________________
૧ ૨૪
અંગઆગમ
આ પાઠની જગ્યાએ નાગાર્જુનીય પાઠ આ પ્રમાણે છે :
जे खलु विसए सेवई सेवित्ता णालोएइ, परेण वा पुट्ठो निण्हवइ, अहवा तं परं सएण वा दोसेण पाविट्ठयरेण वा दोसेण उवलिंपिज्ज त्ति ।
આચાર્ય શીલાંકે પોતાની વૃત્તિમાં જે પાઠ સ્વીકાર્યો છે તેમાં અને નાગાર્જુનીય પાઠમાં શબ્દરચનાની દષ્ટિએ ઘણું અંતર છે, જો કે આશયમાં ભિન્નતા નથી. નાગાર્જુનીય પાઠ સ્વીકૃત પાઠની અપેક્ષાએ અત્યંત સ્પષ્ટ અને વિશદ છે. ઉદાહરણ તરીકે એક વધુ પાઠ લઈએ:विरागं रूवेसु गच्छेज्जा महया-खुड्डएहिं (एसु) वा।
–આચારાંગ અ. ૩, ઉં. ૩, સૂ. ૧૧૭ આ પાઠની જગ્યાએ નાગાર્જુનીય પાઠ આ પ્રમાણે છે :विसयम्मि पंचगम्मि वि दुविहम्मि तियं तियं । भावओ सुटु जाणित्ता स न लिप्पइ दोसु वि ।।
નાગાર્જુનીય પાઠાંતરો ઉપરાંત વૃત્તિકારે બીજા પણ અનેક પાઠભેદો આપ્યા છે, જેમ કે “મોયUITની જગ્યાએ “મોયUIT', “વિરેની જગ્યાએ “વિ, “પિયાડયા'ની જગ્યાએ “વિયાયયા' વગેરે. સંભવ છે કે આ પ્રકારના પાઠભેદો કંઠસ્થ શ્રુતપરંપરાને કારણે અથવા પ્રતિલિપિકારનાલિપિદોષને કારણે થયા હોય. આ પાઠભેદોમાં વિશેષ અર્થભેદ નથી. હા, ક્યારેક ક્યારેક તેમના અર્થમાં અંતર જરૂર જણાઈ આવે છે. ઉદાહરણ રૂપે “ગતિ રોય'નો અર્થ છે જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાને માટે, જ્યારે “ગતિમરોયા'નો અર્થ છે જાતિભોજન અથવા મૃતભોજનના ઉદેશ્યથી. અહીં જાતિભોજનનો અર્થ છે જન્મ-પ્રસંગે કરવામાં આવનાર ભોજન સમારંભ અથવા જાતિવિશેષ નિમિત્તે યોજવામાં આવતો ભોજન સમારંભ અને મૃત્યુભોજનનો અર્થ છે શ્રાદ્ધ અથવા મૃતકભોજન. આચારાંગના કર્તા:
આચારાંગના કર્તૃત્વ સંબંધમાં તેનું ઉપોદઘાતાત્મક પ્રથમ વાક્ય કંઈક પ્રકાશ પાડે છે. એ વાક્ય આ પ્રમાણે છે : સુર્ય ને સારસંતે પાવયા વમવિશ્વયં–હે ચિરંજીવ! મેં સાંભળ્યું છે કે તે ભગવાને આમ કહ્યું છે. આ વાક્યરચના ઉપરથી એ સ્પષ્ટ છે કે કોઈ ત્રીજો પુરુષ કહી રહ્યો છે કે મેં આવું સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે. આનો અર્થ એ છે કે મૂળ વક્તા ભગવાન છે. જેણે સાંભળ્યું છે તે ભગવાનનો સાક્ષાત્ શ્રોતા છે. અને તે જ શ્રોતા પાસેથી સાંભળીને અત્યારે જે સંભળાવી રહ્યો છે તે શ્રોતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org