોની ચર્ચા છે. શકટ:
ચોથી કથા શબ્દનામના યુવાનની છે. આ કથા ઉજિઝતકની કથા સાથે લગભગ મળતી આવે છે. આમાં વેશ્યાનું નામ સુદર્શન તથા નગરીનું નામ સાહંજનીશાખાજની છે. બૃહસ્પતિદત્તઃ
પાંચમી કથા બૃહસ્પતિદત્ત નામના પુરોહિત-પુત્રની છે. નગરીનું નામ કૌશામ્બી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org