Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 185 દસા-૨,સૂત્ર-૭ 7- વારંવાર પ્રત્યાખ્યાન કરીને, પ્રત્યાખ્યાન હોય તે જ અશનઆદિ લેવા. 8- છ માસની અંદર એક ગણમાંથી બીજા ગણમાં ગમન કરવું. 9- એક માસમાં ત્રણ વખત (જળાશય આદિ કરીને) ઉદક લેપ અથતું સચિત્ત પાણીનો સંસ્પર્શ કરવો. 10- એક માસમાં ત્રણ વખત માયાસ્થાન (છળ-કપટ) કરવું. 11- સાગારિક (ગૃહસ્થ, સ્થાનદાતા કે સજ્જાતર) ના અશનાદિ આહાર ખાવા. 12-15 જાણી બૂઝીને પ્રાણાતિપાત (જીવનો ઘાત), - - મૃષાવાદ (અસત્ય- - બોલવું, - - અદત્તાદાન (નહિં દેવાયેલ વસ્તુનું ગ્રહણ, * * સચિત પૃથ્વી કે સચિરજ ઉપર કાયોત્સર્ગ, બેસવું- સર્વ-સ્વાધ્યાય આદિ કરવો. 16-18- જાણી બુઝીને સ્નિગ્ધ-ભીની, સચિત્ત રજ યુક્ત પૃથ્વી ઉપર, - - સચિત્ત શીલા, પત્થર, ઘુણાવાળા કે સચિત્ત લાકડાં ઉપર, અંડ બેઈન્દ્રિયાદિજીવ- સચિત્તબીજતૃણાદિ-ઝાકળ-પાણી-કીડીના નગરા-સેવાળ- ભીની માટી કે કરોડીયાના જાળાથી યુક્ત એવા સ્થાન ઉપર કાયોત્સર્ગ, બેસવું સુવું, સ્વાધ્યાય આદિ ક્રિયાઓ કરવી, - - મૂળ, કંદ, સ્કંધ, છાલ, કુંપણ, પાંદડા, બીજ અને હરિત-વનસ્પતિનું ભોજન કરવું. 19-20- એક વર્ષમાં દશ વખત ઉદકલેપ- (જળાશયોને પાર કરવા દ્વારા જળસંસ્પર્શ), - - અને માયાસ્થાન (છળકપટ) કરવા. 21- જાણી બુઝીને સચિતપાણીયુક્ત હાથ, પાત્ર, કડછી કે વાસણથી કોઈ અશન-પાન-ખાદિમસ્વાદિમ આહાર આપે ત્યારે ગ્રહણ કરવા -Wવીર ભગવંતો એ નિશ્ચયથી આ 21- સબલ દોષ કહ્યા છે. તે પ્રમાણે હું કહું છું. અહીં અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચાર એ ત્રણ ભેદે શબલ દોષની વિચારણા કરવી. દોષ માટેની વિચારણા તે અતિક્રમ, એક ડગલું પણ ભરવું તે વ્યક્તિક્રમ અને પ્રવૃત્તિ કરવાની તૈયારી તે અતિચાર દોષનું સેવન તો સ્પષ્ટ અનાચાર છે જ. આ શબલ દોષનું સેવન કરનાર શબલ- આચારી કહેવાય. છે કે શબલ દોષ ની આ સંખ્યા પણ ફકત 21 નથી. તે તો આધાર માત્ર છે. તે કે તેના જેવા અન્ય દોષોને પણ સમજી લેવા. બીજી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. દિશા-૩-આશાતના) આશાતના એટલે વિપરીત વર્તન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન-દર્શનનું ખંડન કરે, તેની લઘુતા કે તિરસ્કાર કરે તેને આશાતના કહેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફકત ૩૩-આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન-દર્શન- ચારિત્ર આદિ ગુણોમાં અધિકતા વાળા કે દીક્ષા-પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક અવજ્ઞા કે તિરસ્કાર રૂપ આશાતના અહીં વર્ણવાયેલી છે. [4] હે આયુષ્યમાનું! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ (આરંતુ પ્રવચનમાં) સ્થવિર ભગવંતોએ ખરેખર, ૩૩-આશાતના પ્રરૂપેલી છે. તે સ્થવિર ભગવંતે ખરેખર કઈ 33- આશાતના ઓ કહેલી છે ? તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org