Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ દસા-૮, સુત્ર-પ૩ 205 (દસા-૮-પર્યુષણા) પિ૩] તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ની પાંચ બાબતો ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં થઈ ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં- (1) દેવલોકથી ઍવીને ગર્ભમાં આવ્યા, (2) એક ગર્ભ થી બીજા ગર્ભમાં મૂકાયા (3) જન્મ થયો (4) મૂડિંત થઈને અગારમાંથી અનગાર થયા, (પ) અનંત અનુત્તર, અવિનાશી, નિરાવરણ, સંપૂર્ણ કેવળજ્ઞાન કેવલદર્શન ઉત્પન્ન થયા અને સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ પામ્યા અર્થાતુ મોક્ષે ગયા. (નવ) આ પર્યુષણા કલ્પ વિશે પુનઃ પુનઃ ઉપદેશ કરાયો છે. (અહીં પર્યુષણાકલ્પ થકી આચારની સાથે-સાથે ચ્યવનથી નિવણ સુધીનું સમગ્ર મહાવીર ચરિત્ર કવિ શબ્દથી સમજી લેવું અથતુ પૂર્વભવ અને ચ્યવન, જન્મકલ્યાણક, દીક્ષા પૂર્વેનું જીવન, દીક્ષાચય ઉપસર્ગ આદિ સહેવા, કેવલજ્ઞાન-ઉપદેશ અને નિવણ કલ્યાણક એ પ્રમાણે (ભગવંતે કહેલું) હું તમને કહું છું. આઠમી દસાની મુનિ દીપરના સાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (દસા- ૯મોહનીય-સ્થાનો) આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રબળ છે. તેની સ્થિતિ પણ સૌથી વધુ લાંબી છે. તેનો સંપૂર્ણ ક્ષય થતાં જ ક્રમશઃ બાકીના કર્મો ક્ષય પામે છે તે મોહનીય કર્મના બંધ માટે 30 સ્થાનો -કારણો) અહીં કહેવાયા છે. [54] તે કાળ અને તે સમયે ચંપા નામની નગરી હતી. જેનું વર્ણન ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું) નગરી બહાર પૂર્ણભદ્ર નામક ચૈત્ય હતું. ત્યાં કોણિક રાજા અને ધારિણી રાણી હતા. શ્રમણ ભગવાનું મહાવીર ત્યાં બહાર ઉદ્યાનમાં સમોસય, ચંપાનગરીથી પરિષદ્ (સભા) નીકળી, ભગવાને ધર્મ કહયો. ધર્મ સાંભળી પર્ષઘ (સભા) પાછી ગઈ. શ્રમણ ભગવાન્ મહાવીરે ઘણાં સાધુ-સાધ્વીને આમંત્રિત કરી આ પ્રમાણે કહયું. હે આર્યો ! તીસ મોહનીય સ્થાનો છે. જે સ્ત્રી કે પુરુષ આ સ્થાનોનું વારંવાર આચરણ –સેવન કરે છે. તે મોહનીય કર્મ બાંધે છે. [જે કોઈ પ્રાણીને પાણીમાં ડૂબાડીને કે તીવ્ર જળધારા માં નાખીને તેને મારે છે તે મહામોહનીય કર્મને બાંધે છે. પિ-પ૭ પ્રાણીના મુખ-નાક આદિ શ્વાસ લેવાના દ્વારો ને હાથથી અવરોધીને, - - અશ્વિના ધૂમાડાથી એક ઘરમાં ઘેરીને મારે તો મહામોહનીય કર્મ બાંધે છે. પિ૮-] જે કોઈ પ્રાણીને ઉત્તમાંગ-મસ્તક ઉપર શસ્ત્ર પ્રહાર થી ભેદન કરે. - * અશુભ પરિણામથી ભીનું ચામડું વીંટી ને મારે, - - છળકપટથી કોઈ પ્રાણીને ભાલા કે ડંડાથી મારીને હસે તો મહામોહનીયકર્મ બાંધે [1-63] જે ગૂઢ આચરણ થી પોતાનો માયાચાર છૂપાવે, અસત્ય બોલે, સૂત્રોના યથાર્થને છૂપાવે, - - નિર્દોષ વ્યક્તિ પર મિથ્યા આક્ષેપ કરે કે પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે, - - ભરીમાં સભામાં જાણી- બુઝીને મિશ્ર ભાષા બોલે, કલહ શીલ હોય તે મહામોહનીય કર્મ બાંધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41