Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ દસાચ્છ,સુત્ર–૪૯ 19 શુદ્ધિ કરવાનું કહ્યું નહીં. પણ જયણાપૂર્વક ચાલતું રહેવું કહ્યું. માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને વિહાર કરતા કરતા જ્યાં સૂર્યાસ્ત થઈ જાય તો ત્યાં જ રહેવું પડે. ત્યાં જળ હોય કે સ્થળ, દુર્ગમ માર્ગ હોય કે નિમ્ન માર્ગ, પર્વત હોય કે વિષમ માર્ગ, ખાડા હોય કે ગુફા, આખી રાત ત્યાં જ રહેવું પડે એક પગલું પણ આગળ જઈ શકાય નહીં પરંતુ સવારે સૂર્યની પ્રભા પ્રગટ થાય ત્યાંથી સૂર્ય ઝળહળતો થાય પછી પૂર્વ- દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર દિશા તરફ અભિમુખ થઈ જયણા પૂર્વક ગમન કરવું કલ્ય. માસિકી ભિક્ષ પ્રતિમા–ધારક સાધુને સચિત પૃથ્વિ ઉપર નિદ્રા લેવી કે સુવું કહ્યું નહીં, કેવળી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહયું છે. તે સાધુ એ રીતે નિદ્રા લેતા કે સુતા પોતાના હાથેથી ભૂમિને સ્પર્શ કરે તો જીવહિંસા થશે તેથી તેણે સૂત્રોકત વિધિથી નિર્દોષ સ્થાને રહેવું કે વિહાર કરવો જોઈએ. જો તે સાધુને મળ-મૂત્રની શંકા થાયતો રોકવી જોઈએ નહીં પણ પૂર્વે પડિલેહણ કરેલી ભૂમિ ઉપર ત્યાગ કરવો જોઈએ. ફરી તે જ ઉપાશ્રયે આવી સૂત્રોકત વિધિ મુજબ નિદોર્ષ સ્થાને રહેવું જોઈએ. - માસિકી ભિક્ષુ પ્રતિમા–ધારક સાધુને સચિત્ત રજવાળા શરીર સાથે ગૃહસ્થો કે ગૃહ સમુદાયમાં ભોજન-પાન માટે જવું કે ત્યાંથી નીકળવું કલ્પતું નથી. જો તેને જાણ થઈ જાય કે શરીર ઉપર સચિત રજ પસીનાથી અચિત્ત થઈ ગઈ છે તો તેને ત્યાં પ્રવેશ કે નિર્ગમન કરવું કહ્યું છે. વળી તેને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી હાથ,પગ,દાંત, આંખ કે મોટું એકવાર કે વારંવાર ધોવું કલ્પતું નથી. ફકત મળ-મૂત્રાદિથી લેપાયેલ શરીર કે ભોજન-પાન થી લિપ્ત હાથ-મોઢું ધોવા કહ્યું છે, માસિકી ભિક્ષુ પ્રતિમા–ધારક સાધુની સામે વિહાર કરતી વેળાએ) ઘોડો, હાથી, બળદ, ભેંસ, સિંહ, વાઘ, ભેડીયા, રીંછ, ચિત્તો, તેંદુએ, પરાશર, કુતરો, બિલાડો, સાપ, શશલું, શીયાળ, ભુંડ આદિ હિંસક પ્રાણી આવી જાય તો ભયભીત થઈને એક ડગલું પણ પાછળ ખસવું કહ્યું નહીં. એ જ રીતે ઠંડી લાગતા તડકામાં જવું કે ગરમી લાગતાં છાયામાં જવું પણ કહ્યું નહીં પણ જ્યાં જેવી ઠંડી કે ગરમી હોય તેને સહન કરવી. માસિક ભિક્ષુ પ્રતિમા ને “તે” સાધુએ સૂત્ર, આચાર કે માર્ચ મુજબ જે રીતે કહેવાયેલ તે રીતે સમ્યફ પ્રકારે શરીર દ્વારા સ્પર્શ કરવી, પાલન કરવું, શુદ્ધિ પૂર્વક કીર્તન અને આરાધના કરવું ત્યારે તે ભિક્ષુ જિનાજ્ઞા મુજબ પાલન કરવાવાળા થાય છે. પિછી બે માસિકી ભિક્ષુ-પ્રતિમા ધારક સાધુ હંમેશાં કાયાની માયાનો ત્યાગ કરેલા. . . આદિ સર્વ વાત પ્રથમ ભિક્ષપ્રતિમા મુજબ જાણવી. (વધારામાં એટલું કે) ભોજન-પાણીની બે દત્તિ ગ્રહણ કરવી કહ્યું છે અને બીજી પ્રતિજ્ઞાનું પાલન બે મહિના સુધી કરે છે. ---- એ રીતે ભોજન-પાનની એકએક દત્તિ અને એક એક માસનું પ્રતિમા પાલન સાત દત્તિ સુધી સમજી લેવું અથતુ ત્રીજી પ્રતિમા ત્રણદત્તિ ત્રણ મહિના વગેરે, [51] હવે આઠમી ભિક્ષુ-પ્રતિમા કહે છે. પ્રથમ સાત રાત્રિ દિવસ અર્થાત્ એક સપ્તાહ ની આઠમી ભિક્ષુ પ્રતિમાં ધારી સાધુ હંમેશા કાયાની મમતા રહિત પણે- યાવતુ ઉપસર્ગ આદિને સહન કરે છે. (તે સર્વે પ્રથમ પ્રતિમા મુજબ જાણવું.) તે સાધુ ને નિર્જલ ચોથભક્ત (એટલે કે ઉપવાસ પછી અન્ન-પાન લેવું કહ્યું છે. ગામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41