Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 188 દસા સુયખંઘં–૪/૧૧ જાણવો, ઈહા-વિશેષ રૂપે અર્થને જાણવો, અવાવ- ઈહિત વસ્તુનો વિશેષ રૂપે નિશ્ચય કરવો, ધારણા-જાણેલી વસ્તુનું કાળાન્તરે સ્મરણ રાખવું. તે અવગ્રહમતિ સંપત્તિ કઈ છે ? અવગ્રહ મતિ સંપત્તિ છ પ્રકારે કહી છે. શીધ્ર ગ્રહણ કરવું એક સાથે ઘણા અર્થો ને ગ્રહણ કરલાઅનેક પ્રકારે ઘણા અથને ગ્રહણ કરવા, નિશ્ચિત રૂપે અર્થને ગ્રહણ કરવા, અનિશ્ચિત અર્થને અનુમાનથી ગ્રહણ કરવો. સંદેહ રહિત થઈને અર્થને ગ્રહણ કરવો. એ જ રીતે ઈહા અને અપાય મતિ સંપત્તિ છ પ્રકારે જાણવી. તે ધારણા મતિસંપત્તિ કઈ છે? ધારણા મતિ સંપત્તિ છ પ્રકારે કહી છે. ઘણાં અર્થો, અનેક પ્રકારે ઘણા અર્થો, પહેલા ની વાત, અનુકત અર્થ નો અનુમાનથી નિશ્ચય અને જ્ઞાત અર્થને સંદેહ રહિત થઈ ધારણ કરવો. તે ધારણા મતિ સંપત્તિ છે. [12] તે પ્રયોગ સંપત્તિ કઈ છે? તે પ્રયોગ સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણેપોતાની શક્તિ જાણીને વાદવિવાદ કરવો, સભા ના ભાવો જાણીને- ક્ષેત્રની જાણકારી મેળવીને- વસ્તુવિષય ને જાણીને પુરષવિશેષ સાથે વાદ-વિવાદ કરવો તે પ્રયોગ સંપત્તિ [13] તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ કઈ છે? સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે- વષવાસ માટે અનેક મુનિજનોને રહેવા યોગ્ય ઉચિત સ્થાન જોવું, અનેક મુનિજનોને માટે પાછા દેવાનું કહીને પીઠફલક શય્યા સંથારો ગ્રહણ કરવા કાળને આશ્રિને કાળોચિત કાર્ય કરવું. કરાવવું, ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર કરવો. - 4i] (આઠપ્રકારની સંપદાના વર્ણન પછી હવે ગાણિનું કર્તવ્ય કહે છે. આચાર્ય પોતાના શિષ્યોને આચારવિનય, શ્રુતવિનય, વિક્ષેપણા- મિથ્યાત્વમાંથી સમ્યકત્વમાં સ્થાપના કરવારૂપ) વિનય અને દોષ નિઘતિન- દોષનો નાશ કરવા રૂપ) વિનય. તે આચાર વિનય શું છે ? આચાર વિનય- (પાંચ પ્રકારના આચાર કે આઠકર્મના વિનાશ કરવાવાળો આચાર તે આચાર વિનય) ચાર પ્રકારે કહયો છે સંયમના ભેદપ્રભેદોનું જ્ઞાન કરાવી આચરણ કરાવવું, ગણ સમાચારી- સાધુ સંઘને સારણા- વારણા આદિ થી સાચવવો-ગ્લાનને વૃદ્ધને સાચવવા વ્યવસ્થા કરવી- બીજા ગણ સાથે યોગ્ય વ્યવહાર કરવો. કયારે- કઈ અવસ્થામાં એકલા વિહાર કરવો તે વાતનું જ્ઞાન કરાવવું. તે શ્રુત વિનય શું છે ? શ્રુત વિનય ચાર પ્રકારે કહયો છે. મૂળ સૂત્રો ને ભણાવવા, સૂત્રના અર્થો ભણાવવા, શિષ્યને હિતકર ઉપદેશ આપવો, પ્રમાણ-નયનિક્ષેપ-સંહિતા આદિ થી અધ્યાપન કરાવવું. તે શ્રુત વિનય. તે વિક્ષેપણા વિનય શું છે ? વિક્ષેપણા વિનય ચાર પ્રકારે કહયો છે.સમ્યકત્વરૂપ ધર્મ નહીં જાણતા શિષ્યને વિનય સંયુક્ત કરવા, ધર્મથી શ્રુત થતા શિષ્યને ધર્મમાં સ્થાપિત કરવા, તે શિષ્યને ધર્મના હિતને માટે- સુખ-સામર્થ્ય- મોક્ષ કે ભવાંતરમાં ધમદિની પ્રાપ્તિ માટે તત્પર કરવા, તે વિક્ષેપણા વિનય. તે દોષ નિધતન વિનયશું છે? દોષ નિધતન વિનય ચાર પ્રકારે કહયો છે. તે આ પ્રમાણે- કુદ્ધ વ્યક્તિ નો ક્રોધ દૂર કરાવે દુષ્ટ-દોષવાળી વ્યક્તિના દોષ દૂર કરવા, આકાંક્ષા-અભિલાષાવાળી વ્યક્તિની આકાંક્ષા નિવારવી, આત્માને સુપ્રણિણિતશ્રધ્ધાદિ યુક્ત રાખવો. તે દોષનિધતન વિનય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org