Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ 206 દસાસુયખંધું-૧૦/૧૦૧ વંદન-નમસ્કાર કર્યા અને શ્રેણિક રાજાને આગળ કરીને ઉભી રહી --- યાવત --- પર્થપાસના કરવા લાગી. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે ઋષિ, યતિ, મુનિ, મનુષ્ય અને દેવોની મહાપર્ષદામાં શ્રેણિક રાજા ભંભસાર અને ચેલણા દેવીને - - - યાવત્ - - -ધર્મ કહ્યો પર્ષદા અને શ્રેણિક રાજા ગયા. [૧૦]ત્યાં શ્રેણિક રાજા અને ચલણા દેવીને જોઈને કેટલાંક નિર્ઝન્યનિગ્રન્થીઓના મનમાં આ પ્રકારના અધ્યવસાય યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો. અરે ! આ શ્રેણિક રાજા મોટી ઋદ્ધિ વાળો યાવતુ ખૂબ સુખી છે. તે સ્નાન, બલિકર્મ, તિલક, માંગલિક, પ્રાયશ્ચિત કરીને સવલિંકાર થી વિભૂષિત થઈને ચેલણા દેવી ની સાથે માનષિક ભોગ ભોગવી રહેલ છે. અમે દેવલોકના દેવને જોયેલ નથી. અમારી સામે તો આ જ સાક્ષાત દેવ છે. જો આ સુચરિત તપનિયમ- બ્રહ્મચર્યનું પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આવા પ્રકારના ઔદારિક માનષિક ભોગો ભોગવતા વિચરીએ. કેટલાંક સાધુઓએ વિચાર્યું કે અહો આ ચેલણા દેવી મોટી ઋદ્ધિવાળી - - - - યાવતુ--- ઘણી સુખી છે. તે સ્નાન, બલિકર્મ - * - - યાવતુ - - - - બધાં અલંકારોથી વિભૂષિત થઈ શ્રેણિક રાજા સાથે દારિક માનુષિક ભોગો ભોગવતી વિચરે છે. અમે દેવલોકની દેવી તો જોઈ નથી પણ આ જ સાક્ષાત્ દેવી છે. જો અમારા સુચરિતુ તપનિયમ- બ્રહ્મચર્યનું કોઈ કલ્યાણકારી ફળ વિશેષ હોય તો ભવિષ્યમાં અમે પણ આવા ભોગ ભોગવીએ - - - આ પ્રમાણે કેટલાંક સાધુ-સાધ્વીએ સંકલ્પ કર્યો. [103] શ્રમણ ભગવાન મહાવીરે ઘણાં નિર્ચન્થ અને નિર્ઝન્થીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું કે, હે આયો ! શ્રેણિક રાજા અને ચલણારાણી ને જોઈને આ પ્રકારનો અધ્યવસાય યાવતુ- -- ઉત્પન્ન થયો? અહો ! શ્રેણિક રાજા મોટી ઋદ્ધિ વાળો છે. --- યાવતુ -- કેટલાંક સાધુઓએ આ પ્રકારનો વિચાર કર્યો કે અહો ચેલણા દેવી મહાકદ્વિવાળી છે•– યાવત્ કેટલાંક સાધ્વીઓએ આવો વિચાર કર્યો. શું આ વાત બરોબર છે? હે આયુષ્યમાનું ! શ્રમણો મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. તે આ પ્રમાણે- આ નિગ્રન્થ પ્રવચન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, સિદ્ધિ-મુક્તિનિર્માણ અને નિવણ નો આજ માર્ગ છે. આજ સત્ય છે, અસંદિગ્ધ છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો આ જ માર્ગ છે આ સર્વજ્ઞ પ્રણિત ધર્મના આરાધક સિદ્ધ, બુદ્ધ, મુકત થઈને નિવણ પ્રાપ્ત કરે છે, બધાં દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિગ્રન્થ કેવલિપ્રરૂપિત ધર્મની આરાધના માટે ઉપસ્થિત થાય અને ભૂખ-તરસ, ઠંડી-ગરમી વગેરે પરિષહ સહન કરતા પણ કદાચિતુ કામવાસના નો પ્રબળ ઉદય થઈ જાય અને તે ઉદિપ્ત કામવાસનાના શમન માટે પ્રયત્ન કરે, તે સમયે કોઈ વિશુદ્ધ માતા-પિતા ના પક્ષવાળા કોઈ ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજકુમારને આવતા-જતા જુએ. છત્ર ચામર ધારી અનેક દસ-દાસી-નોકર-સેવક-પદ્ધતિ પુરુષોથી તે રાજકુમાર પરિવરેલ હોય, તેની આગળ આગળ ઉત્તમ ઘોડા, બંને તરફ હાથી, પાછળ-પાછળ શ્રેષ્ઠ સુસજ્જિત રથ ચાલતો હોય, એક નોકર સફેદ છત્ર ધરેલો, એક ઝારી લીધેલ, એક તાડ પત્રના પંખા સાથે એક શ્વેતચામર ઢાળતો અને અનેક નોકરી, નાના-નાના પંખા લઈને ચાલતા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41