Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ 196 દસા સુયફબંધું- 644 વાવતું દિન-રાત બ્રહ્મચર્ય પાળે છે, સચિત્ત આહારનો અને ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે. પણ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્ય થી એક-બે-ત્રણ વાવતું આઠ મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ (આરંભ પરિત્યાગ નામક) આઠમી ઉપાસક પ્રતિમા.. [5] હવે નવમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વધર્મ રચિ વાળા હોય છે. ધાવતુ દિન-રાત પૂર્ણ બ્રહ્મચારી, સચિત્તાહાર અને આરંભના પરિત્યાગી હોય છે. બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંતુ) ઉદ્દિષ્ટ ભક્ત અથતુ પોતાના નિમિત્તે બનાવેલ ભોજન કરનારનો પરિત્યાગી હોતો નથી. આ પ્રકારે આચરણપૂર્વક વિચરતા તે જ ધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ નવ મહિના સુધી સૂત્રોકત માગનુસાર પ્રતિમાને પાળે કરે- આ નવમી (પ્રધ્યપરિત્યાગ નામક) ઉપાસક પ્રતિમા. 46] હવે દશમી ઉપાસક પ્રતિમા કહે છે- તે સર્વ ધર્મચિ વાળો હોય છે. (આ પહેલા કહેવાયેલ નવે ઉપાસક પ્રતિમા નો ધારક હોય છે.) ઉદિષ્ટ ભક્ત તેના નિમિત્તે બનાવેલ ભોજન-નો પરિત્યાગી હોય છે. તે માથે મુંડન કરાવે છે પણ ચોટી રાખે છે. કોઈ દ્વારા એક કે વધુ વખત પૂછતા તેને બે ભાષા બોલવી કહ્યું છે. જો તે જાણતો હોય તો કહે હું જાણું છું જે ન જાણતો હોય તો કહે હું જાણતો નથી” આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્યથી એક-બે-ત્રણ દિવસ થી ઉત્કૃષ્ટ દશ મહિના સુધી સૂત્રોકત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ (ઉદિષ્ટ ભોજન ત્યાગ નામક) દશમી ઉપાસક પ્રતિમા. [47] હવે અગિયારમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ (સાધુ-શ્રાવક) ધર્મની રુચિવાળો હોવા ઉપરાંત ઉત સર્વ પ્રતિમાને પાલન કરતો ઉદિષ્ટ ભોજન પરિત્યાગી હોય છે. તે માથે મુંડન કરાવે છે અથવા લોચ કરે છે. તે સાધુ આચાર અને પાત્ર- ઉપકરણ ગ્રહણ કરીને શ્રમણ નિર્ગસ્થ નો વેશ ધારણ કરે છે. તેમને માટે પ્રરૂપિત શ્રમણધર્મને સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરતો અને પાલન કરતો વિચરે છે. ચારહાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે છે. (એ રીતે ઈયસિમિતિનું પાલન કરતો) ત્રસ પ્રાણીઓને જોઈને તેની રક્ષા માટે પગ ઉપાડી લે છે, પગ સંકોચીને ચાલે છે. અથવા આડા પગ રાખીને ચાલે છે (એ રીતે જીવરક્ષા કરે છે) જીવ વ્યાપ્ત માર્ગ છોડીને શકય હોય તો બીજા વિદ્યમાન માર્ગે ચાલે છે. જયણા પૂર્વક ચાલે છે પણ પૂરું નિરીક્ષણ કર્યા સિવાય સીધા માર્ગે ચાલતો નથી ફકત જ્ઞાતિ-વર્ગ સાથે તેના પ્રેમબંધનનો વિચ્છેદ હોતો નથી. તેથી તેને જ્ઞાતિના લોકોમાં ભિક્ષા વૃત્તિ માટે જવાનું કહ્યું છે. મતલબ સગાં-સંબંધિને ત્યાંથી આહાર લાવી શકે છે. ) સ્વજન સંબંધિ ના ઘરે પહોંચે તે પહેલાં ભાત રંધાઈ ગયા હોય અને મગની દાળ થઈ ન હોયતો તેને ભાત લેવા કહ્યું પણ મગની દાળ લેવી ન કલ્પે એ પહેલાં મગની દાળ થઈ હોય અને ભાત ન થયા હોય તો મગની દાળ લેવી કહ્યું પણ ભાત લેવા કલ્પતા નથી. જો તેના પહોંચ્યા પહેલા બંને તૈયાર થઈ ગયા હોય તો બંને લેવા કહ્યું છે તેના પહોંચ્યા પહેલા બે માંથી કશુ તૈયાર થયું ન હોય તો બે માંથી કશું લેવું કલ્પતું નથી ટુંકમાં તે પહોંચે તેની પહેલાં જે પદાર્થ તૈયાર હોય તે લેવું કહ્યું અને તેના ગયા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41