Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ 202 દસા સુયબંધ -964. [૪-૬૫]જે અનાયક- (નાયક ગુણરહિત મંત્રી રાજાને રાયબહાર મોકલી રાજ્યલક્ષ્મી નો ઉપભોગ કરે. રાણીના શીલને ખંડિત કરે વિરોધ કરનાર સામંતોનો તિરસ્કારકરી તેની ભોગ્ય વસ્તુનો વિનાશ કરે તો તે મહામોહનીય કર્મ બાંધે. [6-68] જે બાળબ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બાળબ્રહ્મચારી કહે, સ્ત્રી આદિના ભોગોમાં આસકત રહે, -- બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બ્રહ્મચારી કહેવો તે ગાયોની વચ્ચે ગધેડાની માફક બેસુરો બકવાસ છે. આત્માનું અહિત કરનારો તે મૂર્ખ માયામૃષાવાદ કરતો, સ્ત્રિ વિષયમાં આસકત બની મહામોહનીય કર્મ બાંધે. [69-71] જે જેના આશ્રયે આજીવિકા કરે છે, જેની સેવા કરી સમૃદ્ધ થયા છે. તે તેના ધનમાં આસકત થઈ તેનું જ સર્વસ્વ અપહરણ કરે, - - અભાવગ્રસ્ત કોઈ સમર્થ વ્યક્તિ કે ગ્રામવાસીના આશ્રયે સર્વ સાધનસંપન્ન થઈ જાય પછી ઈર્ષ્યા કે સંકિલષ્ટ ચિત્ત થઈને આશ્રય દાતાના લાભમાં અંતરાય કરે તે મહામોહનીય કર્મ બાંધે છે. [72] જેમ સાપણ પોતાના બચ્ચાને ખાઈ જાય એમ જે સ્ત્રી પોતાના પતિને, મંત્રી રાજાને, સેના સેનાપતિને, શિષ્ય-શિક્ષકને મારી નાખે તો મહામોહનીય કર્મ બાંધે. 7i3-74] જે રાષ્ટ્રનાયકને નેતાને કે લોકપ્રિય શ્રેષ્ઠીને અનેક માણસોના નેતાને, સમુદ્રમાં દ્વીપ સમાન અનાથ જનના રક્ષકને મારી નાખે તે મહામોહનીય કર્મ બાંધે. [૭પ-૭] જે, પાપવિરત દક્ષાથી, સંયત તપસ્વીને ધર્મથી ભ્રષ્ટ કરે, - - અજ્ઞાની એવો તે અનંત જ્ઞાન દર્શન સંપન્ન જિનેશ્વરના અવર્ણવાદ કરે, - - તે દુષ્ટાત્મા અનેક ભવ્ય જીવોને ન્યાયમાર્ગથી ભ્રષ્ટ કરે, ન્યાય માર્ગની દ્વેષથી નિંદા કરે તે મહા-મોહનીય કર્મ બાંધે છે. 7i8-79o જે આચાર્ય કે ઉપાધ્યાય પાસેથી જ્ઞાન અને આચાર શીખેલ હોય તેની અવહેલના કરે, - - અહંકારી એવો તે આચાર્ય- ઉપાધ્યાયની સમ્યક સેવા ન કરે, આદર- સત્કાર ન કરે તે મહામોહનીય કર્મ બાંધે. [80-83 જે બહુશ્રુત ન હોવા છતાં પોતાને બહુશ્રુત, સ્વાધ્યાયી, શાસ્ત્રજ્ઞ કહે, - - તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહે તો બધાં લોકોમાં સૌથી મોટો ચોર છે, - - પોતે સમર્થ હોવા છતાં ગ્લાન મુનિની સેવા ન કરું " તેવું કહે તે મહામૂર્ખ, માયાવી અને મિથ્યાત્વી કલુષિત ચિત્ત થઈ પોતાના આત્માનું અહિત કરે છે.- આ સર્વે મહામોહનીય કર્મ બાંધે છે. [84] ચતુર્વિધ શ્રી સંઘમાં મતભેંટ ઉત્પન્ન કરવા માટે જે કલહ ના અનેક પ્રસંગ ઉભા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [85-8] જે, (વશીકરણ,આદિ) અધાર્મિક યોગ. પોતાના સન્માન, પ્રસિદ્ધિ, પ્રિયવ્યકિતને ખુશ કરવા માટે વારંવાર વિધિપૂર્વક કરે અથવા જીવ હિંસાદિ કરીને વશીકરણ પ્રયોગ કરે, * - પ્રાપ્ત ભોગોથી અતૃપ્ત વ્યક્તિ જે માનષિક અને દેવી ભોગોની વારંવાર અભિલાષા કરે તે મહામોહનીય કર્મ બાંધે છે. [87-88] જે ઋદ્ધિ ધૃતિ, યશ, વર્ણ અને બળ-વીર્ય-વાળા દેવતાઓનો અવર્ણવાદ કરે છે, - - જે અજ્ઞાની જિનદેવની પૂજાની માફક પોતાની પૂજાની ઈચ્છાથી દેવ, યક્ષ અને અસુરો ને ન જોતો હોવા છતાં કહે કે હું આ બધાંને જોઈ શકું છું તે મહામોહનીય કર્મ નો બંધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41