________________
સ્થાનાંગ અને સમવાયાંગ
અંગસૂત્રોમાં વિશેષપણે ઉપદેશાત્મક તથા આત્માર્થી મુમુક્ષુઓ માટે વિધેયાત્મક અને નિષેધાત્મક વચનો મળે છે. કેટલાંક સૂત્રોમાં આ પ્રકારના વચનો સીધેસીધાં છે તો કેટલાકમાં કથાઓ, સંવાદો અને રૂપકો રૂપે. સ્થાનાંગ અને સમવાયાંગમાં આવાં વચનોનો વિશેષ અભાવ છે. આ બંને સૂત્રોનાં અધ્યયનથી એવું પ્રતીત થાય છે કે આ બંને સંગ્રહાત્મક કોશ રૂપે રચવામાં આવ્યા છે. બીજા અંગોની અપેક્ષાએ તેમનાં નામ અને વિષય બધી રીતે જુદા જ પ્રકારનાં છે. આ અંગોની વિષયનિરૂપણ શૈલી પરથી એવું પણ અનુમાન કરી શકાય કે બીજા બધાં અંગો પૂરેપૂરા રચાઈ ગયા હશે ત્યારે સ્મૃતિ અથવા ધારણાની સરળતાની દૃષ્ટિએ અથવા વિષયો શોધવાની સુગમતાની દૃષ્ટિએ પાછળથી આ બંને અંગોની યોજના કરવામાં આવી હશે અને તેમને વિશેષ પ્રતિષ્ઠા મળે તે હેતુથી તેમનો અંગોમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હશે.
આ અંગોમાં મળતી સામગ્રી અને શૈલી જોઈને વૃત્તિકાર અભયદેવસૂરિના મનમાં જે ભાવના ઉત્પન્ન થઈ તેનો થોડોક પરિચય મેળવવો અયોગ્ય નહિ ગણાય. તેઓ લખે છે :
सम्प्रदायहीनत्वात् सदूहस्य वियोगतः । सर्वस्वपरशास्त्राणामदृष्टेस्मृतेश्च मे ॥ १ ॥ वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धतः। सूत्राणामतिगाम्भीर्यात् मतभेदाच्च कुत्रचित् ॥ २ ॥
- સ્થાનાંગવૃત્તિની અંતિમ પ્રશસ્તિ यस्य ग्रन्थवरस्य वाक्यजलेधेर्लक्षं सहस्राणि च, चत्वारिंशदहो चतुर्भिरधिका मानं पदानामभूत् । तस्योच्चैश्चुलुकाकृतिं निदधतः कालादिदोषात् तथा, दुर्लेखात् खिलतां गतस्य कुधियः कुर्वन्तु किं मादृशाः ॥ १ ॥ वरगुरुविरहात् वाऽतीतकाले मुनीशैर्गणधरवचनानां श्रस्तसंघातनात् वा ।
***
संभाव्योऽस्मिंस्तथापि क्वचिदपि मनसो मोहतोऽर्थादिभेदः ॥ ५ ॥
- સમવાયાંગવૃત્તિની અંતિમ પ્રશસ્તિ
Jain Education International
૨૧૧
અર્થાત્ ગ્રંથને સમજવાની પરંપરાનો અભાવ છે, સારા તર્કનો વિયોગ છે, બધાં સ્વપર શાસ્ર જોઈ ન શકાયાં કે ન તેમનું સ્મરણ પણ થઈ શક્યું, વાચનાઓ અનેક થઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org