________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તેમને મનની અનુકૂળતા સુખરૂપ પ્રતીત થાય છે કે મનની પ્રતિકૂળતા? આ રીતે આ ઉદ્દેશકમાં પણ અહિંસાધર્મનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તૃતીય ઉદ્દેશકમાં નિર્દોષ તપનું અર્થાત્ માત્ર દેહદમનનું નહિ પરંતુ ચિત્તશુદ્ધિપોષક અક્રોધ, અલોભ, ક્ષમા, સંતોષ વગેરે ગુણોની વૃદ્ધિ કરનારા તપનું નિરૂપણ છે. ચતુર્થ ઉદ્દેશકમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ છે. આ રીતે આ અધ્યયન સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પ્રેરણા આપનારું છે. તેમાં અનેક સ્થળે ‘સમ્મત્તસિળો, સમ્મ વં તિ’ વગેરે વાક્યોમાં સમ્મત્ત–સમ્યક્ત્વ શબ્દનો સાક્ષાત્ નિર્દેશ પણ છે. એ રીતે પ્રસ્તુત અધ્યયનનું સમ્યક્ત્વ નામ સાર્થક છે. વિષયાનુક્રમની દૃષ્ટિએ પણ નિર્યુક્તિકા૨ અને સૂત્રકારમાં સામ્ય છે.
નિર્યુક્તિકારના કથનાનુસાર પાંચમા અધ્યયનનાં બે નામો છે : આવંતિ અને લોકસાર. અધ્યયનના પ્રારંભમાં, મધ્યમાં તથા અંતમાં આવંતિ શબ્દનો પ્રયોગ થયો છે. આથી તેને આયંતિ નામ આપી શકાય તેમ છે. તેમાં જે કંઈ નિરૂપણ છે તે સમગ્ર લોકના સારરૂપ છે, આથી તેને લોકસાર પણ કહી શકાય. અધ્યયનના પ્રારંભમાં જ ‘લોક’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અન્યત્ર પણ અનેક વાર ‘લોક’ શબ્દનો પ્રયોગ થયો છે. સમગ્ર અધ્યયનમાં ક્યાંય પણ ‘સાર’ શબ્દનો પ્રયોગ નજરે પડતો નથી. અધ્યયનના અંતમાં શબ્દાતીત તથા બુદ્ધિ અને તર્ક વડે અગમ્ય આત્મતત્ત્વનું નિરૂપણ છે. આ જ નિરૂપણ સારરૂપ છે, એમ સમજીને આનું નામ લોકસાર રાખવામાં આવ્યું હોય તેવો સંભવ છે. આના છ ઉદ્દેશકો છે. નિર્યુક્તિકારે તેમનો જે વિષયક્રમ બતાવ્યો છે તે આજ પણ તે જ રૂપે મળે છે. તેમાં સામાન્ય શ્રમણચર્યાનું પ્રતિપાદન છે.
૧૧૭
છઠ્ઠા અધ્યાયનું નામ ધૂત છે. અધ્યયનના પ્રારંભમાં જ ‘અષાડ્ તે ધૂયં નાળ' આ વાક્યમાં ધૂય—બૂત શબ્દનો ઉલ્લેખ છે. આગળ પણ ‘ધૂચવાયું પવેસ્લામિ’ એમ કહીને ધૂતવાદનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ રીતે પ્રસ્તુત અધ્યયનનું ધૂત નામ સાર્થક છે. આપણી ભાષામાં ‘અવધૂત’ શબ્દનો જે અર્થ પ્રચલિત છે તે જ અર્થ પ્રસ્તુત ધૃત શબ્દનો પણ છે. આ અધ્યયનના પાંચ ઉદ્દેશકો છે. તેમાં તૃષ્ણાને ઝાટકવાનો ઉપદેશ છે. આત્મામાં જે સયણ કે સદન, શયન કે સ્વજન, ઉપકરણ, શરીર, રસ, વૈભવ, સત્કાર વગેરેની તૃષ્ણા વિદ્યમાન છે તેને ઝાટકીને સાફ કરી નાખવી જોઈએ.
સાતમા અધ્યયનનું નામ મહાપરિત્રા—મહાપરિજ્ઞા છે. આ અધ્યયન અત્યારે અનુપલબ્ધ છે પરંતુ તેના પર લખવામાં આવેલી નિર્યુક્તિ ઉપલબ્ધ છે. તેનાથી જાણ થાય છે કે નિર્યુક્તિકારની સામે આ અધ્યયન જરૂર રહ્યું હશે. નિર્યુક્તિકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org