________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ
૧૩૫
પશુ, પક્ષી, મનુષ્ય વગેરે સાથે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવાની અર્થાત્ તેમના પ્રત્યે ઘાતક વ્યવહાર ન કરવાની શીખ આપવામાં આવી છે. આ જ વાત મનુસ્મૃતિમાં બીજી રીતે કહેવામાં આવી છે. તેમાં ચૂલા વડે અગ્નિની હિંસાનો, ઘડા દ્વારા જળની હિંસાનો અને એ જ રીતે અન્ય સાધનો દ્વારા અન્ય પ્રકારની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. ઘડો, ચૂલો, ચક્કી વગેરેને જીવવધના સ્થાનો તરીકે બતાવવામાં આવ્યા છે અને ગૃહસ્થ તે બધા પ્રત્યે સાવધાની રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે.'
શસ્ત્રપરિજ્ઞામાં જે માર્ગ બતાવવામાં આવ્યો છે તે પરાકાષ્ઠાનો માર્ગ છે. તે પરાકાષ્ઠાના માર્ગ પર પહોંચવા માટે અન્ય અવાંતરમાર્ગો પણ છે. તેમાંથી એક માર્ગ છે ગૃહસ્થાશ્રમનો. તેમાં પણ ચડતાં-ઉતરતાં સાધનો છે. આ બધામાં એક વાત સહુથી મહત્ત્વની છે અને તે છે પ્રત્યેક પ્રકારની મર્યાદાનું નિર્ધારણ. તેમાં પણ જેમ જેમ આગળ વધવામાં આવે તેમ તેમ મર્યાદાનું ક્ષેત્ર વધારવામાં આવે અને અંતમાં અનાસક્ત જીવનનો અનુભવ કરવામાં આવે. આનું જ નામ અહિંસક જીવનસાધના અથવા આધ્યાત્મિક શુદ્ધિ છે. અધ્યાત્મ-શુદ્ધિને માટે દેહ, ઇન્દ્રિયો, મન તથા અન્ય બાહ્ય પદાર્થો સાધનરૂપ છે. આ સાધનોનો ઉપયોગ અહિંસક વૃત્તિપૂર્વક થવો જોઈએ. આ પ્રકારની વૃત્તિ માટે સંકલ્પશુદ્ધિ પરમ આવશ્યક છે. સંકલ્પની શુદ્ધિ વિના બધા ક્રિયાકાંડ અને પ્રવૃત્તિઓ નિરર્થક છે. પ્રવૃત્તિ ભલે અલ્પ હોય પરંતુ હોવી જોઈએ સંકલ્પશુદ્ધિપૂર્વકની. આધ્યાત્મિક શુદ્ધિ જ જેમનું લક્ષ્ય છે તેઓ માત્ર ઘટાચાલ અથવા રૂઢિગત પ્રવાહમાં બંધાઈને ચાલી શકે નહિ. તેમને માટે વિવેકયુક્ત સંકલ્પશીલતાની ખાસ આવશ્યકતા હોય છે. દેહદમન, ઇન્દ્રિયદમન, મનોદમન તથા આરંભ-સમારંભ અને વિષય-કષાયોના ત્યાગસંબંધી જે વાતો શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં બતાવવામાં આવી છે તે બધી વાતો ભિન્ન-ભિન્ન રૂપે ભિન્ન-ભિન્ન સ્થાને ગીતા તેમ જ મનુસ્મૃતિમાં પણ બતાવવામાં આવી છે. મનુએ સ્પષ્ટ કહ્યું છે કે લોઢાના મુખવાળું કાષ્ઠ (હળ વગેરે) ભૂમિને તેમ જ ભૂમિમાં રહેલાં બીજાં બીજાં પ્રાણીઓને હણે છે. આથી કૃષિપ્રવૃત્તિ નિંદિત છે. આ વિધાન અમુક કોટિના સાચા બ્રાહ્મણ માટે છે અને તે પણ ઉત્સર્ગરૂપે છે. અપવાદરૂપે તો એવા બ્રાહ્મણોને માટે પણ આનાથી વિપરીત વિધાન થઈ શકે છે. ભૂમિની જ માફક જળ વગેરે સંબંધી આરંભ-સમારંભનો પણ મનુસ્મૃતિમાં નિષેધ ૧. મનુસ્મૃતિ, અ. ૩, શ્લોટ ૬૮. ૨. કૃષિ ધ્વિતિ ચિત્તે સાવૃત્તિઃ સહિંતા, भूमि भूमिशयांश्चैव हन्ति काष्ठमयोमुखम् ॥
–મનુસ્મૃતિ, અ. ૧૦, શ્લોટ ૮૪ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org