________________
(૨૦) જૈન પરંપરામાં આજ શાસ્ત્ર માટે “આગમ' શબ્દ વ્યાપક બની ગયો છે પરંતુ પ્રાચીન કાળમાં તે “શ્રુત' અથવા “સમ્યક શ્રત' નામે પ્રસિદ્ધ હતું. તેનાથી જ શ્રુતકેવલી’ શબ્દ પ્રચલિત થયેલો, નતો આગમકેવલી કે સૂત્રકવલી. અને સ્થવિરોની ગણનામાં પણ શ્રુતસ્થવિરને સ્થાન મળ્યું છે તે પણ “શ્રુત' શબ્દની પ્રાચીનતા સિદ્ધ કરે છે. આચાર્ય ઉમાસ્વાતિએ “શ્રુત’ના પર્યાયોનો સંગ્રહ કરી આપ્યો છે. તે આ પ્રમાણે છે:-શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન અને જિનવચન. આમાંથી આજે “આગમ શબ્દ જ વિશેષ પ્રચલિત છે.
સમવાયાંગ વગેરે આગમો પરથી જણાઈ આવે છે કે સર્વપ્રથમ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તેની સંકલના ‘દ્વાદશાંગો'માં થઈ અને તે “ગણિપિટકએટલા માટે કહેવામાં કે ગણિને માટે તે જ શ્રુતજ્ઞાનનો ભંડાર હતો.'
સમયના પ્રવાહમાં આગમોની સંખ્યા વધતી જ ગઈ, જે ૮૫ સુધી પહોંચી ગઈ છે. પરંતુ સામાન્ય રીતે શ્વેતાંબરોના મૂર્તિપૂજક સંપ્રદાયોમાં તે ૪૫ અને સ્થાનકવાસી તથા તેરાપંથમાં ૩ર સુધી સીમિત છે. દિગંબરોમાં એક સમય એવો હતો કે જ્યારે તે સંખ્યા ૧૨ અંગ + ૧૪ અંગબાહ્ય = ૨૬ માં સીમિત હતી. પરંતુ અંગજ્ઞાનની પરંપરા વીરનિર્વાણના ૬૮૨ વર્ષ સુધી જ રહી અને તે પછી તે આંશિક રૂપે ચાલતી રહી–એવી દિગંબર પરંપરા છે.
આગમની ક્રમશઃ જે સંખ્યાવૃદ્ધિ થઈ તેનું કારણ એ છે કે ગણધરો ઉપરાંત અન્ય પ્રત્યેકબુદ્ધ મહાપુરુષોએ જે ઉપદેશ આપ્યો હતો તેને પણ પ્રત્યેકબુદ્ધ કેવલી હોવાને કારણે આગમમાં સમાવિષ્ટ કરવામાં કોઈ આપત્તિ આવી શકતી ન હતી. એ જ રીતે ગણિપિટકના જ આધારે મંદબુદ્ધિ શિષ્યોના હિત માટે શ્રુતકેવલી આચાર્યોએ જે
૧. નંદી સૂ. ૪૨. ૨. સ્થાનાં, તૂ. ૨૬. ૩. તત્વાર્થમાણ, ૨. ર૦. ૪. સર્વપ્રથમ અનુયોગદ્વાર સૂત્રમાં લોકોત્તર આગમમાં દ્વાદશાંગ ગણિપિટકનો સમાવેશ
કરાયો છે અને આગમના અનેક પ્રકારના ભેદ કરવામાં આવ્યા છે—જૂ. ૧૪૪, પૃ.
૨૧૮. ૫. “યુવાનો પો'–સમવાયાં, તૂ. ૨ અને ૨૩૬; ની ખૂ. ૪૨ વગેરે. ૬. ગધવતા, પૃ. ૨૫; ધવલ બા. , પૃ. ૨૬; મેટા–નીવાંઢ, T. રૂદ્૭, ૩૬૮, વિશેષ
માટે જુઓ–ામથુરા 1 જૈન ટર્શન, પૃ. રર-ર૭. ૭. નૈ. સા. રૂ. પૂર્વીડિશ, પૃ. ૧૨૮, વરૂ, વરૂ૮ (આમાં સકળ શ્રુતજ્ઞાનના વિચ્છેદનો
ઉલ્લેખ છે. તે સંગત લાગતો નથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org