Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ દસા-૬, સૂત્ર-૨૨ ઈન્દ્રિયોને દમન કરવાવાળા, ષટૂકાય રક્ષક મુનિને દેવોનું દર્શન થાય છે. [22] સર્વકામ ભોગોથી વિરકત, ભીમ-ભૈરવ પરિષહ- ઉપસર્ગોને સહન કરવાવાળા તપસ્વી સંયત ને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. [23] જેણે તપ દ્વારા અશુભ લેશ્યાઓને દૂર કરી છે તેનું અવધિ દર્શન અતિ વિશુદ્ધ થઈ જાય છે અને તેના થકી સર્વ ઉર્ધ્વ-અઘોતિર્યલોકને જોઈ શકે છે. [૨૪]સુસમાધિયુક્ત પ્રશસ્તલેશ્યાવાળા, વિતર્કહિતભિક્ષુ અને સર્વબંધનથી મૂકાયેલા આત્મા મનના પયયોને જાણે છે (એટલે કે મનઃપર્યવજ્ઞાની થાય છે) [25] જ્યારે જીવ ના સમસ્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોક અને અલોકને જાણે છે. [] જ્યારે જીવ ના સમસ્ત દર્શનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોકાલોક ને જુએ છે. [27] પ્રતિમા અર્થાત્ પ્રતિજ્ઞાની વિશુદ્ધરૂપથી આરાધના કરતા અને મોહનિય કર્મનો ક્ષય થતા સુસમાહિત આત્મા સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. [૨૮-૩૦ને જે પ્રકારે તાલ વૃક્ષની ઉપર સોય ભોંકવાથી સમગ્ર તાલવૃક્ષ નષ્ટ થાય છે, જે રીતે સેનાપતિના મૃત્યુ સાથે આખી સેના વિનાશ પામે છે, .. જે રીતે ધૂમાળા વગરનો અગ્નિ ઈધણના અભાવે ક્ષય પામે છે, તે રીતે મોહનીય કર્મનો (સર્વથા) ક્ષય થતાં બાકીના સર્વ કર્મનો ક્ષય કે વિનાશ થાય છે. ૩િ૧જે રીતે સુકા મૂળીયાવાળું વૃક્ષ જળસિંચન કરવા છતાં પણ પુનઃ અંકુરિત થતું નથી, તે રીતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતા બાકીના કમોં ઉત્પન્ન થતા નથી. ફિરોજે રીતે બીજ બળી ગયું હોય તો પુનઃ અંકુર ઉત્પન્ન થતા નથી તે રીતે કર્મ બીજના બળી ગયા પછી ભવરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી. [33] દારિક શરીરનો ત્યાગ કરી, નામ-ગોત્ર આપ્યું અને વેદનીય કર્મનું છેદન કરી કેવળી ભગવંતો કર્મરાજ થી સર્વથા રહિત થઈ જાય છે. [34] હે આયુષ્ય માનું ! આ રીતે (સમાધિને જાણીને રાગદ્વેષ રહિત ચિત્ત ધારણ કરી શુદ્ધ શ્રેણી ને પ્રાપ્ત કરી આત્માશુદ્ધિ ને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ક્ષપક શ્રેણી માંડી ને મોક્ષે જાય છે. તે પ્રમાણે હું કહું છું. પાંચમી દસા મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ (દસા - ઉપાશક પ્રતિમા-) જે આત્મા શ્રમણ પણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણ પણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને સમણોપાસક કહે છે. ટૂંકમાં તેઓ ઉપાશક તરીકે ઓળખાય છે. આવા ઉપાશક ને આત્મ સાધના માટે ૧૧-પ્રતિમાઓનું એટલેકે ૧૧-વિશિષ્ટ પ્રકારની પ્રતિજ્ઞા નું આરાધન જણાવેલું છે, જેનું આ દસામાં વર્ણન છે [૩પ હે આયુષ્યમાનું ! તે નિવણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં એવું સાંભળેલું છે. આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41