________________
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
૨૩૧
મુંડ ભાવ, અસ્નાન, અદંતધાવન, અછત્ર, અનુપાનહતા (જોડાંનો ત્યાગ), ભૂમિશય્યા, બ્રહ્મચર્યવાસ, કેશલોચ, ભિક્ષાગ્રહણ વગેરે નિયમોનું પાલન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
આ ઉલ્લેખથી એવું સ્પષ્ટ જણાઈ છે કે શ્રમણ ભગવાન મહાવીર અને શ્રમણ ભગવાન પાર્શ્વનાથની પરંપરાઓ વચ્ચે વિશેષ ભેદ હતો. તેમના સાધુઓ એકબીજાની માન્યતાઓથી અપરિચિત હતા. તેમનામાં પરસ્પર નંદનવ્યવહાર પણ ન હતો. સૂત્રકૃતાંગના વીરસ્તુતિ અધ્યયનમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે સ્ત્રીત્યાગ અને રાત્રિભોજનવિરમણ રૂપે બે નિયમો નવા વધાર્યા હતા.
પાંચમા શતકમાં પણ પાર્સ્થાપત્ય સ્થવિરોની ચર્ચા આવે છે. તેમાં એમ બતાવવામાં આવ્યું છે કે પાર્થાપત્યો ભગવાન મહાવીરની પાસે આવીને વંદના-નમસ્કાર કર્યા વિના જ અથવા કોઈપણ પ્રકારના વિનયનો ભાવ બતાવ્યા વિના જ તેમને પૂછે છે કે અસંખ્યેય લોકમાં રાત્રિ અને દિવસો અનંત હોય છે કે પરિમિત ? ભગવાન બંને વિકલ્પોનો ઉત્તર હામાં આપે છે. તેનો અર્થ એ છે કે અસંખ્યેય લોકમાં રાત્રિ અને દિવસો અનંત પણ હોય છે અને પરિમિત પણ. ત્યારે તે પાર્સ્થાપત્યો ભગવાનને પૂછે છે કે એમ કેમ ? તેના ઉત્તરમાં મહાવીર કહે છે કે આપના પુરુષાદાનીય પાર્શ્વ અર્હતે લોકને શાશ્વત કહ્યો છે, અનાદિ કહ્યો છે, અનંત કહ્યો છે તથા પરિમિત પણ કહ્યો છે. એટલે તેમાં રાત્રિ-દિવસ અનંત પણ હોય છે તથા પરિમિત પણ. આ સાંભળી તે પાર્સ્થાપત્યોએ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શીના રૂપમાં ઓળખ્યા, તેમને વંદન-નમસ્કાર કર્યા અને તેમની પરંપરાનો સ્વીકાર કર્યો.
આ ઉલ્લેખથી એ સ્પષ્ટ છે કે ભગવાન મહાવીર અને પાર્શ્વનાથ એક જ પરંપરાના તીર્થંકરો છે એ તથ્ય પાર્સ્થાપત્યો જાણતા ન હતા.
એ જ રીતનો એક ઉલ્લેખ નવમા શતકમાં પણ આવે છે. ગાંગેય નામે પાર્સ્થાપત્ય અણગારે વંદન-નમસ્કાર કર્યા વિના જ ભગવાન મહાવીરને નરક વગેરે વિશે કેટ ક પ્રશ્નો પૂછ્યા જેમનો મહાવીરે ઉત્તર આપ્યો. તે પછી જ ગાંગેયે ભગવાનને સર્વજ્ઞ, સર્વદર્શી રૂપે ઓળખ્યા. તે પહેલાં તેમને એ વાતની ખબર ન હતી અથવા નિશ્ચય થયો ન હતો કે ભગવાન મહાવીર તીર્થંકર છે, કેવલી છે.
વનસ્પતિકાય :
શતક સાતમા અને આઠમામાં વનસ્પતિસંબંધી વિવેચન છે. સાતમા શતકના તૃતીય ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે વનસ્પતિકાયના જીવો કઈ ઋતુમાં અધિકમાં અધિક આહાર ગ્રહણ કરે છે અને કઈ ઋતુમાં ઓછામાં ઓછો આહાર લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org