________________
અંગઆગમ
પ્રાચીન તથા અર્વાચીન અનેક જૈન ગ્રંથોમાં મંખલિપુત્ર ગોશાલકની ખૂબ મશ્કરી કરવામાં આવી છે. શાક્યમુનિ બુદ્ધની પણ પર્યાપ્ત હાંસી કરવામાં આવી છે. આ ગ્રંથોમાં જૈન શ્રુત સિવાયના અન્ય સમસ્ત શાસ્ત્રોને મિથ્યા કહેવામાં આવેલ છે. જિનદેવ સિવાયના અન્ય સમસ્ત દેવોને કુદેવ તથા જૈન મુનિઓ સિવાયના અન્ય સમસ્ત મુનિઓને કુગુરુ કહેવામાં આવેલ છે. જ્યારે ઋષિભાષિતનું સંકલન કરનારાઓએ જૈન સંપ્રદાયના લિંગ તથા કર્મકાંડરહિત મંખલિપુત્ર, બુદ્ધ, યાજ્ઞવલ્ક્ય વગેરેને ‘અર્હત્’ કહ્યા છે તથા તેમના વચનોનું સંકલન કર્યું છે. એટલું જ નહિ, આ ગ્રંથને આગમ કક્ષાનો માન્યો છે. તાત્પર્ય એ છે કે જેમની દૃષ્ટિ સમ્યક્ છે તેમને માટે ગમે તે સરળ વચનો પણ સમ્યક્ શ્રુતરૂપ છે તથા જેમની દૃષ્ટિ શમ-સંવેગાદિ ગુણોથી રહિત છે તેમને માટે ભાષા, કાવ્ય, રસ અને ગુણની દૃષ્ટિએ શ્રેષ્ઠતમ વચનો પણ મિથ્યાશ્રુતરૂપ છે. વેદ, મહાભારત વગેરે ગ્રંથોને મિથ્યાશ્રુતરૂપ માનનારા આચાર્યોના ગુરુરૂપ ભગવાન મહાવીરે જ્યારે ઇન્દ્રભૂતિ (ગૌતમ) વગેરે સાથે આત્મા વગેરે સંબંધી ચર્ચા કરી ત્યારે વેદનાં પદોનો અર્થ કેવી રીતે કરવો જોઈએ તે તેમને સમજાવ્યું. વેદ મિથ્યા છે, એવું તેમણે નથી કહ્યું. આ ઘટના વિશેષાવશ્યક ભાષ્યના ગણધરવાદ નામક પ્રકરણમાં આજ પણ ઉપલબ્ધ છે. ભગવાનની આ પ્રકારની સમજાવવાની શૈલી— સમ્યક્દષ્ટિસંપન્નનું શ્રુત સમ્યક્દ્ભુત છે અને સમ્યક્દૅષ્ટિહીનનું શ્રુત મિથ્યાશ્રુત છે—આ તથ્યનું સમર્થન કરે છે.
આચાર્ય હરિભદ્રસૂરિ પોતાના યોગદૃષ્ટિસમુચ્ચયમાં લખે છે :
चित्रा तु देशनैतेषां स्याद् विनेयानुगुण्यतः । यस्मात् एते महात्मानो भवव्याधिभिषग्वराः ||
७०
શ્લોક ૧૩૨
एतेषां सर्वज्ञानां कपिलसुगतादीनाम्, स्यात् भवेत्, विनेयानुगुण्यतः तथाविधशिष्यानुगुण्येन कालान्तरापापभीरुम् अधिकृत्य उपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना नित्यदेशना, भोगावस्थावतस्तु अधिकृत्य उपसर्जनीकृतद्रव्या पर्यायप्रधाना अनित्यदेशना । न तु अन्वयव्यतिरेकवद्वस्तुवेदिनो न भवन्ति सर्वज्ञत्वानुपपत्तेः । एवं देशना तु तथागुणदर्शनेन (તળુળવર્ગનેન) બહુધૈવ રૂત્યાદ—યસ્માત્ તે મહાત્માન: સર્વજ્ઞ: । જિમ્ ? ફત્યા– भवव्याधिभिषग्वराः संसारव्याधिवैद्यप्रधानाः ।
અર્થાત્ કપિલ, સુગત આદિ મહાપુરુષો સમ્યક્દષ્ટિસંપન્ન સર્વજ્ઞ પુરુષો છે. તે બધા પ્રપંચ-રોગરૂપ સંસારની વિષમ વ્યાધિને માટે શ્રેષ્ઠ વૈદ્યો સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org