Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 187 દસા-૪,સત્ર-૫ પ્રમાણે) હું (તમને) કહું છું. ત્રીજી દસાની અનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ દસા-૪-ગણિસંપદા) પહેલા, બીજા, ત્રીજા અધ્યયનમાં કહેવાયેલા દોષો શૈક્ષને ત્યાગ કરવા યોગ્ય છે. એ બધાંનો પરિત્યાગ કરવાથી તે શૈક્ષ ગણિસંપદા યોગ્ય થાય છે. તેથી હવે આ “દસા” માં આઠ પ્રકારની ગણિ સંપદાનું વર્ણન કરે છે. [૫હે આયુષ્યમાનું ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ (આહંતુ પ્રવચનમાં ) વિર ભગવંતો એ ખરેખર આઠ પ્રકારની ગણિસંપદા કહેલી છે. તે સ્થવિર ભગવંતો એ ખરેખર, કંઈ આઠ પ્રકારના ગણિસંપદા કહેલી છે ? તે સ્થવિર ભગવંતો એ ખરેખર જે 8- પ્રકારની સંપદા કહી છે તે આ પ્રમાણે, છે- આચાર, સૂત્ર, શરીર, વચન, વાચના, મતિ, પ્રયોગ અને સંગ્રહ પરિજ્ઞા. [] તે આચાર સંપદા કઈ છે ? (આચાર એટલે ભગવંતે પ્રરૂપેલ આચરણા કે મયદા બીજી રીતે કહીએ તો જ્ઞાન- દર્શન- ચારિત્ર- તપ-વીર્ય તે પાંચની આચરણ, સંપદા એટલે સંપત્તિ આ આચાર સંપત્તિ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે સંયમ ક્રિયામાં સદા જોડાયેલા રહેવું, અહંકાર રહિત થવું, અનિયત વિહારી થવું અથતિ એક સ્થાને સ્થાયી થઈને ન રહેવું, વૃદ્ધોની માફક અર્થાત્ શ્રત તથા દીક્ષાપાય જયેષ્ઠની જેમ ગંભીર સ્વભાવવાળા થવું. 7] તે શ્રુત સંપત્તિ કઈ છે ? (શ્રત એટલે આગમ અથવા શાસ્ત્રજ્ઞાન) આ શ્રુત સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- બહુશ્રુતતા- અનેક શાસ્ત્રોના જ્ઞાતા. થવું, પરિચિતતા- સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું, વિચિત્ર શ્રુતતા- સ્વસમય અને પર સમયના તથા ઉત્સર્ગ અપવાદના જાણકાર થવું, ઘોષવિશુદ્ધિ કારકતા- શુદ્ધ ઉચ્ચારણ વાળા થવું. [8] તે શરીર સંપત્તિ કઈ છે ? શરીર સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- શરીરની લંબાઈ પહોડાઈ નું યોગ્ય પ્રમાણ હોવું, કુરૂપ કે લજ્જા ઉપજાવે તેવા શરીર વાળા ન હોવું, શરીર સંહનન સુદઢ હોવું, પાંચે ઈન્દ્રિયોનું પરિપૂર્ણ હોવું. 9] તે વચન સંપત્તિ કઈ છે? (વચન એટલે વાણી) વચન સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- આદેયતા-જેનું વચન સર્વજન આદરણીય હોય, મધુર વચનવાળા હોવું, અનિશ્ચિતતા-રાગ દ્વેષ રહિત એટલે કે નિષ્પક્ષપાતી વચન વાળા હોવું, અસંદિગ્ધતા- સંદેહ રહિત વચનવાળા હોવું. [10] તે વાચના સંપત્તિ કહી છે? વાચના સંપત્તિ ચાપ્રકારે કહી છે. તે આ પ્રમાણે- શિલ્પની યોગ્યતાનો નિશ્ચય કરવા વાળી હોવી, વિચારપૂર્વક અધ્યાપન કરાવનારી હોવી, યોગ્યતા અનુસાર ઉપયુક્ત શીક્ષણ દેનારી હોવી, અર્થ-સંગતિપૂર્વક નય-પ્રમાણથી અધ્યાપન કરાવવાળી હોવી. [11] તે મતિ સંપત્તિ કઈ છે ? (મતિ એટલે જલ્દીથી પદાર્થ ને ગ્રહણ કરવો તે) મતિ સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- અવગ્રહ-સામાન્ય રૂપે અર્થને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41