Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 210. દસા સુયખંધું- 10/108 સુચરિત તપનું ફળ વિગેરે પહેલા નિયાણા મુજબ) તે કેવલિ પ્રરૂપિત ધર્મની શ્રદ્ધા-પ્રીતિ-ર્ચિ કરતો નથી. કેમ કે તે અન્યદર્શનમાં રુચિવાનું હોય છે. તે અરણ્ય વાસી કે ગામ નજીક રહેનાર તાપસ, અદષ્ટ થઈ રહેનાર, તાંત્રિકબહુ સંવત કે પ્રાણ-ભૂત-જીવ સત્વની હિંસાથી વિરત નહીં તેવા હોય છે. મિશ્રભાષા બોલે છે. જેમકે મૈને ન મારો બીજાને મારે, મને આદેશ ન આપો-બીજાને આપો, મને પીડા ન કરો- બીજાને કરો મને ન પકડો- બીજાને પકડો વગેરે. એ પ્રકારે તે સ્ત્રી સંબંધિ કામભોગોમાં મૂર્ણિત, ગ્રથિત, વૃદ્ધ, આસક્ત...વાવતુ..... છેલ્લી અવસ્થામાં દેહનો ત્યાગ કરી કોઈ અસુરલોકમાં કિલ્બિષિક દેવસ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી દેહત્યાગી ભેડ-બકરાની જેમ ગુંગો-બહેરો થાય છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! તે નિદાનનું ફળ આ છે કે તેઓ કેવલિપ્રરૂપિત ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રિતી- રૂચિ રાખતા નથી. (એ છä નિયાણું) [10] હે આયુષ્યમાન શ્રમણોઃ મેં ધર્મનું નિરૂપણ કરેલું છે..... યાવતુ...દેવલોકમાં જે સ્વયંવિકર્વિત દેવ-દેવીઓ સાથે કામ ભોગ સેવે છે. જો આ તપ-નિયમ અને બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો...(પહેલા નિયાણા મુજબ બધું વર્ણન જાણી લેવું) હે આયુષ્યમાનું શ્રમણો ! નિર્મન્થ કે નિગ્રન્થી નિયાણું કરીને તે નિદાન શલ્યની આલોચના પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત કર્યા સિવાય...યાવતું ......ઉત્પન્ન થાય છે. ત્યાં તે અન્ય દેવ-દેવી સાથે વિષય ભોગ સેવતા નથી પણ સ્વયં વિકર્વિત દેવ-દેવી સાથે વિષય ભોગ કરે છે. ત્યાંથી અવીને કોઈ કુળમાં ઉત્પન થાય તેને કેવલિ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ તો થાય છે પણ તે શીલવ્રત-ગુણવ્રતવિરમણવ્રત-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ કરી શકતા નથી. તે દર્શનશ્રાવક થાય છે. જીવ અજીવનું સ્વરૂપ યથાર્થ જાણે છે. યાવતુ.... અસ્થિ મજ્જાવતું ધર્મ પ્રતિ અનુરાગી હોય છે. હે આયુષ્યમાનું આ નિર્ચન્જ પ્રવચન જ જીવન માં ઈષ્ટ છે, આજ પરમાર્થ છે, બાકી બધું નિરર્થક છે. એ રીતે તે અનેક વર્ષો સુધી આગાર ધર્મની આરાધના કરે છે. જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રકારે હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાનનનું આ પાપરૂપ ફળ છે. જેનાથી તે શીલવત આદિ કરી શકતો નથી. (એ સાતમું નિયાણું) [૧૧]હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. ...(બાકી બધું પહેલા નિયાણા માફક જાણવું) માનુષિક વિષયભોગ અધુત્ર.......ચાવતું..... ત્યાં જય છે. દિવ્યકામભોગ પણ અધવ, અનિત્ય, અશાશ્વત છે, અસ્થિર છે. જન્મ મરણ વધારનાર છે, પહેલાં કે પછી અવશ્ય ત્યા જય છે. જો મારા તપ-નિયમ- બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો હું પણ ભાવિમાં વિશુદ્ધ માતા-પિતાના પક્ષ વાળો ઉગ્રવંશી-ભોગ વિશીકુલિન પુરુષ શ્રમણોપાસક બનું, જીવાજીવના સ્વરૂપને જાણું. યાવતુ...પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પ્રતિલાભો-દાન દેતો વિચરું. આ રીતે હે આયુષ્યમાન શ્રમણો ! નિર્ચન્જનિગ્રન્થી નિદાન કરીને તે નિદાન શલ્યની આલોચના આદિ કરીને .........ચાવતુ...દેવલોકમાં દેવ થઈ... ઋદ્ધિમંત. શ્રાવક થાય છે. આવા પુરુષને શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પુરૂપિત ધર્મો પદેશ સંભળાવે છે, તે શ્રદ્ધાપૂર્વક સાંભળે પણ છે, શીલવ્રત, પૌષધોપવાસ પણ સ્વીકારે છે પરંતુ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org