Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ 194 દસાસુખંધું- દા૩૫ ઘણાં પાપ-કલેશ-કાદવ-વૈર-દંભ-માયા-પ્રપંચ-આuતના અયશ- અપ્રતીતિવાળી થઈને પ્રાયઃ ત્રસપ્રાણીનો ઘાત કરતો મૃત્યુ પામી ભૂમિતળનું અતિક્રમણ કરી નીચે નરકભૂમિમાં સ્થાન પામે છે. તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે. નીચે છરા-અસ્તરાના આકાર વાળી છે. નિત્ય ઘોર અંધકારથી વ્યાપી છે. ચંદ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર, એ જ્યોતિષ્ક ની પ્રભાથી રહિત છે. તે નરકોની ભૂમિ ચબી, માંસ, લોહી, પરના સમૂહ જેવા કીચડથી લેપાયેલી છે. મળ-મૂત્ર વગેરે અશુચિ પદાર્થો ભરેલી અને પરમદુર્ગન્ધમય છે. કાળી કે કપોત વર્ણવાળી, અગ્નિના વર્ણની આભાવાળી છે, કર્કશ સ્પર્શ વાળી હોય અસહ્ય છે, અશુભ હોવાથી ત્યાં અશુભ વેદના હોય છે, ત્યાં નિદ્રા લઈ શકાતી નથી, તે નારકી ના જીવો તે નરકમાં અશુભ વેદના નો પ્રતિસમય અનુભવ કરતાં વિચરે છે. જેવી રીતે પર્વતના અગ્રભાગ ઉપર ઉત્પન્ન થયેલ વૃક્ષ મૂળ ભાગ કાપવાથી ઉપરનો ભાગ ભારે થતા જયાં નીચું સ્થાન છે, જ્યાં દુર્ગમ પ્રવેશ છે કે વિષમ સ્થળ છે ત્યાં પડે છે, તે જ રીતે ઉપર કહ્યા મુજબના મિથ્યાત્વી, ઘોરપાપી પુરુષ વર્ગ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં એક મરણ માંથી બીજા મરણમાં, એક દુઃખમાંથી બીજા દુબમાં પડે છે. તે દક્ષિણ દિશામાં રહેલ ઘોર નરકમાં જાય છે. તે કૃષ્ણપાક્ષિક નારકી ભવિષ્યમાં દુર્લભબોધિ થાય છે. આ પ્રકારનો જીવ અક્રિયાવાદી છે. [3] તે ક્રિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકારનો છે જે . આસ્તિકવાદી છે, અસ્તિકબુદ્ધિ છે, આસ્તિક દષ્ટિ છે. સમ્યવાદી અને નિત્ય અર્થાત્ મોક્ષવાદી છે, પરલોકવાદી છે. તે માને છે કે આલોક પરલોક છે, માતાપિતા છે, અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે, સુકૃત-દુષ્કૃત કમનું ફળ છે, સદાચરિત કર્મો શુભફળ અને અસદાચરિત કર્મો અશુભ ફળ આપે છે. પ્રશ્ય-પાપફળ સહિત છે, જીવ પરલોકમાં જાય છે. આવે છે, નરક આદિ ચારગતિ છે અને મોક્ષ પણ છે આ પ્રકારે માનનારા આસ્તિકવાદી, આસ્તિકબુદ્ધિ, આસ્તિકદષ્ટિ સ્વચ્છંદ, રાગઅભિનિવિષ્ટ યાવત મહાનુ ઈચ્છાવાળો પણ થાય અને ઉત્તર દિશાવત નરકોમાં ઉત્પન્ન પણ કદાચ થાય તો પણ તે શુકલપાક્ષિક હોય છે. ભાવિમાં સુલભબોધિ થઈ. સુગતિ પ્રાપ્ત કરતો અન્ત મોક્ષગામી થાય છે. તે ક્રિયાવાદી, [37] (ઉપાસક પ્રતિમા-૧ ) ક્રિયાવાદી મનુષ્ય સર્વ (શ્રાવક-શ્રમણ) " ધર્મરચિવાળો હોય છે. પણ સમ્યક પ્રકારે અનેક શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચક્ખાણ, પૌષધોપવાસ નો ધારક હોતો નથી (પરંતુ) સમ્યક શ્રદ્ધાવાળો હોય છે, આ પ્રથમ દર્શન-ઉપાસક પ્રતિમા જાણવી. (જે ઉત્કૃષ્ટથી એક માસની હોય છે.) [38] હવે બીજી ઉપાશક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મ રૂચિ વાળો હોય છે. (શુદ્ધ સમ્યકત્વ ઉપરાંત યતિ (શ્રમણ)ના દશે ધમની દઢ શ્રદ્ધાવાળો હોય છે) નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત-આદિ વિરમણ, પચ્ચકખાણ અને પૌષધોપવાસનું સમ્યક્ પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેસાવગાસિકનું સમ્યક પ્રતિપાલન કરી શકતો નથી. તે બીજી ઉપાસક પ્રતિમા. (જે વ્રતપ્રતિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41