Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 17. દસા-૬, સૂત્ર-૪૭ બનાવેલો કોઈપણ પદાર્થ તેને લેવો કલ્પતો નથી. જ્યારે તે (શ્રમણભૂત) ઉપાસક ગૃહપતિના કુળ (ઘર) માં આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ- “પ્રતિમાધારી શ્રમણો પાસક ને ભિક્ષા આપો.” આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા એવા તે ઉપાસકને જોઈને કદાચ કોઈ પૂછે, “હે આયુષ્યપાનું તમે કોણ છો ?" તે કહો. ત્યારે તેણે પૂછનારને કહેવું જોઈએ કે “હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું.” આ પ્રકારના આચરણપૂવક વિચરતા તે જધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ 11 મહિના સુધી વિચરણ કરે.-- આ અગિયારમી (શ્રમણભૂત નામક) ઉપાસક પ્રતિમા. આ પ્રમાણે તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર ઉપાસક પ્રતિમા (શ્રાવકોને કરવાની વિશિષ્ટ 11 પ્રતિજ્ઞાઓ) કહેલી છે. તે પ્રમાણે હું તમને) કહું છું. છઠ્ઠી દસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (દસા-૭-ભિક્ષુ પ્રતિમા) આ દસાનું નામ ભિક્ષુ-પ્રતિમા છે. જે રીતે આ પૂર્વેની દસા માં શ્રાવક-શ્રમણો પાસકની 11 પ્રતિમાનું નિરૂપણ કરેલ છે. અહીં પણ પ્રતિમા’ શબ્દનો અર્થ વિશિષ્ટ પ્રકારના આચરણયુક્ત પ્રતિજ્ઞા એમ જ સમજવો. [48] હે આયુષ્યમાનું! તે નિવણિપ્રાપ્ત ભગવંતના સ્વ-મુખેથી મેં એવું સાંભળેલું છે આ જિનપ્રવચનમાં) વિરભગવંતોએ નિશ્ચયથી બાર-ભિક્ષુપ્રતિમાઓ કહી છે. તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બારભિક્ષ પ્રતિમા ફઈ કહી છે? તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી કહેલી બાર ભિક્ષપ્રતિમાં આ પ્રમાણે છે- એકમાસિક, દ્વિ માસિક, ત્રિમાસિકી, ચતુમસિકી, પંચમાસિકી, છમાસિકી, સાતમાસિક, પહેલી સાતરાત્રિદિવસ, બીજી સાતરાત્રિદિવસ, ત્રીજીસાતરાત્રિદિવસ, અહોરાત્રિકી એકરાત્રિકી. 4i9] માસિકી ભિક્ષુ પ્રતિમાને ધારણ કરતા સાધુ કાયાને વોસિરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે. દેવ-મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ કરનારને ક્ષમા કરે છે, અદીન ભાવે સહન કરે છે, શારીરિક ક્ષમતા પૂર્વક તેનો સામનો કરે છે. માસિક ભિક્ષુ પ્રતિમાધારી સાધુને એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી લેવું કહ્યું છે. (દત્તિ એટલે એક અખંડ ધારાથી જેટલું ભોજન કે પાણી ને દાતા આપે તે આ દત્તિ પણ. અજ્ઞાત કળથી, અલ્પમાત્રામાં બીજા માટે બનાવેલ, અનેક દ્વિપદ-ચતુષ્પદ-શ્રમણ-બ્રાહ્મણ- અતિથિ- કુપણ અને ભિખારી આદિના ભિક્ષા લઈને ચાલી ગયા બાદ ગ્રહણ કરવી કહ્યું છે. વળી આ દત્તિ જ્યાં એક વ્યક્તિ ભોજન કરતો હોય ત્યાંથી લેવી કહ્યું. પણ બે-ત્રણ ચાર-પાંચ વ્યક્તિ સાથે બેસીને ભોજન કરતા હોય ત્યાંથી લેવી કાતી નથી. ગર્ભિણી, નાના બાળવાળી કે બાળક ને દૂધ પાતી હોય તેની પાસેથી આહાર- પાણીની દત્તિ લેવી ને કહ્યું જેના બંને પગ ડેલી-ઉંબરાની બહાર કે અંદર હોય તો તે સ્ત્રી પાસેથી દત્તિ લેવી ન કહ્યું પણ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org