Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ 198 દસાસુથબંધ– 749 પગ અંદર અને એક પગ બહાર હોય તો તેના હાથે લેવું કહ્યું. પણ જો તે દેવા ન ઈચ્છતી હોય તો તેના હાથે લેવું કહ્યું નહીં માસિકી ભિક્ષુ પ્રતિમા ધારણ કરેલ સાધુને આહાર લાવવાના ત્રણ સમય કહયા છે. તે આ પ્રમાણે- આદિ દિવસનો પ્રથમ ભાગ), મધ્ય (મધ્યાહુન), અંતિમ(દિવસનો અંતિમ ભાગ) જે ભિક્ષુ આદિમાં ગોચરી જાય તે મધ્યે કે અંતે ન જાય, જે મધ્ય જાય તે આદિ કે અંતે ન જાય, જે અંતે જાય તે આદિ કે મધ્યે ગોચરી જાય નહીં માસિક ભિક્ષુ પ્રતિમા ધારી સાધુને છ પ્રકારની ગોચરી કહી છે પૈટા (પેટીની જેમ ચાખૂણા થી ગમન કરવાપૂવર્ક ગોચરી જવું, અધપટા (બે ખૂણા થી. ગમન કરવું), ગોમૂત્રિકા (ચાલતા ચાલતા બળદ જ્યારે પેશાબ કરે ત્યારે જે વાંકી ચૂકી રેખા અંકિત થાય તે રીતે ગોચરી જવું), પતંગવીથિકા (પક્ષી જેમ વચલા સ્થાનો છોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસે તે રીતે ક્રમ રોહિત ગોચરી જવું, શકાવત- (દક્ષિણાવર્ત કે વામાવર્ત શંખની જેમ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ફરતા ગોચરી જવું), ગત્વા પ્રત્યાગતા ગલીના છેલ્લા ઘેરથી પહેલા ઘર તરફ ગોચરી ગમન કરવું. આ છ પ્રકારની ગોચરીમાંથી કોઈ એક પ્રકારની ગોચરીનો અભિગ્રહ લઈ પ્રતિમા ધારક સાધુને ભિક્ષા લેવી કલ્પ. જે ગામ યાવતુ મડંબમાં એકમાસિકી ભિક્ષપ્રતિમા ધારક સાધુ ને જે કોઈ જાણતું હોય તો તેને ત્યાં એક રાત રહેવું કહ્યું, જો કોઈ ન જાણતું હોય તો એક કે બે રાત રહેવું કહ્યું પણ જો તેના કરતા વધુ નિવાસ કરે તો તો ભિક્ષુ તેટલા દિવસના દિશાના છેદ કે પરિહાર તપને પાત્ર થાય છે. માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુને ચાર ભાષા બોલાવી કહ્યું છે. તે આ પ્રમાણે. યાચની. પ્રચ્છની, અનુજ્ઞાપની અને પૃષ્ઠ વ્યાકરણી. (યાચની- આહાર, વસ્ત્ર, પાત્ર આદિ માંગવા માટે જે ભાષા બોલાય તે, પૃચ્છની- સ્વાધ્યાય આદિમાં ઉદ્દભવેલ પ્રશ્નના નિવારણ માટે બોલાય તે, અનુજ્ઞાપની- શય્યાતરપાસે સ્થાન આદિની આજ્ઞા માટે બોલાય તે અનુજ્ઞાપની, પૃષ્ઠવ્યાકરણી કોઈએ પૂછેલા પ્રશ્નના ઉત્તર માટે બોલાતી. માસિકી ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન સાધુ ને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું આજ્ઞાલેવી-કે ત્યાં રહેવું કહ્યું છે. તે આ પ્રમાણે- ઉદ્યાન માં રહેલું ગૃહ, ચારે તરફથી ન ઢંકાયેલું તેવું ગૃહ વૃક્ષની નીચે બનેલું ગૃહ ભિક્ષુપ્રતિમા-ધારક સાધુને ત્રણ પ્રકારના સંથારગ ની પ્રતિલેખના, આજ્ઞા લેવી કે ગ્રહણ કરવાનું કહ્યું છે , તે આ પ્રમાણે- પૃથ્વીશિલા, લાકડાની પાટ, પહેલેથી બિછાવાયેલ તૃણ. માસિકી ભિક્ષુપ્રતિમા–ધારક સાધુને ઉપાશ્રયમાં કોઈ સ્ત્રી-પુરુષ આવીને અનાચારનું આચરણ કરતા જોવા મળે તો તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રવેશ કરવો. કલ્પે નહીં. ત્યાં કોઈ અગ્નિ સળગી ઉઠે કે સળગાવે તો તેને નિષ્ક્રમણ કે પ્રવેશ કર્ભે નહીં કદાચ કોઈ હાથ પકડીને બહાર કાઢવા ઈચ્છે તો પણ તેનો સહારો લઈને ન નીકળે પણ જયણાપૂવર્ક ચાલતા- ચાલતા બહાર નિકળે. માસિકી ભિક્ષ-પ્રતિમા ધારક સાધુના પગમાં કાંટો-કાકરો -કોચ ઘુસી જાય ત્યારે કે આંખમાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુ, બીજ, રજ આદિ પડે તો તેને કાઢવાનું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41